તમે બિરયાની ખાવાના શોખીન છો?? તો આ વેરાયટી ટ્રાય કરી જુઓ

Image Source

ભારતમાં હૈદરાબાદી બિરયાની, ચિકન બિરયાની ઉપરાંત પણ બિરયાની ની એવી ઘણી અલગ વેરાયટી છે જે ચોક્કસપણે બિરયાનીના ચાહકોને ખુબ પસંદ આવશે.

બિરયાની ઘણા પ્રકારની હોય છે જેમકે નોન વેજ બિરયાની અને વેજ બિરયાની વિશે તમે સાંભળ્યું જ હશે અને ચોક્કસપણે તમે પણ અજમાવી હશે. પરંતુ, ભારતના દરેક રાજ્યમાં અને શહેરમાં બિરયાની અલગ પ્રકારની બને છે અને તેના નામ પણ જુદા હોય છે. તો આજે અમે તમને બિરયાનીની ઘણી અલગ વેરાયટી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારે અજમાવવી જોઈએ અને તેનો સ્વાદ પણ તમને પસંદ આવશે.

Image Source

1. વેજ બિરયાની

તેને વેજ બિરયાનીના નામે પણ ઓળખવામાં આવે છે,વેજ બિરયાની બનાવવાની એક અલગ જ સ્ટાઇલ છે, જેના કારણે તે ઘણી પ્રખ્યાત છે. તે ઉત્તર ભારતના પ્રદેશમાં શાકાહારીઓમા મનપસંદ વ્યંજનોમાંથી એક બની ચૂકી છે. આ બિરયાનીમાં બટેકા, ગાજર, શાકભાજી અને ઘણા પ્રકારના મસાલા હોય છે, જે સ્વાદને વધુ સ્વાદિષ્ટ બનાવે છે.

Image Source

2. કીમા બિરયાની

કીમા બિરયાની દક્ષિણ ભારતીય લોકોની એક મનપસંદ ડીશ છે, જેમાં મસાલા, માસ અને સૂકા મેવા વગેરેને નાખી એક સાથે રાંધવામાં આવે છે. આ માસ અને સૂકા મેવા મિશ્રિત આ સ્વાદ ચોક્કસપણે બિરયાની ચાહકોને વધારે પસંદ આવશે, તેથી તેને તમે પણ જરૂર અજમાવી જુઓ.

Image Source

3. મખની પનીર બિરયાની

આ પનીર બિરયાની શાકાહારીઓ અને પનીર પ્રેમીઓ માટે એકદમ પરફેકટ ડીશ છે. મેવાને કારણે આ બિરયાની થોડી મીઠી લાગે છે, તેને કેસર અને ગુલાબ જળમાં બનાવવામાં આવે છે. ચોખાને પનીર અને મસાલાની સાથે સ્યુટ કરી મખની પનીર બિરયાની રાંધવામાં આવે છે. ઘણા લોકો આ બિરયાનીમાં બટેકા પણ નાખે છે.

Image Source

4. ચિકન બિરયાની

ચિકન બિરયાની બીજી બિરયાનીની સરખામણીમાં વધારે તીખી હોય છે, તેને અલગ અલગ મસાલા, ચિકન અને ચોખા સાથે તૈયાર કરવામાં આવે છે. રાયતા અને સલાડની સાથે ખુબ સ્વાદિષ્ટ સંયોજન બિરયાનીના ચાહકોને પસંદ આવશે.

Image Source

5. ફિશ બિરયાની

માછલી પ્રેમી માટે ફિશ બિરયાનીથી વધારે સ્વાદિષ્ટ વ્યંજન શું બની શકે? આ બિરયાનીને માછલી અને ચોખા સાથે તૈયાર કરવામાં આવે છે. કેહવામાં આવે છે કે આ બિરયાનીને તામિલમાં વધારે ખાવામાં આવે છે, તો તમે પણ આ બિરયાનીને અજમાવી જુઓ.

Image Source

6. લખનવી બિરયાની

લખનવી બિરયાની જેને અવધી બિરયાનીના નામે પણ ઓળખવામાં આવે છે, ઉતર ભારતની આ પ્રખ્યાત બિરયાનીને વરિયાળી, તજ અને કેસર વગેરે જેવા મસાલાથી બનાવવામાં આવે છે. તેને હંમેશા તહેવારોની વાનગી રૂપે ઉપયોગ કરવામાં આવે છે અને સામાન્ય રીતે તેને દમ શૈલીમાં રાંધવામાં આવે છે.

Image Source

7. કોલકતા બિરયાની

કોલકતા બિરયાની ચોખા અને મસાલેદાર ચિકનમાં હળવા મસાલા સાથે બનાવવામાં આવે છે અને તે કોલકતા, ભારત માંથી ઉદ્દભવે છે, જે બિરયાની ચાહકોને ઘણી પસંદ આવશે.

Image Source

8. સિંધી બિરયાની

સિંધી બિરયાની સિંધ ( આધુનિક પાકિસ્તાન )માંથી ઉદ્દભવી છે, ને મરચા અને મસાલાઓ સાથે તૈયાર આ બિરયાનીને ખાટો સ્વાદ આપે છે અને તેમાં બટેકા પણ ઉમેરવામાં આવે છે. ઘણા લોકો તેને ચિકન, મટન અને શાકભાજી સાથે બનાવે છે.

Image Source

9. અંબુર બિરયાની

અંબુર બિરયાની ટૂંકા અનાજના દાણા વાળા ચોખાની સાથે બનાવવામાં આવે છે અને તેનો સ્વાદ લગભગ ચિકન બિરયાની જેવો જ છે, કેમકે આ બિરયાનીના ચોખા થોડા મસાલેદાર હોય છે. તમે તેને જરૂર અજમાવો અને બિરયાનીનો આનંદ માણો.

Image Source

10. ડીંડીગુલ બિરયાની

આ બધી બિરયાની ઉપરાંત, આ બિરયાની નો અલગ સ્વાદ ચોક્કસપણે તમને ગમશે કારણકે તેનો સ્વાદ બીજી બિરયાની ઓની સરખામણીમાં થોડો જુદો અને સ્વાદિષ્ટ હોય છે. લીંબુ અને દહીંના કારણે બિરયાની નો સ્વાદ તીખો હોય છે. આ બિરયાની મા સામાન્ય રીતે ઘેટાં નું બચ્ચું અથવા ચિકનનો ઉપયોગ કરવામાં આવે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment