શું તમે ખરતા વાળથી પરેશાન છો!!! તો મેથીનો આ નુસખો અજમાવો અને બનાવો તમારા વાળ મજબૂત, કાળા અને ઘાટા

आपके भी झड़ते हैं बाल तो अपना लीजिए मेथी का ये नुस्खा, hair हो जाएंगे मजबूत, काले और घने

Image Source

મેથી વાળના સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારક હોય છે. તેની મદદથી તમે લાંબા અને મજબૂત વાળ મેળવી શકો છો.

જો તમારા વાળ પણ ઝડપથી ખરવા લાગ્યા છે તો આ જાણકારી તમારા માટે અગત્યની છે. જે લોકો કાળા, ઘાટા અને મજબૂત વાળ ઈચ્છે છે આ જાણકારી તેની મદદ પણ કરી શકે છે. આ જાણકારીમાં અમે તમારા માટે મેથીના ફાયદા લઈને આવ્યા છીએ.

મેથીને વાળના સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક માનવામાં આવે છે. નિયમિત રૂપે વાળમા મેથીનું પાણી લગાવવાથી ખોપરી ઉપરની ચામડી અને માથાને પોષણ મળે છે અને વાળના વિકાસમાં મદદ કરે છે. મેથીનો ઉપયોગ માથામાં લોહીનું પરિભ્રમણ વધારે છે, જેનાથી તમારી ખોપરી ઉપરની ચામડી મજબૂત થાય છે.

વાળ માટે મેથી ખૂબ જ ફાયદાકારક છે

મેથીના બીજ વાળ અને ખોપરી ઉપરની ચામડી માટે ખૂબજ ફાયદાકારક છે. તે ખોડો, ખંજવાળ વાળા ખોપરીની ચામડી ની સારવાર કરે છે. તે વાળ ખરતા અટકાવે છે અને તેને સ્વસ્થ બનાવે છે.

1. મેથી અને મીઠા લીમડાના પાન

 • એક મુઠી મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી દો.
 • બીજી સવારે તેને પીસીને એક પેસ્ટ બનાવી લો.
 • એક બ્લેન્ડરમાં એક મુઠ્ઠી તાજા મીઠા લીમડાના પાન નાખી અને થોડું પાણી નાખો
 • હવે એક ચીકણી પેસ્ટ તૈયાર કરવા માટે બ્લેંડ કરો.
 • તેને કાઢી બંને પેસ્ટને સાથે ઉમેરી લો.
 • આ ઘરે બનાવેલા મેથીના હેર માસ્કને વાળ પર લગાવો.
 • હવે તમારી આંગળી વડે ધીમે ધીમે મસાજ કરો.
 • આ ઉપરાંત તમારા લાંબા વાળ પર પણ લગાવો.
 • તેને એક કલાક માટે લગાવેલ રેહવા દો.
 • ત્યારબાદ શેમ્પુથી વાળ ધોઈ લો.
 • આ ઘરે બનાવેલા મેથીના હેર માસ્કનો અઠવાડિયામાં એક અથવા બે વાર ઉપયોગ કરી શકો છો.

2. દહીં અને મેથી

 • એક મુઠ્ઠી મેથીના દાણાને આખી રાત થોડા પાણીમાં પલાળી લો.
 • બીજા દિવસે મેથીના બીજને પીસીને પેસ્ટ બનાવી લો.
 • મેથીની પેસ્ટમાં અડધો કપ દહી ઉમેરી હેર માસ્ક તૈયાર કરી લો.
 • હવે વાળ અનેખોપરી ઉપરની ચામડી પર લગાવો અને ધીમે ધીમે આંગળીઓથી મસાજ કરો.
 • એક કલાક માટે માસ્કને તેમજ લગાવેલ રેહવા દો અને પછી શેમ્પૂથી ધોઈ લો.
 • આ ઘરે બનાવેલા હેર માસ્કનો અઠવાડિયામાં બે વાર લગાવી શકો છો.

૩. હિબિસ્કસ અને મેથી

 • એક મુઠી તાજા લાલ હિબિસ્કસ ફૂલ અને પાન લો.
 • તેને સરખી રીતે ધોઈને પાંદડીઓ અલગ કરી લો.
 • તેને પાનની સાથે ગ્રાઇન્ડ કરી લો.
 • થોડું પાણી નાખી પીસી અને પેસ્ટ બનાવી લો.
 • તેને કાઢીને એક વાસણમાં રાખી દો.
 • તેમાં 1-2 ચમચી મેથીનો પાવડર ઉમેરો.
 • તેને એક સાથે ઉમેરો અને આ મિશ્રણને ખોપરી ઉપરની ચામડી પર લગાવો.
 • ત્યારબાદ સરખી રીતે મસાજ કરો.
 • શાવર કેપ પેહરી અને માસ્કને 30-40 મિનિટ સુધી લગાવેલ રેહવા દો.
 • હવે વાળને શેમ્પૂથી ધોઈ લો.
 • આ ઘરે બનાવેલા મેથીના હેર માસ્કને અઠવાડિયામાં એક અથવા બે વાર ઉપયોગ કરી શકો છો.

4. આંમળા અને મેથી

 • એક વાટકીમાં બે મોટી ચમચી આંમળાનો પાઉડર લો.
 • હવે બે ચમચી મેથીનો પાઉડર લો અને એક સાથે ઉમેરો.
 • સ્મુથ પેસ્ટ તૈયાર કરવા માટે તેમાં થોડું પાણી ઉમેરો.
 • તેનાથી આંગળીઓ વડે ખોપરી ઉપરની ચામડી પર હળવા હાથથી મસાજ કરો.
 • તમારા વાળને એક બનમાં બાંધો અને એક શાવર કેપ પેહરો.
 • ઘરે બનાવેલા આ મેથીના હેર માસ્કને લગભગ 20-30 મિનિટ માટે તેમજ લગાવેલ રેહવા દો.
 • પછી તેને એક માઇલ્ડ શેમપુથી ધોઈ લો.
 • અઠવાડિયામાં તેનો એક વખત જરૂર ઉપયોગ કરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment