શું તમારા પાર્ટનર સાથે ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો?તો પહાડોના આ સુંદર સ્થળો પર જવાનું ભૂલશો નહીં

Image Source

દર વર્ષે ભારતમાં દેશ વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફરવા આવે છે, જેમાંથી ઘણા લોકો પહાડો તરફ સવારી કરે છે. તેવું એટલે કે પહાડો પર લોકોને ફરવું, સમય વિતાવવો, પ્રકૃતિના અદ્દભુત નજારા જોવા ઘણા ગમે છે. જ્યાં ઘણા લોકો તેમના ગ્રુપમાં અથવા પોતાના ખાસ મિત્રો સાથે પહાડો પર ફરવાનું પસંદ કરે છે, તેમજ બીજી તરફ કેટલાક લોકોને એકલા ટુર પર જવાનું ઘણું પસંદ આવે છે. પરંતુ, કેટલાક લોકો તેમના જીવનસાથી સાથે નવા નવા સ્થળો પર ફવાનો પ્લાન બનાવે છે. યુગલ માટે પહાડો પર ફરવું પણ ઘણું સારું હોય છે, સાથેજ આ ક્ષણને તે રોમેન્ટિક ક્ષણમાં પણ બદલી શકે છે. આવી સ્થિતિમાં જો તમે પણ તમારા જીવનસાથી સાથે ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો અને હજી સુધી જગ્યા વિશે મુંઝવણમાં છો, તો અમે તમને ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના કેટલાક એવા સ્થળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જ્યાં તમે તમારા જીવનસાથી સાથે ફરવા જઈ શકો છો. તો ચાલો જાણીએ આ સુંદર અને હદયસ્પર્શી સ્થળો વિશે.

Image Source

શિમલા:

તમે તમારા જીવનસાથી સાથે હિમાચલ પ્રદેશમાં આવેલ શિમલામાં જઈ શકો છો, જેને પહાડોની રાણીના નામથી પણ ઓળખવામાં આવે છે. અહીં ફરવા માટે ઘણા સ્થળ છે, જેમકે માલ રોડ, ક્રાઇસ્ટ ચર્ચ, ચેલ, તાતા પાણી, કુફરી, નારકન્ડા, ઝાખું મંદિર, ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ એડવાન્સ સ્ટડી સાથે ઘણા સ્થળ શામેલ છે. દર વર્ષે અહી ઘણી સંખ્યામાં યુગલો આવે છે અને તેમની સાથે ઘણી સારી યાદો લઈને જાય છે.

Image Source

ચંબા:

ચંબા હિમાચલ પ્રદેશનું એક ખૂબજ સુંદર હિલ સ્ટેશન છે. દર વર્ષે અહીં મોટી સંખ્યામાં લોકો તેમના જીવનસાથી સાથે પહોંચે છે અને સુંદર મેદાનોમાં ખોવાઈ જાય છે. અહીં ઘણા દર્શનીય સ્થળો અને મંદિરો પણ આવેલ છે. અહીં રાત્રી નિવાસ માટે સારી હોટલો પણ છે. જો તમે તમારા જીવનસાથી સાથે શહેરની ધમાલથી દુર એકાંતમા રોમેન્ટિક ક્ષણો વિતાવવા માંગો છો, તો તે સ્થળ તમારા માટે યોગ્ય હોય શકે છે.

Image Source

ચૌકોરી:

ઉત્તરાખંડમાં આવેલું ચૌકોરી દરેક પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. આ સ્થળ ખુબજ સુંદર છે. આ સ્થળ નૈનિતાલથી લગભગ ૧૭૩ કિલોમીટર દુર આવેલું છે. અહીં તમને નંદાદેવી અને પંચચૂલી શિખરોના અદભુત દૃશ્યો જોવા મળી શકે છે. તેટલુંજ નહિ, અહી ચાના બગીચા પણ છે. આ ઉપરાંત અહી જીવનસાથી સાથે સમય વિતાવવા માટે દર વર્ષે મોટી સંખ્યામાં યુગલો આવે છે.

Image Source

ધંગારિયા:

ધંગારિયા ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલું એક ગામ છે. જો તમે તમારા જીવનસાથી સાથે કઈક એડવેન્ચર કરવા માંગો છો અને ટ્રેકિંગનો આનંદ લેવા ઇચ્છો છો, તો આ સ્થળ તમારા માટે એકદમ યોગ્ય છે. અહીં પહોંચવા માટે તમારે ગોવિંદ ઘાટથી ૧૩ કિલોમીટરની ટ્રેકિંગ કરવી પડે છે. આ દરમિયાન તમારી મુલાકાત પ્રકૃતિના ઘણા સુંદર દૃશ્યોથી પણ થાય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment