20 વર્ષથી અપ્રવાસિયોના મૃત શરીરને પાછા લાવવાનું નેક કામ કરે છે અશરફ !

મૃત્યુ આ જીવનથી અલગ નહી પરંતુ તેનો જ એક ભાગ છે. અશરફ થમારાસેરી વિશે જયારે હું લખવા બેઠો તો હરુકી મુરાકામી ની આ લાઈનો મારા દિમાગમાં આવી ગઈ. છેલ્લા 20 વર્ષમાં અશરફ સયુંકત અરબ અમીરાતમાં મરતા લગભગ ૫,૦૦૦ પ્રવાસીઓ ના પાર્થિવ શરીરને દુનિયાભરના ઘણા દેશોમાં મોકલવામાં મદદ કરી ચુક્યા છે. પદ્મશ્રી થી સન્નમાનિત અશરફ એ આ કામોમાં તેનું જીવન સમર્પિત કરી નાખ્યું.

image source

જયારે મૃત્યુ બોલાવે છે –

સારા ભવિષ્યની ઉમ્મીદ લઈ 1998 માં અસરફ તેના પરિવાર સાથે કોઝીકોડથી અજમાનમાં ચાલ્યા ગયા. ત્યાં તેમણે એક ગેરેજ ખોલ્યું. જીવન સારું ચાલી રહ્યું હતું. તે જણાવે છે, વર્ષ 2000 માં હું શારજાહ મારા એક બીમાર દોસ્તને હોસ્પિટલ મળવા ગયો હતો. ત્યાં એક આદમી ઉભો ઉભો રડતો હતો, મેં જયારે પૂછ્યું તો તેણે જણાવ્યું કે તેના પિતાનું નિધન થઈ ગયું છે તેને સમજમાં નથી આવી રહ્યું કે તે તેના પિતાના શવને તેના ગૃહનગર કોલ્લમ કેવી રીતે લઈ જાય.

image source

અશરફ ભારતીય દુતવાસ ગયા અને ચાર દિવસમાં તેમણે પાર્થિવ શરીરને પાછું કેરળ મોકલી દીધું. આ ઘટના બાદ દિવસભર તેની પાસે ફોન પર ફોન આવવા લાગ્યા અને આ કામ તેના જીવનનો એક હિસ્સો બની ગયો.

પાર્થિવ શરીરને દેશમાં મોકલતા પહેલા, એમ્બ્લેમિંગ સર્ટિફિકેટ મેળવવું જરૂરી છે, જેના આધારે શરીરને હવા અથવા સમુદ્ર દ્વારા મોકલવાની ઘોષણા કરવામાં આવે છે.  આના માટે શવને એમ્બ્લેમિંગ સેન્ટરમાં લઈ જવું પડે છે અને ત્યારબાદ શવને એરટાઇટ શબપેટીમાં મૂકવામાં આવે છે, જે ખાસ કરીને હવા અથવા દરિયાઇ માર્ગ માટે બનાવવામાં આવ્યું છે.

image source

અભિનેત્રી શ્રીદેવીના પાર્થિવ દેહને દેશમાં પાછા લાવવાની પૂરી પ્રક્રિયા પાછળ અશરફનો જ હાથ હતો. તે જણાવે છે આ કેસ દુબઈની સરકારી કાર્યવાહીમાં પેન્ડિંગ હોવાથી, પ્રક્રિયા પૂર્ણ થવામાં ત્રણ દિવસથી વધુ સમય લાગ્યો હતો. શબપેટીને ગાડીમાં મુક્યા પછી, હું ત્યાંથી નીકળી ગયો કારણ કે મારે ચાર અન્ય મૃતદેહો સાથે આ કાર્યવાહી કરવાની હતી. ”

image source

મજબુતીના તેના સ્તંભ

અશરફની પત્ની સુહારા કહે છે, “અશરફ એક દિવસમાં દસ જેટલા મૃતદેહો જુએ છે, જે માનસિક રીતે વ્યક્તિને ખૂબ થકાવી દે એવું છે.” એટલા માટે જ્યાર્રે તે ઘરે આવે છે ત્યારે અમે તેને તેના કામ વિષે નથી પૂછતા અને તે પણ અમારી સાથે કોઈ દુઃખભરી કહાની શેર કરતા નથી. અમારી સાથેનો તેમનો સમય સકારાત્મકતાથી ભરેલો છે અને અમે તે સમયને શક્ય એટલો આનંદ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. અશરફના બાળકો, શફી (22), શેફાના (17) અને મોહમ્મદ અમીન (8) પણ તેમના પિતાની લાંબી મુસાફરી દરમિયાન તેમની સાથે રહ્યા છે.

image source

આ વર્ષોમાં અશરફે ઘણા બધા એવોર્ડ્સ જીત્યા છે. ફિલ્મ નિર્માતા રેશેલ શાહ કપૂરે અશરફના જીવન પર છ મિનીટ ની એક ડોક્યુંમેન્ટરી બનાવી છે ,જેનું નામ છે – ‘ધ અંડરટેકર’.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *