શું તમે રસોડા અને બાથરૂમમાં ફરતા વંદા થી પરેશાન છો? તો તરત અપનાવો આ કમાલની ટ્રીક 

Image Source

વંદાના કારણે તમને ફૂડ પોઈઝનીંગ અને ઈન્ફેક્શન ની બીમારી થઇ શકે છે. તેથી વંદાને ઘરથી દૂર રાખવા ખૂબ જ જરૂરી છે.

શું તમે પણ વંદા થી પરેશાન છો? શું તમારા ઘરના બાથરૂમ અને રસોડામાં વંદા દેખાય છે. આ વંદા આપણા રસોડાના અને બાથરૂમના ગટરની પાઈપ માં પોતાનું ઘર બનાવી લે છે. અને ખૂબ જ જલ્દી આખા ઘરમાં ફેલાઈ જાય છે. વંદા ઘણીવાર રસોડામાં મૂકેલી ખાવા-પીવાની વસ્તુઓની પાસે પણ પહોંચી જાય છે અને તેના કારણે આપણે બીમાર પણ પડી શકીએ છીએ. વંદાના કારણે આપણને ઇન્ફેક્શન અને ફૂડ પોઈઝનીંગ જેવી સમસ્યા થઈ શકે છે તમે આ પ્રકારની રીતને અપનાવીને વંદા થી છુટકારો મેળવી શકો છો.

વંદા ને દૂર કરવામાં બેકિંગ સોડા છે કારગર

બેકિંગ સોડા ની મદદથી વંદાને ભગાડવા ખૂબ જ આસાન છે.વંદા ભગાડવા માટે બેકિંગ સોડાને બાથરૂમની પાઇપમાં અને કિચન ની આસપાસ છાંટો. વંદાને બેકિંગ સોડાની સુગંધ પસંદ હોતી નથી અને તે પાઇપની બહાર નીકળશે જ નહીં. ત્યારબાદ ફરીથી 7 થી 8 કલાક પછી એક કપ ગરમ પાણી લો અને તેમાં બે ચમચી બેકિંગ સોડા ઉમેરો. ત્યારબાદ આ ધોળને પાઈપ માં નાખો તેનાથી દરેક વંદા મરી જશે.

વંદા ભગાડવા માટે બોરિક એસિડનો ઉપયોગ

ખરેખર એસિડના સંપર્કમાં આવવાના કારણે વંદા ના પગ અને પાંખ ચોંટી જાય છે અને જો કોઈ વંદા બોરીક એસીડ પીવે છે તો તેમનું મૃત્યુ થઈ જાય છે. બાથરૂમની પાઈપ અને રસોડાની સિંક ની આસપાસ બોરીક પાવડરનો છંટકાવ કરવાથી વંદા થી છુટકારો મેળવી શકાય છે.

સફેદ વિનેગર ની મદદથી ભગાવો વંદા

ઘરમાંથી વંદા ભગાડવા માટે સફેદ વિનેગર અને પાણીની બરાબર માત્રા લો અને બંનેને મિક્સ કરો. ત્યારબાદ આ ઘોળને પાઈપ માં નાખો. વિનગરની ગંધના કારણે દરેક વંદા ભાગી જશે અને પાઈપના રસ્તેથી નવા વંદા આવશે નહીં.

ગરમ પાણીના ઉપયોગથી મેળવો વંદાથી છુટકારો

વંદાથી છુટકારો મેળવવા માટે પાઇપના વચ્ચે વાળા ભાગમાં ઉકળતું પાણી નાખો. તેનાથી પાઇપની અંદર જમા થયેલી ગંદકી સાફ થઈ જશે. ગરમ પાણી પાઇપમાંથી થોડા થોડા સમયે નાખતા રહેવું જોઈએ. ગંદકીના કારણે વંદા આવતા નથી અને ગરમ પાણી પાઇપમાં નાખવાથી ઉપસ્થિત વંદા પણ મરી જાય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment