શું તમે પણ ઉનાળામાં ત્વચાની સંભાળ માટે આ પ્રકારની ભૂલો તો નથી કરી રહ્યા?

ઉનાળામાં ત્વચાની વધારે સંભાળની જરૂર હોય છે, પરંતુ ઘણીવાર આ સંભાળને લઈને કેટલીક ભૂલ પણ થઈ જાય છે.

ઉનાળામાં ત્વચાની સંભાળ માટે આપણે શું નથી કરતા. વધારે તડકો અને ગરમીને કારણે ત્વચા તો કાળી પડેજ છે સાથેજ ખીલ ફોડલીઓ નીકળે છે અને ત્વચા ક્યારેક વધારે તૈલીય તો ક્યારેક એકદમ શુષ્ક થઈ જાય છે. આ બધી સમસ્યાઓથી બચવા માટે આપણે બ્યુટી પાર્લરમા જઈએ છીએ, ત્વચાના નિષ્ણાંતોને મળીએ છીએ અને ત્યાં સુધી કે ઘરેલુ ઉપચારો પણ કરીએ છીએ.

પરંતુ આ બધા વચ્ચે આપણે તેમ છતાં ત્વચાની સંભાળ વિશે ઘણી ભૂલો અને લાપરવાહી કરી બેસીએ છીએ. તો ચાલો જાણીએ કે તે ભૂલો કઈ છે?

  • ઘણા લોકો તડકામાં નીકળતા પેહલા સનસ્ક્રીન નથી લગાવતા અને જો લગાવે પણ છે તો તેને આ વાતની જાણકારી હોતી નથી કે તેને કેવી રીતે લગાવવી અને શરીરના કયા ભાગ પર લગાવવું. સાથેજ તે પણ જરૂરી હોય છે કે દિવસના ક્યાં સમયે કેવા પ્રકારનું સનસ્ક્રીન લગાવવુ જોઈએ અને તેનું એસપીએફ શું છે?
  • સનસ્ક્રીન બે પ્રકારના હોય છે – ફીજીકલ અને કેમિકલ. જો ફીજીકલ સનસ્ક્રીન લગાવી રહ્યા છો તો તે મેકઅપ કર્યા પછી સૌથી છેલ્લે લગાવો અને જો કેમિકલ સનસ્ક્રીન છે, તો તેને મેકઅપ પેહલા લગાવો. ફીજીકલ સનસ્ક્રીન ત્વચાની ઉપરની સપાટી પર જ રહે છે અને સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી રક્ષણ કરે છે. તેમજ કેમિકલ સનસ્ક્રીન ત્વચાને શોષી લે છે અને તે પાછળથી રૂપાંતરિત થાય છે અને અલ્ટ્રાવાયોલેટ કિરણોને ત્વચાથી દૂર રાખવામાં મદદ કરે છે.
  • ઘણી સ્ત્રીઓ સવાતે ત્વચાને સ્ક્રબ કરે છે, પરંતુ તે સાચું નથી. ભલે સ્ક્રબથી તમને થોડા સમય માટે નવો લુક અને ત્વચા મળી જાય, પરંતુ તે સૂર્યના કિરણોને ત્વચાની અંદર પ્રવેશવાની મંજૂરી આપે છે. ખરેખર સ્ક્રબ કરવાથી ત્વચાના મૃત કોષો દૂર થાય છે અને તેજ કોશિકાઓ સૂર્યના જોખમી રેડિયેશન વિરૂદ્ધ એક સુરક્ષા કવચનું કામ કરે છે.

ગરમીના પ્રકોપથી ત્વચાને બચાવશે આ ઘરેલુ ઉપાય.

  • ઘણીવાર એવું બને છે કે કોઈ સ્થળે જલ્દી પહોચવાના ચકકરમાં આપણે આપણા ચેહરાને લઈને લાપરવાહી કરી બેસીએ છીએ. ફેસવોશથી ફટાફટ મોઢું ધોઈ અને મેકઅપ કરીને નીકળી જઈએ. તે સમયે ભલે તે લાપરવાહીનો અનુભવ ન થાય, પરંતુ જ્યારે ત્વચા પર ખીલ અથવા બ્લેકહેડસ નીકળે છે ત્યારે સમજય છે કે આપણે શું કરી રહ્યા છીએ. ચેહરાની યોગ્ય સાફ સફાઈ ખૂબ જરૂરી છે. તેના માટે નિયમિત રૂપે કલિંજરથી ત્વચા સાફ કરો અને મસાજ કરો.
  • ઘણી સ્ત્રીઓ ઉનાળા અને શિયાળાની ઋતુમાં ત્વચાને સાફ કરવા માટે એક પ્રકારના કલિંજરનો ઉપયોગ કરે છે, જ્યારે ત્વચાની સાર-સંભાળ અને તેની સાથે જોડાયેલ ઉત્પાદનોનો ઉપયોગ ઋતુ મુજબ કરવો જોઈએ. ઉનાળામાં ત્વચાની વધારે સફાઈ અને એક્સ્ફોલિયેશનની જરૂર હોય છે, જ્યારે શિયાળામાં સાધારણ એક્સ્ફોલિયેશન પ્રક્રિયા પણ ઉપયોગમાં લઇ શકાય છે.
  • ઉનાળામાં ત્વચા માટે ‘સક્રિય ચારકોલ’ જરૂરી છે.

  •  શું તમે તમારા ચેહરા પર દરરોજ મોઈશ્ચરાઈઝર લગાવો છો? લગભગ નહિ. ઋતુ ભલે ગમે તે હોય, પરંતુ ચેહરાને દરરોજ મોઈશ્ચરાઈઝ કરવું ખૂબ જરૂરી છે. તેનાથી ત્વચાના કોષો સ્વસ્થ અને મુલાયમ રહે છે અને ત્વચાને ચમક આપે છે. મોઈશ્ચરાઈઝર ન કરવાને કારણે ત્વચા ની ઉપરની સપાટી શુષ્ક થઈ જાય છે, જેના કારણે ત્વચા ધીમે ધીમે નિસ્તેજ થવા લાગે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *