શું તમે સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો!! તો આ મૂળભૂત બાબતોનું ખાસ ધ્યાન રાખો

જો તમે તમારા માટે સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો આ બેઝિક બાબતોનું ખાસ ધ્યાન તમારે જરૂર રાખવું જોઈએ.

મધ્યમ વર્ગના પરિવારમાં ફર્સ્ટ હેન્ડ કાર ખરીદવી એ કોઈ પડકારથી ઓછું નથી. આ કારણોસર, મોટાભાગના લોકો સેકન્ડ હેન્ડ કાર તરફ વળે છે, જેનો ઉપયોગ પહેલા કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો હોય. આવી સ્થિતિમાં સેકન્ડ હેન્ડ કાર ખરીદવી જેટલી બજેટ ફ્રેન્ડલી છે તેટલી જ જોખમી પણ છે. તેથી, સેકન્ડ હેન્ડ કાર ખરીદતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, જેથી કાર ખરીદ્યા પછી તમને પસ્તાવો ન થાય.

આજના લેખમાં અમે તમને જણાવીશું કે સેકન્ડ હેન્ડ કાર ખરીદતી વખતે તમારે કઈ મહત્વની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો ચાલો જાણીએ તે ખાસ વસ્તુઓ વિશે.

કાર નો સંપૂર્ણ ઇતિહાસ તપાસો

મોટાભાગની સેકન્ડ હેન્ડ કારમાં છેતરપિંડીનો ડર હોય છે કે, ક્યાંક કોઈ તમને ખોટી કાર ન આપી દે. આવી સ્થિતિમાં, તમારે કારના માલિક અને કાર સાથે સંબંધિત તમામ ઇતિહાસ જાણવો જોઈએ. જેથી તમને કાર સાથેના કોઈપણ અકસ્માતની સંપૂર્ણ જાણકારી હોય.

એક લોંગ ટેસ્ટ ડ્રાઈવ કરો

જ્યારે પણ તમે સેકન્ડ હેન્ડ કાર લેવાનું નક્કી કરો છો, ત્યારે સૌથી પહેલા કારની ટેસ્ટ ડ્રાઈવ કરો જેથી તમે કારની અંદરની કોઈપણ ખામીને જાણવામાં સરળતા રહે. ધ્યાન રાખવું કે ટેસ્ટ ડ્રાઈવ માત્ર થોડા અંતરની નહીં, પરંતુ 20 થી 25 કિલોમીટર લાંબી હોવી જોઈએ, જેથી કારની અંદર કોઈ આંતરિક ખામી હોય તો તેને સરળતાથી ચકાસી શકાય.

કારમાં આવી રહેલા અવાજોનું નોટિસ કરો

જો કારમાં કોઈ સમસ્યા હોય છે, તો તેમાંથી આવતા અવાજો સાંભળીને ખૂબ જ સરળતાથી જાણ થઈ જાય છે. તેથી કારને એક જગ્યાએ ઊભી રાખીને સ્ટાર્ટ કરો અને થોડીવાર માટે તેને ન્યુટ્રલ પર રાખો. ત્યાર પછી, કારની બધી બારીઓ ખોલી અને તમારી કારનો અવાજ સાંભળો. આવી સ્થિતિમાં, જો કારમાંથી કોઈ અવાજ આવે છે, તો ડીલર અથવા કાર માલિકને ફરિયાદ કરો.

કાર નું તાપમાન નોટિસ કરો

ટેસ્ટ ડ્રાઇવ માટે જતી વખતે, ખાતરી કરો કે કાર વારંવાર ગરમ તો થતી નથી. ટેસ્ટ ડ્રાઈવ પર ત્યારે જ જવું જ્યારે કારની હીટ સામાન્ય હોય, તાપમાન ટેસ્ટ કરવા માટે કારના બોનેટ પર હાથ રાખીને તપાસો, આનાથી ખબર પડશે કે કારની હીટ સામાન્ય છે કે નહીં.

ગાડી નો ધુમાડો ચોક્કસ તપાસો

ઘણીવાર જેમ કાર જુની થવા લાગે છે તેમ તેમાંથી ધુમાડો નીકળવા લાગે છે. તેથી, સેકન્ડ હેન્ડ કાર ખરીદીતી વખતે, ધુમાડાને એકવાર તપાસો, જેથી એન્જિન સંબંધિત કોઈ સમસ્યા હોય, તો તમને ખબર પડે.

કારના ચેસિસ નંબરને મેચ કરો

કાર ખરીદતી વખતે કારનો ચેસીસ નંબર અવશ્ય તપાસો. જો કાર અને પેપર પર લખેલ ચેસીસ નંબર સરખા ન હોય તો કાર ખરીદવાનું ટાળો, બની શકે કે કોઈ ફ્રોડ તમને વાહન વેચી રહ્યા છે.

દરેક જરૂરી ભાગને યોગ્ય રીતે તપાસવું

કારમાં એન્જિન અને મુખ્ય વસ્તુઓ ઉપરાંત, ઇલેક્ટ્રિકલ પાર્ટ્સ પણ તપાસો. ઉદાહરણ તરીકે, વિન્ડો અપ-ડાઉન સ્વીચ, ક્લચ, બ્રેક, બટન, મિલિંગ, હોર્ન, વાઇપર, સ્વિચ અને એક્સિલરેટર જેવી દરેક વસ્તુને સારી રીતે તપાસો.

નો ક્લેમ બોનસ અને વીમો ચેક કરો

સેકન્ડ હેન્ડ કાર ખરીદતા પહેલા, કારનો વીમો અને નો ક્લેમ બોનસ તપાસો. આમ કરવાથી તમે કારનો સાચો દર જાણી શકશો. એટલું જ નહીં, તમે કારના માલિક અથવા ડીલર સાથે વધુ સારી રીતે વાટાઘાટ પણ કરી શકશો. વીમા ક્લેમ જોઈને તમે એ પણ સરળતાથી જાણી શકશો કે આ કાર સાથે પહેલા કોઈ મોટો અકસ્માત થયો છે કે નહિ.

વિશ્વાસપાત્ર ડીલર કે માલિક ની પસંદગી કરો

જો તમારે કાર વિશે યોગ્ય માહિતી મેળવવી હોય તો વિશ્વાસુ ડીલર સાથે ડીલ કરો. જેથી પાછળથી છેતરપિંડી થવાનું જોખમ ન રહે. હાલમાં, દેશમાં એવી ઘણી કંપનીઓ છે જે સેકન્ડ હેન્ડ કાર વેચે છે, તેથી તમે પ્રયત્ન કરો કે વિશ્વાસપાત્ર કંપનીઓ સાથે જ ડીલ કરો.

તો આ કેટલીક બાબતો હતી જેના પર તમારે ધ્યાન સેકન્ડ હેન્ડ કાર ખરીદતી વખતે આપવું જોઈએ. જો તમને અમારો આ લેખ ગમ્યો હોય તો લાઈક અને શેર કરો, સાથે જ આવી માહિતી માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયેલા રહો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

image credit- findmefree.in, jdmagicbox.com and img.phihyundai.com,

Leave a Comment