શું તમે પણ પુલાવ અને ભાત થી કંટાડ્યા છો? આજે જ બનાવો ભાત ની નવી રેસીપી એ છે મસાલા ભાત

Image Source

આજે અમે તમને મસાલા ભાત બનાવવાની રેસિપી શીખવાડવા જઈ રહ્યા છીએ. તેને બિસી બેલે ભાત પણ કહેવામાં આવે છે. તે દક્ષિણ ભારતીય વાનગી છે, જે કર્ણાટકમાં ખૂબ પ્રખ્યાત છે. તેને દહીં, રાયતા અથવા ધાણાની ચટણી સાથે ખાવામાં આવે છે. જો તમે પુલાવ અથવા બિરયાની ખાઈ ને કંટાડ્યા છો તો તમે આ વાનગી અજમાવી શકો છો. જે લોકોને ચટપટું ખાવાનું ગમે છે તેમને આ વાનગી ગમશે.

મુખ્ય સામગ્રી

  • 4 – ચેરી ટોમેટોઝ
  • જરૂરી શાકભાજી
  • 2 ચમચી બાસમતી ચોખા
  • 2 ચમચી સૂર્યમુખી તેલ
  • 1//૨ કપ ઘી
  • સરસવ
  • તજ જરૂરિયાત મુજબ
  • 4 – લવિંગ
  • જરૂરિયાત મુજબ જાયફળ
  • 1 મુઠ્ઠીભર કાજુ
  • 2 – લાલ મરચું
  • લીમડો
  • જરૂર મુજબ હળદર
  • જરૂરિયાત મુજબ નાળિયેર
  • જરૂરિયાત મુજબ ગોળ
  • જરૂર મુજબ મીઠું
  • 1 ચમચી તુવેર ની દાળ
  • જરૂર મુજબ હિંગ

વિધિ

Image Source

સ્ટેપ 1:

એક કુકર માં 1 કપ તેલ ગરમ કરો. હવે તેમાં 2-3 મોટી ચમચી ઘી નાખો. ત્યારબાદ તેમાં 1 ચમચી રાઈ,  1-2ટુકડા તજ, 2-3 લવિંગ, 1 જાયફળ, 6-7 કાજુ, 3-4 સુકા લાલ મરચાં અને થોડાક લીમડા ના પાન નાખી ફ્રાય કરો.

Image Source

સ્ટેપ 2:

હવે તેમાં એક ચપટી હળદર અને એક ચપટી હિંગ પાવડર નાખો. પછી જીણી સમારેલ શાકભાજી (ગાજર, વટાણા, બટાકા અને લીલા બીન્સ) અને જીણી સમારેલ ડુંગળી  ઉમેરો. હવે તેમાં 1 બાઉલ સમારેલા ટામેટાં ઉમેરી બરાબર મિક્ષ કરી લો. બધી શાકભાજી સારી રીતે મિક્ષ થઈ જાય પછી તેમાં 1 કપ બારીક કરેલ નાળિયેર નાખો. ત્યારબાદ તેમાં 5 ચમચી ભાત મસાલા પાવડર નાખી બરાબર મિક્ષ કરી લો.

Image Source

સ્ટેપ 3:

પલાળેલા દાળ અને ભાત ઉમેરો (અમે તેમને થોડા સમય માટે પલાળી લીધા હતા). હવે તેમાં પાણી ઉમેરો (જેમાં ચોખા સંપૂર્ણ રીતે પલાળી જાય). હવે તેમાં ગોળના 2-3l નાના ટુકડા નાંખો અને પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખો.

Image Source

સ્ટેપ 4:

હવે કૂકરને ઢાંકી ને 2-3 સિટી વાગે ત્યાં સુધી પકાવો. મસાલા ભાત તૈયાર છે! ભાત ને સર્વિંગ બાઉલમાં કાઢો તેની ઉપર 1 ચમચી ઘી નાખો, તેનાથી સ્વાદ પણ વધશે. આ ભાત ને દહીં, રાયતા અથવા સીતાફળની ચટણી સાથે સર્વ કરો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment