આ ફોટા તો જુઓ, અહીં તો માથા વગરની ખંડિત મૂર્તિઓની પણ ભગવાનની જેમાં પૂજા થાય છે..

આમ તો ભારતમાં એવા મંદિર છે જેમાં ભગવાનની મૂર્તિ લાખો- કરોડો રૂપિયાની હોય. તેમાં સોના-ચાંદી કે હીરાનો પણ ઉપયોગ થાય છે. છતાં ભારતમાં એક એવું મંદિર છે જ્યાં બધી મૂર્તિઓ માથા વગરની છે. તો પણ અહીં ઘણા ભક્તો દર્શાર્થે આવે છે. આ મંદિર ભક્તો માટે બહુ મોટી એવું શ્રદ્ધાનું સ્થાન છે. ચાલો, જાણીએ આ મંદિરના ઈતિહાસ વિશે.

ઉતરપ્રદેશના એક મંદિર વિશે અમે વાત કરી રહ્યા છીએ. આ મંદિરમાં દેવો-દેવતાઓની મોટાભાગની મૂર્તિઓ માથા વગરની છે. આમ તો ખંડિત મૂર્તિની કોઈ પૂજા કરતુ નથી અને એ અશુભ માનવામાં આવે છે પણ આ મંદિરની વાત બધા કરતા અલગ છે.

ઉતરપ્રદેશના આ મંદિરનો ઈતિહાસ ૯૦૦ વર્ષ પુરાણો છે. આ અષ્ટભૂજા ધામ મંદિરની મૂર્તિઓના માથા ઔરંગ જેબે કપાવી નાખ્યા હતા. માથા કાપેલી મૂર્તિઓ આજ પણ એ જ સ્થિતિમાં અહીં સાચવીને રાખવામાં આવી છે.

તમે આપેલ તસવીર નિહાળીને જાણી શકો છો કે કેટલા વર્ષ જૂનો ઈતિહાસ અહીં સાચવી રાખવામાં આવ્યો છે. આ ભારત પર વર્ષો પહેલા રાજા-મહારાજાઓ રાજ કરતા હતા એ વાતની પુષ્ટિ કરે છે. આ મંદિર ઉતરપ્રદેશની રાજધાનીથી ૧૭૦કિમી દૂર પ્રતાપગઢના ગોંડે ગામમાં સ્થિત છે. ૯૦૦ વર્ષ જૂનો ઈતિહાસમાં ભારતીય સંસ્કૃતિની યાદી હજુ સાચવી રાખવામાં આવી છે. અહીં ખંડિત મૂર્તિની પણ પૂજા કરવામાં આવે છે. છતાં પણ ભક્તોની લાંબી લાઈન લાગે છે.

ભારતની ધાર્મિક સંસ્કૃતિનું ઉદારહણ રજૂ કરતુ આ મંદિર વિશ્વમાં પ્રસિદ્ધ છે. અહીં મૂર્તિઓ ભલે ખંડિત હોય છતાં એ પૂજા માટે રાખવામાં આવી છે એ મહત્વની વાત છે. વર્ષો જૂના ઈતિહાસમાં ઘણી એવી ઘટનાઓ બની હતી જે જાણવી આજ પણ કુતુહલ સર્જે એવી છે. એમાનું એક મંદિર આ પણ છે. લોકપ્રસિદ્ધ બનેલા આ મંદિરની મુલાકાત લેવા માટે લોકો દુર-દ્દુરથી આવે છે. ઉતરપ્રદેશના આ મંદિરનો ઈતિહાસ ખરેખર બહુ રસપ્રદ છે.

કોઇપણ મંદિરમાં સહેજ પણ ખંડિત મૂર્તિ હોય તો તેને પૂજામાં રાખવામાં આવતી નથી પરંતુ અહીં તમામ ખંડિત મૂર્તિ પૂજા માટે રાખવામાં આવી છે. બીજી વાત કરીએ તો એક સમયના જૂના ઈતિહાસને યાદ રાખવા માટે અને આવનારી પેઢી માટે કૈંક યાદી રાખવા માટે આ મંદિર અદ્દભુત નજારો બન્યું છે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *