ચોમાસામાં ઓઈલી સ્કીનથી છો પરેશાન ? એકવાર જરૂરથી અજમાવો આ દેશી ઉપાય

ઓઈલી સ્કીન ધરાવતા ચહેરાને સાફ કરવા માટે હંમેશાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો રહે છે. ઓઈલી સ્કીનના લીધે તમે ચહેરા પર કોઈ સારી ફેસ ક્રીમનો ઉપયોગ પણ કરી શકતા નથી કે મેકઅપ પણ કરી શકતા નથી.  ઓઇલી સ્કીન માત્ર છોકરીઓને જ હોય એવું નથી આ સમસ્યા સૌથી વધુ છોકરાઓમાં પણ જોવા મળે છે.  છોકરાઓના ચહેરાની સ્કીન સૌથી વધુ ઓઈલી હોય છે. આ ઓઇલી સ્કીન રીલેટિવ સમસ્યાને દૂર કરવા માટે તમારા માટે અમે આ ખાસ ટિપ્સ લાવ્યા છે જે તમને  ઓઇલી સ્કીનની સમસ્યાથી છુટકારો અપાવશે.

image source

– ઘરમાંથી બહાર નીકળતા સમયે હંમેશા ચહેરાને ઢાંકીને બહાર નીકળો. તેની સાથે કોમ્પેક્ટ પાઉડર પણ લગાવી તેનાથી ચહેરા પર ધૂળ -માટી દૂર લાગશે.

– ચહેરાને ફ્રેશ રાખવા માટે કાકડીના રસનો ઉપયોગ કરો. કાકડીના રસમાં લીંબુનો રસ મિક્સ કરો. તેને બરાબર મિક્સ કર્યા બાદ 15 મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખો અને ઠંડા પાણીથી ધોઇ લો.

image source

– અઠવાડિયામાં એક વાર જરૂરથી સ્ક્રબ કરો. આમ કરવાથી ધૂળ-માટી, મેકઅપ, ડેડ સેલ્સ નીકળી જાય છે અને ત્વચા સાફ થઇ જાય છે.

– રાત્રે સૂતા પહેલા ચહેરાને બરાબર સાફ કરો. આમ કરવાથી ચહેરા પર લાગેલી ધૂળ માટી સાફ થઇ જશે અને ત્વચા પરની ગંદકી પણ દૂર થશે.

image source

– લીમડાના પાનને ઉકાળીને ગાળી લો. આ પાણીને ટોનરની જેમ ચહેરા પર લગાવી લો. તેને લગાવવાથી તૈલી ત્વચા પરથી ખીલ પણ દૂર કરે છે.

– ચહેરાથી ઓઇલ બહાર નીકાળવા માટે ચોખાના લોટમાં ફુદીનાના પાણી અને ગુલાબજળ મિક્સ કરીને લગાવો. તેને 10 મિનિટ સુધી લગાવ્યા બાદ નવશેકા પાણીથી ચહેરાને સાફ કરી લો.

image source

– ઓઇલી ત્વચા વાળા યુવકોએ ક્યારેય પણ ક્રીમ કે લોશનનો ઉપયોગ ન કરવો જોઇએ. તમે ઇચ્છો તો સૂતા પહેલા એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. તેની સાથે જ ચહેરાને ધોવા માટે હંમેશા ઓઇલ ફ્રી ફેશવોસનો ઉપયોગ કરી ક્યારેય પણ ગ્લિસરીન યુક્ત સાબુનો પ્રયોગ ન કરો.

– ચહેરાના દાગ અને ધબ્બા હટાવવા માટે અઠવાડિયામાં એક વાર ચણાનો ફેસપેક જરૂરથી લગાવો. જેનાથી ખરાબ થઇ ગયેલી ત્વચા સરખી થવાની સાથે ચહેરા પરની કાળાશ પણ દૂર થાય છે.

image source

– તૈલી ત્વચા માટે ટામેટા રામબાણ ઉપાય છે. તેના ઉપયોગ કરવા માટે ટામેટાનો રસ નીકાળી લો. હવે રસને કોટન (રૂ)ની મદદથી ચહેરા પર લગાવો. રોજ તેનો ઉપયોગ કરવાથી ચહેરા પરનું ઓઇલ નીકળી જાય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment