ઘણી બીમારીઓ માથી રાહત આપે છે અર્જુન ની છાલ, આ રીતે કરો ઉપયોગ..

આયુર્વેદ માં અર્જુન ના વૃક્ષ ને ઘણી ઔષધિયો થી ભરપૂર માનવામાં આવે છે. અર્જુન ના ઝાડ ની છાલ પણ ઘણી ફાયદાકારક હોય છે. આ ઝાડની છાલ નો પાવડર કરી ને ઉપયોગ માં લેવામા આવે છે.

ડૉ. લક્ષ્મીદત્તા ના અનુસાર,અર્જુન ની છાલ થી સ્ટ્રોક, હાર્ટ અટૈક,અને હાર્ટ ફેઇલ જેવી હાર્ટ ને સંબંધી રોગો નું નિવારણ થઈ શકે છે.

Image Source

અર્જુન નું ઝાડ ભારત માં હિમાલય ની તરાઈ,ઉતર પ્રદેશ, બિહાર,અને મધ્ય પ્રદેશ માં વધુ જોવા મળે છે. અર્જુન ના ઝાડમાં બીટા-સિટોસ્ટેરોલ, એલિક એસિડ, ટ્રાઇહાઇડ્રોક્સિ ટ્રાઇટર્પીન, મોનો કાર્બોક્સિલિક એસિડ, આર્ગનિક એસિડ હોય છે. જેના લીધે તે રોગ દૂર કરવામાં ઘણી ઉપયોગી થાય છે. અર્જુન ની છાલ થી હર્દય રોગ, ક્ષય ,પિત્ત, કફ, શરદી, ખાંસી,વધુ કોલેસ્ટ્રોલ,મોટાપણું જેવી બીમારી ને દૂર કરવામાં મદદ મળે છે. આ ઉપરાંત તે મહિલા ઓ માટે પણ ઘણું ઉપયોગી છે. ખૂબસૂરતી વધારવાની ક્રીમ માં તેમંજ સ્ત્રી રોગ માં પણ ઘણી ઉપયોગી છે.

સ્તન કેન્સર ને રોકે છે અર્જુન ની છાલ.

ઘણા રિસર્ચ માં ખુલાસા થયા છે કે અર્જુન ઝાડમાં કસુરિનિન નામનું રાસાયણિક ઘટક જોવા મળે છે. જેના કારણે શરીર માં કેન્સર ની કોશિકાઓ શરીર માં ફેલાતી નથી. વિશેષકર સ્તન કેન્સર ની કોશિકા ને રોકવામાં અર્જુન ની છાલ મદદ કરે છે. જો દૂધ માં આ ઝાડ ની છાલ નો પાવડર કરી ને નાખી ને પીવાથી સ્તન કેન્સર માં રાહત મળે છે.

હર્દય ના રોગ માટે રામબાણ ઔષધિ.

Image Source

અર્જુન ની છાલ દિલ ના રોગી માટે ખૂબ અસરકારક ઔષધિ છે. જેમનું કોલેસ્ટ્રોલ વધેલું છે અને થોડું પણ ચાલવા પર સ્વાસ ફુલે છે તો તેમણે અર્જુન ની છાલ ના પાવડર ની ચા પીવી. અર્જુનની છાલ ધમનીઓમાં જમા થયેલ  કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લાઇસેરાઇડ્સને ઘટાડે છે. જેનાથી હર્દય ને લોહી પહોંચડનારી ધમનીઓ સારી રીતે કામ કરે છે. એક વાત હમેશા યાદ રાખજો કે કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લાઇસેરાઇડ્સન વધુ વધવાથી દિલ માટે ઘટક બની શકે છે. જેનાથી હાર્ટ અટેક પણ આવી શકે છે. આવા લોકો એ અર્જુન ની છાલ ને કોઈ ના કોઈ રૂપે લેવું જોઈએ.

ડાયાબિટિસ ના રોગી આ રીતે કરો અર્જુન ની છાલ નો ઉપયોગ.

અર્જુન ની છાલ એક સાથે ઘણી બીમારીઑ માથી રાહત આપે છે. કેન્સર તેમજ દિલ ની બીમારી સિવાય અર્જુન ની છાલ ડાયાબિટિસ માટે પણ ખૂબ લાભદાયી છે. પણ તેની સાથે જાંબુ ના ઠડીયા ને પીસી ને ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણ ને દરરોજ રાતે હૂંફાળા પાણી સાથે લેવાથી ડાયાબિટિસ માં રાહત મળે છે.

મોટાપણું રોકાઈ જાય છે.

Image Source

અર્જુન ની છાલ નો કાઢો પીવાથી મોટપા ની બીમારી નથી થતી. પાચનતંત્ર  તેના સેવન થી સારી રીતે કામ કરે છે. જો રોજ તેનું એક મહિના સુધી સેવન કરવામાં આવે તો તેનું રિજલ્ટ જલ્દી જ મળે છે. અર્જુન ની છાલ ઈમ્મુન સિસ્ટમ ને પણ મજબૂત કરે છે. જેનાથી શરદી ખાંસી ની તકલીફ નથી થતી.

મોઢા ની ચાંદી થાય છે દૂર.

અર્જુન ની છાલ આમ તો પેટ સાફ કરે છે. અને તેની તાસીર ઠંડી હોય છે. જો તેનું સેવન રોજ કરવામાં આવે તો મોઢા માં ચાંદી નથી પડતી. તે ઉપરાંત તે લોહી ને પાતળું કરવામાં મદદ કરે છે. તેનાથી હાઇ બ્લડ પ્રેશર ની સમસ્યા પણ દૂર થાય છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

1 thought on “ઘણી બીમારીઓ માથી રાહત આપે છે અર્જુન ની છાલ, આ રીતે કરો ઉપયોગ..”

Leave a Comment