શું તમે તમારી ઉંમર થી વધારે વૃદ્ધ દેખાવ છો? તો આ ભૂલો કરવાથી બચવું જોઈએ.

આજકાલની બદલાતી ખાણીપીણીમાં અને વ્યસ્ત જીવનશૈલીમાં ન જાણે કેટલીય છોકરીઓ છે, જે પોતાની ઉંમર કરતાં વધુ વૃદ્ધ દેખાય છે ચાલો જાણીએ આ કારણો વિશે.

Image Source

આજકાલની વ્યસ્ત જીવનશૈલીમાં લોકો પોતાની તરફ સારી રીતે ધ્યાન આપી શકતા નથી. આખો દિવસ ઓફિસ ની ચિંતા અને રાત્રે ઘરના કામમાં એટલા ગૂંચવાઈ જાય છે કે તેમની દિનચર્યા જ અસ્ત-વ્યસ્ત થઇ જાય છે. આ વિશે, મેહરીન મેકઓવરની નિષ્ણાત મેહરીન કોસર કહે છે કે ઝડપી જીવનમાં માણસ એટલો વ્યસ્ત થઈ ગયો છે કે તેની પાસે પોતાના માટે પણ સમય નથી હોતો. જેનું પરિણામ એ છે કે તેઓ તેમની ઉંમરથી વધુ વૃદ્ધ દેખાવા લાગે છે. જો તમને પણ લાગે છે કે તમે તમારી ઉંમર કરતાં વૃદ્ધ દેખાવ છો, તો આજે આ ભૂલોનું પુનરાવર્તન કરવાથી બચો.

પાણી ઓછું પીવું:

મેહરીન કહે છે કે ચેહરા ની સુંદરતા વધારવા માટે પાણી ખુબ જ જરૂરી હોય છે. તેથી ત્વચાની ચમક જાળવી રાખવા માટે જરૂરી છે કે તમે વધારેમાં વધારે પાણીનું સેવન કરો. તમારે દિવસમાં ઓછામાં ઓછા આઠ થી છ ગ્લાસ પાણી જરૂર પીવું જોઈએ, જેનાથી તમારા ચેહરાની ચમક જળવાઈ રહે છે. આ વાતનું ધ્યાન રાખવું કે શરીરમાં પાણીની ઉણપ ન આવે. કેમકે જ્યારે તમે ઓછું પાણી પીવો છો ત્યારે તમારી ત્વચા અને તમારું શરીર હાઈડ્રેટ રહેતું નથી અને તમે તમારી ઉંમર થી વધારે વૃદ્ધ દેખાવા લાગો છો. શરીરમાં પાણીની ઉણપ થી બારીક રેખાઓ અને કરચલીઓ દેખાવા લાગે છે. આ ઉપરાંત વધારે ખાંડનું સેવન પણ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. તેથી આહારમાં ખાંડની માત્રા ઓછી કરો.

વધારે પડતું સૂર્યના સંપર્કમાં આવવું:

જ્યારે તમે સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવો છો, ત્યારે તેની અસરને કારણે તમારી ત્વચા બળવા લાગે છે. તેથી, વધુ સૂર્યપ્રકાશ ના સંપર્કમાં આવવું એ પણ તમને વૃદ્ધ દેખાવાનું એક કારણ છે. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી તમારે સીધા સૂર્યપ્રકાશમાં સંપર્કમાં આવવું નહીં. જો તમે તડકામાં બહાર નીકળી રહ્યા છો, તો ચહેરા પર સનસ્ક્રીન લગાવવાનું ભૂલશો નહીં. આ સિવાય તમે તમારા ચહેરાની સ્ટોલ અથવા દુપટ્ટાથી પણ ઢાંકી શકો છો.

વધારે પડતા ફેશિયલથી બચવું:

Image Source

આમ તો એક ચોક્કસ ઉંમર પછી ફેશિયલ નિયમિત રીતે કરાવી શકો છો પરંતુ જરૂર કરતાં વધારે ફેશિયલ કરાવવાથી પણ તમારી ત્વચાને નુકસાન પહોંચી શકે છે. વધારે ફેશિયલથી ત્વચા ઢીલી થઈને લબડી જાય છે જેનાથી તમે ઉંમરથી વધારે વૃદ્ધ દેખાશો. તમે ફેશિયલના બદલે ક્લિન્ઝિંગ કરાવી શકો છો, તેનાથી ત્વચાની ચમક જળવાઈ રહે છે.

મોબાઈલનો વધુ પડતો ઉપયોગ:

આજકાલ મોબાઈલ ફોન જીવનનું એક અભિન્ન અંગ બની ગયું છે. લોકો આખો દિવસ તેનો ઉપયોગ કરે છે, પરંતુ તેમાંથી નીકળતા રેડીએશન તમારી ત્વચાને ભારે નુકસાન પહોંચાડે છે, જેનાથી ત્વચામાં કરચલીઓ દેખાવા લાગે છે અને તમે ઉમર કરતા વધુ વૃદ્ધ દેખાવા લાગો છો.

પૂરતી ઉંઘ ન થવી:

ત્વચા ના વૃદ્ધત્વના સૌથી મોટા કારણોમાંથી એક સૌથી મોટું કારણ છે પુરતી ઉંઘ ન થવી. જ્યારે તમારી ઊંઘ પૂર્ણ થતી નથી ત્યારે તમારો ચેહરો હંમેશા આળસથી ભરેલો જોવા મળે છે, સાથે જ આંખ નીચે થતા કાળા કુંડાળા પણ તમને ઉંમર કરતાં વધારે વૃદ્ધ બતાવે છે.

માદક પદાર્થોનું સેવન:

ઘણીવાર છોકરીઓ દારૂ અને સિગારેટ નું વધારે સેવન કરે છે, જેનાથી તેની ત્વચા પર તેમની અસર જોવા મળે છે, સાથે જ શરીરના આંતરીક ભાગો પર પણ આ માદક પદાર્થો ખરાબ અસર પાડે છે.

ઉપર્યુક્ત ભૂલોને કારણે તમે સમયથી પહેલાં જ વૃદ્ધ દેખાવ છો. તેથી તમારે આ ભૂલો કરવાથી બચવું જોઈએ અને તમારી ત્વચાની સુંદરતા વધારવી જોઈએ.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment