શું તમે પણ કરી રહ્યા છો ટ્રેનમાં ટ્રાવેલિંગ? તો કોરોનાના બચાવ માટે અપનાવો આ ટિપ્સ

Image Source

જો તમે પણ ટ્રેનમાં લાંબી યાત્રા કરી રહ્યા છો તો આ ટિપ્સને જરૂરથી ફોલો કરો. તે તમને અને તમારા પરિવારને સુરક્ષિત રાખશે.

કોરોના ની બીજી લહેર એ દેશમાં ખૂબ કોહરામ મચાવ્યો છે લાખો લોકો આ સંક્રમણના કારણે પોતાનો જીવ ગુમાવી બેઠા છે અને આ સંક્રમણ ના દર્દ ને રોકવા માટે ઘણા રાજ્યોએ લગ્ન નો સહારો પણ દીધો હતો પરંતુ હવે સંક્રમણ ઓછું થતું દેખાય છે તેથી લોકડાઉનમાં પણ છૂટ આપવામાં આવી રહી છે. સરકારે પાછલા વર્ષની જેમ આ વર્ષે પણ ટ્રાન્સપોર્ટેશન બંધ કર્યું નથી. કોરોના કાળમાં લોકો બસ ટ્રેન વગેરેથી ટ્રાવેલિંગ કરે છે અને અમારી તમને માત્ર એ જ સલાહ છે કે જરૂરી ન હોય તો ટ્રાવેલ કરવાથી દુર રહો છો તમારું ટ્રાવેલ કરવાનો ખૂબ જ જરૂરી હોય તો અમુક વાતોનું ધ્યાન રાખો.

આ લેખને દ્વારા અમે તમને અમુક એવા ટ્રાવેલિંગ ટિપ્સ આપીશું જેનાથી તમારી લાંબી અને દૂર ને ટ્રેન ની યાત્રા સુખદ અને સુરક્ષિત રહેશે આવો જાણીએ અમુક એવી ટિપ્સ.

Image Source

1. ડબલ માસ્ક પહેરો

જ્યારે પણ તમે ટ્રેનથી કોઈ જગ્યાએ ટ્રાવેલ કરો છો તો આ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારે બે માસ જરૂરથી પહેરવા એપ્પલ અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અનુસાર બે માસ તમારા 85 ટકા જેટલા સંક્રમણનો બચાવ કરે છે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર એક માસ લગાવવાથી માત્ર 56.6 ટકા જ સંક્રમણથી બચાવ થાય છે. પરંતુ જો તમે બે માસ્ક પહેરો છો તો આ બચાવ 85 ટકા જેટલો વધી જાય છે. તમે બે માસ્ક માં એક માસ્ક સર્જિકલ અને બીજું માસ્ક કાપડનું યુઝ કરી શકો છો. માસ્ક લગાવતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે બંને માસ્ક ચોખ્ખા હોવા જોઈએ.

2. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો

ટ્રેનમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમનું પાલન કરવા માટે સરકારે નિર્ણય લીધો છે કે એક સીટ પર એક જ વ્યક્તિને ટિકિટ આપવામાં આવશે એવામાં તમે આ નિયમનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે તમે જેવા ટ્રેનમાં જાઓ પોતાની આરતી સીટ પર જઈને બેસો તથા સુઈ જાવ. બને ત્યાં સુધી લોકોથી દૂરી બનાવીને રાખો આવું કરવાથી તમે પોતાની અને બીજાની સુરક્ષા પણ સુનિશ્ચિત કરશો. 

Image Source

3. સીટને કરો સેનેટાઈઝ

ટ્રેનમાં ટ્રાવેલ કરતી વખતે તમે પોતાની સાથે મોટી સેનેટાઈઝર ની બોટલ રાખો. જેવા તમે ટ્રેનમાં જાવ છો સૌથી પહેલા પોતાની સીટને સેનેટાઈઝ કરો. તેને નાખીને ટિશ્યૂ પેપરથી સાફ કરી લો. સીટ સાફ કરતી વખતે હાથોમાં મોજા પહેરો અથવા તો હાથને યોગ્ય રીતે સેનેટાઈઝ અથવા તો સાબુથી સાફ કરો.

Image Source

4. ટ્રેનમાં ચાદર અને કંબલ જરૂર રાખો

 યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેલવેએ નિર્ણય લીધો છે કે આ પ્રકારની કોચમાં કંબલ અને ચાદર આપવામાં આવશે નહીં. ટ્રાવેલ કરતી વખતે પહેલાં તમે આ વાતનું ધ્યાન રાખો કે તમે પોતાની સાથે કંબલ અને ચાદર જરૂરથી લઈને જાવ. સૌપ્રથમ સીટને સેનેટાઈઝર કરીને ત્યારબાદ તેની ઉપર ચાદર પાથરો. જો તમે એસીમાં ટ્રાવેલ કરી રહ્યા છો તો મોટી ચાદર અને કંબલ લઈ જાઓ.

Image Source

5. ઘરેથી જમવાનું લઈને જાવ

સંપૂર્ણ ટ્રાવેલિંગ દરમિયાન આ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમે બહાર જમવાનું બિલકુલ ન જમો. જો તમારી યાત્રા લાંબી છે તો વધુ જમવાનું લઈને જાવ. અત્યારે બહારનુ જમવાનું તમારી માટે સુરક્ષિત રહેશે નહીં ટ્રાવેલ દરમિયાન પોતાની સીટ પર જ બેસો અને ઓછામાં ઓછા લોકો સાથે સંપર્કમાં આવો કોશિશ કરો કે અમુક સુકો નાસ્તો પણ પોતાની સાથે રાખો.

6. ટોયલેટ નો ઉપયોગ કરતી વખતે રાખો સાવધાની

જો તમે લાંબી યાત્રા કરી રહ્યા છો તો ટોયલેટ નો ઉપયોગ તમારે કરવું જ પડશે તેની માટે જ્યારે પણ તમે ટોયલેટ નો ઉપયોગ કરો ત્યારે સૌપ્રથમ ફ્લશ જરૂર કરો ઉપયોગ કર્યા બાદ ફરીથી તેને ફ્લશ કરો અને પછી તમારા હાથ સાબુથી સારી રીતે સાફ કરો.

જો તમે આ ટ્રાવેલ ટિપ્સને ફોલો કરશો તો તમારી યાત્રા ખૂબ જ સુખદ રહેશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment