સ્થૂળતા વધવાની સાથેજ શરીર આપે છે આ 5 સંકેત, જાણો તેના વિશે 

સ્થૂળતા એક ગંભીર બીમારી છે.જેને પાછલા ઘણા સમયમાં મહામારીનું સ્વરૂપ ધારણ કર્યું છે.આજે તેનાથી દરેકમાં પાંચ માંથી બે લોકો પ્રભાવિત થાય છે. તેનું મુખ્ય કારણ અનહેલ્ધી લાઇફ સ્ટાઇલ છે. ફિટ રહેવું તે આપણી પર્સનાલિટી ને નિખારવાનું જ કામ નથી કરતું પરંતુ બીમારીનું જોખમ પણ ઓછું કરવામાં મદદ કરે છે. તેથી જો તમે પોતાના શરીરનું ધ્યાન પહેલેથી જ રાખવાનું શરૂ કરો જેથી તમારું વજન ઓછું કરવા માટે તમારે વધુ મહેનત કરવી પડશે નહીં. આવો જાણીએ એ લક્ષણો વિષે જેનાથી આપણને ખબર પડે છે કે આપણું વજન વધી રહ્યું છે અને અત્યારથી જ વજન ઓછું કરીશું નહીં તો સમસ્યા વધી શકે છે.

કપડાં ફીટ પડવા

એક કે બે મહિનામાં થોડું વજન વધવું એ સામાન્ય બાબત છે. જેનું કારણ હોર્મોનલ બદલાવને કારણે અને શરીરમાં પાણી ઓછું હોવાથી. પરંતુ જો તમે નવા કપડા અમુક મહિનામાં જ ફિટ પડવા લાગે તો તે તમારા માટે એક મોટો સંકેત છે. ખાસ કરીને હાથના બાવડામાં કપડા ફિટ થવા લાગે કે પછી કમરની આસપાસ જીન્સ ના બટન બંધ કરવામાં તકલીફ પડી રહી હોય તો આ સંકેતોને સામાન્ય લેવું જોઈએ નહીં.

પગનું ફૂલવું

વધુ વજન હોવાનું સૌથી વધુ પ્રેશર પગની નસ ઉપર પડે છે. જે આપણા હૃદય સુધી લોહીને લાવવા-લઈ જવાનું કામ કરે છે. જો તમારું વજન વધી રહ્યું છે તો નસમાં લોહી યોગ્ય રીતે જતું નથી. જેના કારણે પગમાં સોજા આવી જાય છે. ગંભીર પરિસ્થિતિમાં સ્થૂળતાથી પીડિત લોકોને પગની નસમાં લોહી ગંઠાવા લાગે છે અને તે સિવાય વજન વધવાથી હાર્ટ એટેક નો ભય વધી જાય છે.

થાક

જો તમને થોડુંક જ કામ કર્યા બાદ થાકનો અનુભવ થાય છે તો જરૂરથી પોતાનું વજન કેટલું છે તે તપાસો જે લોકોનું વજન વધે છે તેમને યોગ્ય ઊંઘ લીધા બાદ પણ સવારમાં થાકનો અનુભવ થાય છે. વજન વધવાના કારણે ઊંઘવાની પેટર્નમાં પણ બદલાવ થાય છે. તે સિવાય લોકો રાત્રે ઊંઘમાં નસકોરા બોલાવે છે અને વારંવાર ઉઠવું પડે છે. તેની અસર તેમની ઊંઘ ઉપર પડે છે જેના કારણે તે સંપૂર્ણ દિવસ થાકનો અનુભવ કરે છે.

શ્વાસ લેવામાં તકલીફ

શ્વાસ લેવામાં તકલીફ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી જોડાયેલી હોય છે અને તેમાંથી એક છે વજનનું વધવું. વજન વધવાના કારણે છાતીની આસપાસ ખૂબ ચરબી જમા થઈ જાય છે જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે ઘરમાં સાધારણ કામ કર્યા બાદ પણ શ્વાસ ફુલવા લાગે છે. મોટાપાની આ ગંભીર આ પરિસ્થિતિમાં વ્યક્તિ એક વખત આડું પડે છે ત્યારબાદ તેમને ફરીથી ઊઠવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે.

કબજિયાત અને અસામાન્ય પિરિયડ

મહિલાઓમાં વજન વધવાથી હોર્મોનલ ની સમસ્યાઓ જોવા મળે છે. જે તેમના પિરિયડ સાયકલને પણ પ્રભાવિત કરે છે. તેના કારણે પિરિયડમાં વધુ તકલીફ પણ પડી શકે છે. તે સિવાય વજન વધવાથી પુરુષ અને મહિલા માં કબજિયાતની સમસ્યા પણ જોવા મળે છે. ખરાબ લાઈફ સ્ટાઈલના કારણે ઊંઘ પૂરી થતી નથી અને ઊંઘ પૂરી નહીં થવાના કારણે કબજિયાત થઈ શકે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment