શું તમે ડિલિવરી પછી લટકી ગયેલા પેટથી પરેશાન છો? તો આ 4 યોગાસન તમારી જૂની ફિટનેસ લાવવામાં મદદ કરશે 

પ્રેગ્નેન્સીની શરૂઆતથી લઈને ડિલિવરી પછી પણ મહિલાઓને શરીરમાં ઘણા પ્રકારના બદલાવ થી પસાર થવું પડે છે. ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ નું વજન વધવું એ એક સામાન્ય બાબત છે.પરંતુ પ્રેગનેન્સી પછી વધેલું વજન અને પેટની ચરબીને ઓછી કરવી તેનાથી પણ પડકારજનક બની રહે છે જેના લીધે તે ક્યારેક તો જેમ અથવા ક્યારે ડાયટ નો સહારો લેતા નજર આવે છે ગર્ભમાં શિશુ ના કારણે જગ્યા બની જવાને લીધે માતા ના પેટની માંસપેશીઓ અને સંયોજી ઉત્તક ખેંચાઈ જાય છે અને તેના જ કારણે ડીલેવરી પછી મહિલાઓનું પેટ લટકવાનું શરૂ થઈ જાય છે જો તમે પણ આવી કોઈ પરેશાની માંથી પસાર થઇ રહ્યા છો તો તેને દૂર કરવા માટે દરરોજ કરો આ 4 યોગાસન.જેના મદદથી તમે મોટી આસાનીથી અમુક જ દિવસોમાં પોતાના પેટની લટકતી ચરબીને ઓછી કરી શકો છો.

 1 કપાલભાતિ

પ્રેગનેન્સી પછી કપાલભાતિ કરવાથી શરીરને ખૂબ જ ફાયદો મળે છે આ આસન શરીરના ઝેરી પદાર્થોને બહાર કાઢી ને આપણા મગજને તણાવ મુક્ત રાખવામાં પણ મદદ કરે છે કપાલ ભાતિ ને નિયમિત રૂપથી કરવાથી વજન ઓછું થવાની સાથે મોટાપાથી પણ ઘણી હદ સુધી છુટકારો મળે છે.

કપાલભાતિ કરવાની રીત

કપાલભાતિ કરવા માટે સૌથી પહેલા આપણે એક આરામદાયક મુદ્રા જેમકે સુખાસન પદ્માસન અથવા તો પદ્માસનમાં બેસીને પોતાની પીઠને સીધી રાખો અને આંખો બંધ કરો.હવે પોતાની હથેળીને પોતાના ઘૂંટણની ઉપરની તરફ પ્રાપ્તિ મુદ્રામાં રાખીને સામાન્ય રૂપથી શ્વાસ લો અને એક નાની લયબદ્ધ અને જોરદાર શ્વાસની સાથે શ્વાસ છોડતી વખતે ધ્યાન ધરો.પોતાના પેટ નો ઉપયોગ કરીને ફેફસામાંથી બધી જ હવાને જોરથી દબાવીને બહાર કાઢવાનો પ્રયાસ કરો.

2 વસિષ્ઠાસન

વશિષ્ઠાસન કરવાથી વ્યક્તિની બોડી ટોન હોવાની સાથે જ પેટ અને હાથ ઉપર જમા ચરબી પણ આસાનીથી ઓછી થઈ જાય છે આ આસન તમારા પગ હાથ અને પેટના મસલ્સને સ્ટ્રોંગ બનાવે છે.

વસિષ્ઠાસન કરવાની રીત

વસિષ્ઠાસન યોગ કરવા માટે સૌપ્રથમ યોગા મેટ પર સીધા ઉભા રહો હવે તમારા બંને હાથને ઉપર મૂકીને કમરને નમાવો ત્યારબાદ તમે તમારા બંને પગને પાછળની તરફ લઈ જતા સીધા રાખો આ દરમિયાન તમારા પુરા શરીરનો વજન તમારા બંને પગ અને હાથ ની આંગળીઓ પર રહેશે. ત્યારબાદ તમારા આખા શરીરનું વજન ડાબા હાથ પર આપો અને જમણા હાથને ઉપરની તરફ ઉઠાવો આ દરમિયાન તમારો ડાબા પગ ને ઉપર ની તરફ લઈ જાવ અને અને જમણા પગનું વજન ડાબા પગ પર હોવું જોઈએ હવે શ્વાસને અંદરની તરફ લેતા ડાબા હાથને ઉપરની તરફ થી તો રાખો જેનાથી તમારા બંને હાથ કે સીધી રેખામાં હોય.વસિષ્ઠાસન યોગમાં તમારા પગ શરીરનો ઉપરનો ભાગ અને માથું એક સીધી રેખામાં રહે છે તેને લગભગ દસથી વીસ સેકન્ડ માટે આ સ્થિતિમાં રહો ત્યારબાદ શ્વાસ છોડતાં ડાબા હાથને નીચે લાવો હવે આ ક્રિયાને વિપરીત દિશામાં ફરીથી કરો.

3 નૌકાસન

નૌકાસનનો નિયમિત અભ્યાસ કરવાથી પેટની ચરબીને ખૂબ જ જલ્દી ઓછી કરી શકાય છે નૌકાસન પેટના મસલ્સને મજબૂત બનાવવાની સાથે તમારી પીઠના નીચલા ભાગમાં આરામ પહોંચાડે છે. તે સિવાય આ આસન કબજિયાત જેવી સમસ્યાઓને દૂર કરવા માટે પણ ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. તથા વ્યક્તિના ડાયજેશન ને શ્રેષ્ઠ બનાવવા માટે મદદ કરે છે.

નૌકાસન કરવાની રીત

નૌકાસનકરવા માટે પીઠના બળ પર સૂઇ જાવ ત્યારબાદ તમારા બંને પગને એક સાથે જોડીને રાખો તથા હાથને પણ શરીર ની પાસે જ રાખો લાંબો ઊંડો શ્વાસ લો અને શ્વાસ છોડતી વખતે હાથ પગ છાતી અને માથું વગેરેનો ઉપરની તરફ ઉઠાવો. પગની એટલો ઊઠાવો જ્યાં સુધી તમારા પેટમાં ખેંચાણનો અનુભવ ન થાય ત્યાર બાદ શરીરનું બધું જ વજન તમારા નિતંબ ઉપર સંતુલિત કરવાનો પ્રયાસ કરો.

Image Source

4 સંતુલનાસન

દરરોજ સંતુલન આસન કરવાથી પેટ પર ઉપસ્થિત વધારાની ચરબીથી છુટકારો મળવાની સાથે જ જાંઘ,હાથ અને ખભાને પણ મજબુત બનાવવામાં મદદ કરે છે આ આસન કરોડરજ્જુ અને પેટના મસલ્સને પણ મજબૂત બનાવીને તંત્રિકા તંત્રના સંતુલનમાં સુધારો કરે છે.

સંતુલનાસન કરવાની રીત

સંતુલનાસન કરવા માટે સૌ પ્રથમ પેટના બળ પર સૂઈને તમારી હથેળી ને તમારા ખભાની નીચે રાખો અને ઉપરના શરીરને પેલ્વિક અને ઘૂંટણને ઉપરની તરફ ઉઠાવો. ત્યારબાદ ફર્સને પકડવા માટે તમારા પગની આંગળીઓનો પ્રયોગ કરો તથા ઘૂંટણને સીધા રાખો.સુનિશ્ચિત કરો કે ઘૂંટણ પેલ્વિક અને કરોડરજ્જુ એક સમાન રેખામાં હોય. તમારા કાંદાને ખભાની બિલકુલ નીચે રાખો અને તમારા હાથને પણ સીધા રાખવા જોઈએ આમ કરો કરતી વખતે થોડો સમય થોભો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment