શું તમે પણ પાચન સંબધી સમસ્યાથી પરેશાન છો ?…જાણો કેવી રીતે પાચનતંત્રને મજબૂત કરી શકશો…

આપણું પાચનતંત્ર આપણા સ્વાસ્થ્ય પર ઘણું નિર્ભર રહેતું હોય છે. લાંબા સમય સુધી જો તમે સ્વસ્થ રહેવા માગો છો. તો તમારુ પાચન તંત્ર પણ મજબૂત રહેવું જરૂરી છે. કારણકે જો પાચનતંત્ર બરાબર નહી હોય તો શરીરમાં ઘણી ખામીઓ સર્જાઈ શકે છે.

અમુક લોકોનું શરીર ઘણુંજ નાજુક હોય છે. તેમને જોઈને એવું લાગે કે જાણે તેઓ વ્યવસ્થીત ખાતા નથી. પરંતુ મોટા ભાગે જે લોકોનું શરીર નથી થતું તે લોકોને પાચન સંબંધી સમસ્યાઓ રહેતી હોય છે. આવા લાકો ખાવાનું તો ખાય છે. પરંતુ તેમનું પાચનતંત્ર ઠીક નથી રહેતું જેના કારણે તેમનો શરીરનો યોગ્ય રીતે વીકાસ નથી થતો.

જ્યા સુધી તમારુ પાચનતંત્ર મજબૂત નહી હોય ત્યા સુધી તમને કોઈ પણ બિમારી સામે રક્ષણ નહી મળે રહે. જો તમારે પણ તામારા શરીરને યોગ્ય ઘાટ આપવો હોય તો તમારું પાચનતંત્ર સારુ રહે તે ઘણું જરૂરી છે. માટે જો તમારું વજન વધારે છે. અથવાતો તમારુ પાચનતંત્ર ઠીક નથી તો તમારે આ લેખ જરૂરથી વાંચવો જોઈએ.

મોટા ભાગે લોકો પાચનતંત્રને મજબૂત રાખવા માટે મોટા મોટા ડૉક્ટરો પાસે જતા હોય છે. મોંઘી મોંઘી દવાઓ કરાવતા હોય છે. પરંતું આજે અમે તમને જણાવીશું કે જો તમારે તમારું પાચનતંત્ર મજબૂત રાખવું છે. તો તમે ઘરેલું ઉપચાર અને યોગ દ્વારા પણ તમારું પાચનતંત્ર મજબૂત કરી શકો છો.

Image Source

શું છે પાચનતંત્ર ?

આ લેખને વાંચતા પહેલા એ વાત જાણવી ઘણી જરૂરી છે કે આખરે પાચનતંત્ર શું હોય છે. આપણે જે પણ ખોરાક ખાઈએ છે તે ખોરાક જો બરોબર રીતે આપણા શરીરમાં પહોચે તેને આપણે પાચનતત્ર કહે છે. પાચનતંત્ર આપણા શરીરમાં ગયેલા ભોજનને એનર્જી અને પોષણ આપે છે. સાથેજ તેના કારણે આપણી રોગપ્રતિકારક ક્ષમતામાં પણ વધારો થાય છે.

જેંમનું પાચનતંત્ર મજબૂત હોય છે. તેની રોગ પ્રતિકારક શક્તિ પણ ઘણી સારી રહેતી હોય છે. જેથી તેના શરીરમાં જલ્દી કોઈ પણ રોગ નથી થતો. કારણકે મજબૂત પાચનતંત્રને કારણે આપણા શરીરને યોગ્ય પ્રમાણમાં વીટામીન અને મીનરલ્સ મળી રહેતા હોય છે. જેમનું પાચનતંત્ર મજબૂત નથી હોતું તે લોકોને યોગ્ય પ્રમણમાં વીટામીન અને મીનરલ્સ નથી મળતા જેના કારણે તેમને ગંભીર બિમારીઓનો સામનો કરવો પડે છે.

Image Source

પાચન તંત્ર ખરાબ કેમ થાય છે ?

અમુક લોકોને તેમનું ભાવતું ભોજન મળી જાય તો તેઓ તે ભોજનને હદ કરતા વધારે ખાઈ લે છે. જેના કારણે પછી તેમને પસ્તાવાનો વારો આવે છે. આ કારણોસર તમારા પાચનતંત્ર પર તેની ગંભીર અસર પડતી હોય છે. આપણા સ્વાસ્થ્ય પર આપણે ધ્યાન ન આપીએ તેના કારણે આપણા પાચનતંત્ર પર તેની અસર પડે છે. જેના કારણે આપણું વજન પણ ઘટી જાય છે. તેના પાછળ કયા કયા કારણો જવાબદાર છે. તેના વીશે આજે અમે તમને જાણાવીશું

  • એકજ જગ્યાએ વધું સમય બેસી રહેવું
  • ફાસ્ટફુડ કે જંકફુડનું વધારે પડતું સેવન
  • દિનચર્યા યોગ્ય ન રહેવી
  • ઉંઘ પૂરી ન મળવી
  • કામને લઈને ટેન્શનમાં રહેવું
  • શારિરીક શ્રમ ન લેવો
  • ખાવા પિવામાં કચાસ રાખવી
  • પાણી ઓછા માત્રામાં પીવું
  • તમ્બાકું કે સીગરેટનું સેવન કરવું
  • વધારે પ્રમાણમાં ભોજન કરવું
  • અનિયમિત ભોજન કરવું
  • મોડી રાત સુધી જાગતા રહેવું

આ તો વાત થઈ કે પાચનતંત્ર ખરાબ શા માટે થાય છે. પરંતું હવે અમે તમને જણાવીશું કે પાચનતંત્ર ખરાબ થાય ત્યારે આપણા શરીરમાં કયા લક્ષણો જોવા મળતા હોય છે.

પાચનતંત્ર ખરાબ થવાના લક્ષણો

જ્યારે આપણે આપણા સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન ન આપીએ જે વસ્તુઓ ભાવે તે ખાવાનું પાખીએ ત્યારે અમુક સમયે આપણા પાચનતંત્ર પર તેની અસર પડતી હોય છે. પાચનતંત્ર ખરાબ થાય ત્યારે નીચે જણાવેલા લક્ષણો તમને જોવા મળશે

  • કબજીયાતની સમસ્યા થવી
  • અપચો થવો
  • એસિડિટી વારંવાર થવી
  • પેટ સંબંધી સમસ્યાઓ વધી જવી
  • છાતીમાં બળતરા થવા
  • ડાયેરયા થવો

જો તમે લાંબા સમય સુધી સ્વસ્થ રહેવા માગો છો. સાથેજ તમારું પાચન તંત્ર પણ મજબૂત રાખવા માગો છો. તો તમારે આ નીયમોનું ખાસ પાલન કરવું જોઈએ કે જેથી કરીને તમારું પાચનતંત્ર મજબૂત રહેશે

વધારે પાણી પિવાનું રાખો

આપણા શરીર માટે પાણી પીવું ઘણુંજ જરૂરી છે. ખાસ કરીને મોટા ભાગના લોકો પાણી યોગ્ય પ્રમાણમાં નથી પિતા જેના કારણે તેમને ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. દિવસમાં ઓછામાં ઓછું 2 લીટર પાણી જરૂર પીવું જોઈએ. જેથી તમારું પાચનતંત્ર સારુ રહેશે. કારણકે આપણી શરીરમાં જો પાણી પૂરતા પ્રમાણમાં જશે તો ખોરાક સરળતાથી પચશે. જેથી પાચનતંત્રને મજબૂત રાખવા માટે તમારે પાણી ભરપૂર પ્રમાણમાં પીવું જીએ.

તમારી દિનચર્યા યોગ્ય રાખો

દરેક વ્યક્તિએ તેની દિનચર્ચા યોગ્ય રાખવી ઘણી જરૂરી છે, જો તમારી દિનચર્યા યોગ્ય નહી હોય તો પાચનતંત્ર સિવાય પણ તમારે ગંભીર સમસ્યઓનો સામનો કરવો પડી શકે છે.તમારી દીનચર્ચા સવારે ઉઠયા પછી રાતે સૂતા સુધી યોગ્ય પ્રમાણમાં હશે તો પાચનતંત્ર સારુ રહેશે. સાથેજ સમયસર ભોજન કરવાની આદત રાખજો. તમારો નીત્યક્રમ જો યોગ્ય રહેશે તો તમારું પાચનતંત્ર પણ મજબૂત રહેશે.

રાતે જલ્દી સુવાનું રાખો

ઘણા લોકો કામને કારણે મોડી રાત સુધી જાગતા રહેતા હોય છે. રાતે જો તમે જલ્દી સુઈ જશો તોજ તમે સવારે વહેલા ઉઠી શકશો પરંતુ જો રાતે મોડા સુવાનું રાખશો તો તમારા પાચનતંત્ર પર તેની ગંભીર અસર થઈ શકે છે. માટે રાતે ભોજન કર્યા પછી સુઈ જવાની આદત રાખજો તો તમારું પાચનતંઊ સારુ રહેશે.

ઉંઘ પુરતા પ્રમાણમાં લેવાનું રાખો

મોટા ભાગે લોકો આજની ભાગદોડ વાળી જીંદગીમાં પૂરતા પ્રમાણમાં ઉંઘ નથી લેતા જેના કારણે આપણા સ્વાસ્થ્ય પર તેની ગંભીર અસર થતી હોય છે. જો તમને ઉંઘ પૂરતા પ્રમાણમાં લેશો તો તમે તમારા શરીરને પણ ફિટ રાખી શકશો. સામાન્ય રીતે આપણા શરીર માટે 8 થી 9 કલાકની ઉંઘ જોઈએ. માટે આટલા કલાક જો તમે સુવાનું રાખશો તો તમને ઘણો ફાયદો મળી રહેશે.

ટેન્શનથી દૂર રહો

જે લોકો મોટા ભાગે ચીંતામાં રહેતા હોય છે. તે લોકોને તેની માનસીક અસર થતી હોય છે. માનસીક રીતે જ્યારે માણ બીમાર પડી જાય તો તેની અસર આપમા પાચનતંત્ર પર થતી હોય છે. માટે જો તમે તમારું પાચનતંત્ર મજબૂત રાખવા માગો છો. તો તમારે ટેન્શન ન લેવું જોઈએ.

જંક ફુડથી દૂર રહો

આજે મોટા ભાગના લોકો ઘરનું ઓછું ખાય છે. અને ફાસ્ટફુડ વધારે ખાતા હોય છે. પરંતુ સ્વાદના ચક્કરમાં ક્યારેય સ્વાસ્થ્ય સાથે ચેડા ન કરવા જોઈએ. વધારે પડતું જંકફુડ ખાવાથી આપણા પાચનતંત્ર પર તેની ખરાબ અસર થતી હોય છે. જેથી શક્ય બને તેટલું જંકફુડ ખાવાનું ટાળો તે વધારે સારુ રહેશે. ખાસ કરીને અત્યારે કોરોનાકાળમાં તો તમારે ઘરનુંજ વધારે ખાવું જોઈએ

શારિરીક શ્રમ લેવાનું રાખો

જે લોકો ક્યારેય પણ કોઈ પ્રકારનો શારિરીક શ્રમ નથી લેતા તેમનું પાચનતંત્ર જલ્દી નબળું પડી જાય છે. પોતાની દિનચર્યામાં હંમેશા શારિરીક શ્રમ પહેલા લેવો જોઈએ કારણે શરીરમાં જો હલન ચલન રહેશે તો તમારું પાચનતંત્ર મજબૂત રહેશે. જો તમે ક્રિકેટ જેવી રમત રમવાના શોખીન છો. તો તમારે તે પહેલા રમવી જોઈએ જેથી તમારું શરીર સ્વસ્થ રહેશે. સાથેજ તેના કારણે શારિરીક શ્રમ પણ શરીર પર પડશે.

યોગ્ય સમયે ભોજન કરવાની આદત રાખો

યોગ્ય સમયે જો તમે ભોજન કરવાની આદત રાખશો. તો તામરું પાચનતંત્ર મજબૂત રહેશે. ખાવા પિવા પર હંમેશા યોગ્ય પ્રમાણમાં સમય પર ધ્યાન આપવું જોઈએ બ્રેકફાસ્ટથી લઈને ડીનર યોગ્ય સમયે કરશો તો તમને વાંધો નહી આવે પરંતુ જો તમારો ખાવાનો સમય અનીયમીત છે. તો પછી તેના કારણે તમારા  પાચનતંત્ર પર તેની ગંભીર અસર પડી શકે છે.

ખાવા પીવામાં કચાસ ન રાખો

અમુક લોકો ભૂખ લાગે ત્યારે ભૂખને કંટ્રોલમાં કરી લેતા હોય છે. પરંતુ આપને જણાવી દઈએ કે ખાવાપિવામાં ક્યારેય પણ કચાસ કે પછી આળસ ન કરવી જોઈએ. કારણકે તેની સીધી અસર તમારા પાચનતંત્ર પર પડતી હોય છે. માટે જો તમારે તમારું પાચનતંત્ર મજબૂત રાખવું હોય તો તમે ખાવાપિવામાં ક્યારેય પણ કંજુસાઈ ન કરતા.

દારૂ અને સિગરેટથી દૂર રહો

દારૂ અને સિગરેટ આપણા સ્વાસ્થ્ય માટે સારા નથી આ વાતતો જગજાહેર છે. તેમ છતા પણ લોકો તેનું સેવન કરતાજ હોય છે. આપને જણાવી દઈએ કે દારૂ અને સીગરેટનું સેવન કરવાથી આપણા શરીર પર તેની ગંભીર અસર થતી હોય છે, જેથી શક્ય બને તો દારૂ અને સીગરેટથી દૂર રહેજો. તે સિવાય પણ ચા અને કોફી પણ બને તેટલી ઓછી પીશો તે તમારા સ્વાસ્થ્ય માટે સારુ રહેશે

વધારે ખોરાક ખાવાનું ન રાખો

ઘણા લોકોને ભાવતું ભોજન મળી જાય એટલે તેઓ વધારે પડતું ખાતા હોય છે. પરંતુ આપને જણાવી દઈએ કે શરીરમાં તેટલોજ ખોરાક ખાવાનું રાખો જેટલી તમને ભૂખ હોય વધારે પડતો ખોરાક ખાવાને કારણે તમારા પાચનતત્ર પર તેની ગંભીર અસર થતી હોય છે.

બેઠા બેઠા કામ ન કરશો

હાલ મોટા ભાગે લોકો વર્ક ફ્રોમ હોમ કરતા હોય છે. જેથી મોટા ભાગે લોકો લેપટોપ લઈને કામ કરતા હોય છે. આપને જણાની દઈએ કે એક ધારુ બેસી રહેવાને કારણે પણ આપણા શરીર પર તેની ગંભીર અસર થતી હોય છે. કારણકે બેસી રહેવાને કારણે આપણા પાચનતંત્ર પર તેની ગંભીર અસર થતી હોય છે. જેથી સતત બેસીને કામ કર્યા કરતા થોડાક થોડાક સમયે શરીરને હલન ચલન કરવાનું રાખો.

તળેલો ખોરાક ખાવાનું ટાળો

જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ આપણા શરીર માટે તળેલો ખોરાક પચવો ઘણો મુશ્કેલ બનતો જાય છે. જો આપણે ઓઈલી ખોરાક વધારે ખાઈ લઈએ તો ઉલ્ટી , અપચો અને ખાટા ડકાર જેવી સમસ્યા પણ થતી હોય છે. ખાવામાં ઓઈલ વધારે હોય તો પાચનતંત્ર પર તેની અસર થતી હોય છે. જેથી શક્ય બને તેટલો તળેલો ખોરાક ખાવાનું ટાળશો તો તે તમારા માટે સારુ રહેશે.

વધારે ફેટ વાળું ભોજન ન કરશો

અમુક ખાદ્ય પદાર્થોમાં વધારે પડતું ફેટ હોય છે. જેથી તે ખોરાક ખાતા પહેલા હંમેશા તમારે ધ્યાન રાખવું જોઈએ કારણકે વધારે પડતો ફેટ વાળો ખોરાક જો આપણે ખાઈ લઈએ તો આપણી પાચનક્રિયા ધમી પડી જાય છે. જેના કારણે પાચનતંત્ર પર ગંભીર અસર થતી હોય છે. માટે બને ત્યા સુધી વધારે પડતો ફેટ વાળો ખોરાક તમારે ન ખાવો જોઈએ.

દરરોજ વ્યાયામ કરવાનું રાખો

વ્યાયમ કરવો આપણા શરીર માટે ઘણો જરૂરી છે. તેના કારણે આપણાને ઘણા લાભ થતા હોય છે. દરરોજ જો તમે એક્સરસાઈસ કરવાનું રાખશો તમારું પાચનતંત્ર પણ સારુ રહેશે. પરંતુ શરીરને તમે કોઈ પણ પ્રકારનો શ્રમ નહી આપો તો તમારી પાચનક્રિયા પર તેની ગંભીર અસર પડી શકે છે.

જો તમારે તમારું પાચનતંત્ર મજબૂત કરવું છે તો તમારે કઈ કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ.

ઈલાયચીનું સેવન કરો

ઈલાયચીને આપણા પાચનતંત્ર માટે ઘણી ગુણકારી માનવામાં આવે છે. ખાસ કરીને સગર્ભા મહીલાઓ માટે તો ઈલાયચી ઘણી ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી ગંભીરમાં ગંભીર સમસ્યા પણ દૂર થઈ જતી હોય છે. જેમા પાચનને લગતી સમસ્યાઓ પણ દૂર થઈ જશે. ઈલાયચીનું સેવમ તમે ચા સાથે પણ કરી શકો છો. પરંતુ યોગ્ય પ્રમાણમા ચા પીશો તે વધારે સારુ રહેશે

આદુનુ સેવન કરો

આદુનું સેવન કરવાથી આપણા શરીરને ઘણા ફાયદાઓ મળી રહેતા હોય  છે જેમા આપણું પાચનતંત્ર પણ મજબૂત થાય છે. તેના રસને કારણે તમારી પાચન શક્તિમાં ઘણો વધારો થતો હોય છે. જો તમને પાચન સંબંધી સમસ્યા છે. તો તમે આદુનું સેવન કરી શકો છો.

લિંબુંનુ સેવન કરો

લીંબુ આપણા સ્વાસ્થ્ય માટે ઘણું સારું માનવામાં આવે છે. તેના સેવનથી આપણાને ઘણા લાભ મળી રહેતા હોય છે જેમા તમને પાચનસંબંધી સમસ્યાઓથી પણ રાહત મળી રહેશે. લીંબુંનુ સેવન કરવાથી તમારા શરીરમાં ગેસ જેવી સમસ્યા પણ દૂર થશે સાથેજ તમારુ પાચનતંત્ર પણ મજબૂત રહેશે.

સલાડ ખાવાનું રાખો

જો તમે સલાડ ખાવાનું રાખશો તો ખાવાની મજા પણ વધી જતી હોય છે. આપને ખ્યાલ ન હોય તો જણાવી દઈએ કે જો તમે સલાડ ખાવાનું રાખશો તો પાચન સંબંધી સમસ્યાઓથી તમને રાહત મળી રહેશે. ખાસ કરીને તમે સલાડમાં લીબું નાખી શકો છો. જેનાથી તમને ઘણો ફાયદો મળી રહેશે.

જામફળ ખાવાનું રાખો

જામફળ એક એવું ફળ છે કે જેના કારણે શરીરને ઘણા ફાયદાઓ મળી રહેતા હોય છે. જામફળમાં વિટામીન સી ફોસ્ફોરસ અને પોટેશિયમ જેવા તત્વો રહેલા હોય છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ઘણા સારા માનવામાં આવે છે. જામફળનું સેવન કરવાથી તમારા મગજ અને હ્રદયને ઘણા ફાયદાઓ થતા હોય છે. સાથેજ તામારું પાચનતંત્ર પણ મજબૂત થશે.

વરયાળી ખાવાનું રાખો

ખાસ કરીને મોટા ભાગના લોકો એસીડીટીને દૂર કરવા માટે વરયાળીનું સેવન કરતા હોય છે. સાથેજ છાતીમાં જો બળતરા થતા હોય તો રપણ અમુક લોકો વરિયાળીનું સેવન કરતા હોય છે. વરિયાળી આપણા સ્વાસ્થ્ય માટે ઘણીજ ફાયદાકારક છે. દરરોજ જો એક ચમચી તમે વરિયાળી ખાવાનું રાખશો તો તેનાથી પણ તમારુ પાચનતંત્ર ઘણું સારુ રહેશે.

એલોવેરાનું સેવન પણ ફાયદાકારક

પાચનતંત્રને મજબૂત રાખવા માટે તમે એલોવેરાનો ઉપયોગ પણ કરી શકો છો. એલોવેરાને કારણે તમને પાચન સંબંધી સમસ્યાઓથી રાહત મળી રહેતી હોય છે. સાથેજ શરીર પર જો સોજા ચઢી જાય તો પણ તમે એલોવેરાનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમને ઘણી રાહત મળી રહેશે.

હળદરનો ઉપયોગ કરવાનું રાખો

હળદરને આપણા શરીર માટે સૌથી વધારે ગુણકારી માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી તમને પાચન સંબંધી બધીજ સમસ્યાઓમાંથી રાહત મળી રહેશે. જેથી જો તમારે તમારું પાચનતંત્ર મજબૂત બનાવું હોય તો તમે હળદર વાળું દૂધ પી શકો છો. જેનાથી તમારું પાચનતંત્ર ઘણું મજબૂત રહેશે.

આમળાનું સેવન કરો

આમળાથી આપણા શરીરને ભરપૂર પ્રમાણમાં વિટામિન સી મળી રહેતું હોય છે. જો રેગ્યુલર તમે આમળાનું સેવન કરવાનું  રાખશો તો તમારું પાચનતંત્ર પણ મજબૂત રહેશે. આમળાને તમે પીસીને તેમા મરી મસાલો. હીંગ અને જીરા મસાલા નાખીને પણ તેનું સેવન તમે કરી શકો છો. તેનાથી તમને ઘણી રાહત મળી રહેશે

પપૈયાનું સેવન કરવાનું રાખો

પપૈયું આપણા સ્વાથ્ય માટે ઘણું સારુ માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી શરીરને ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો મળી રહેતા હોય છે. સાથેજ તેમા પપાઈન હોય છે. જેના કારણે આપણા શરીરને પ્રોટીન પૂરતા પ્રમાણ મળે છે. ઉપરાંત તેના કારણે આપણું પાચનતંત્ર પણ મજબૂત રહેતું હોય  છે.

કેળા ખાવાનું રાખો

કેળા તમે ગમે તે સીઝનમાં ખાઈ શકો છો. કેળા ખાવાથી તમારા શરીરને ઘણી રાહત મળી રહેતી હોય છે. તેનાથી શરીરને પુરતા પ્રમાણમાં કેલ્શિયમ પણ મળી રહે છે. સાથેજ કેળા ખાવાથી આપણા શરીરને પાચન શક્તિમાં પણ વધારો થાય છે. માટે શક્ય બને તો દરરોજ બે કેળા ખાવાનું રાખો જેથી તમારા શરીરને ફાયદો મળી રહેશે

તે સિવાય પણ તમે ભોજનમાં મગની દાળ, ચણા ઘઉ વધારે ખાવાનું રાખો. ઉપરાંત ફળમાં કેરી , જામફળ, અને નારંગી ખાવાનું રાખશો તો તમારું પેટ સાફ રહેશે. સાથેજ તમારું પાચનતંત્ર પણ મજબૂત રહેશે. જેથી હંમેશા શક્ય બને તેટલો પૌષ્ટીક આહાર લેવાનું રાખો.

મીત્રો આ તો વાત વાત થઈ કે કઈ વસ્તુઓ ખાવાથી તમારું પાચનતંત્ર સારુ રહેશે. પરંતું હવે અમે તમને જણાવીશું કે તમે ઘરેલું નુસ્ખા અજમાવીને પણ તમારું પાચનતંત્ર મજબૂત રાખી શકો છો.

  • જંમતી વખતે હંમેશા ખોરાકને વધારે વખત ચાવવાની આદત પાડો પછીજ તેને ખાવાનું રાખજો
  • દહીનું સેવન આપણા પાચનતંત્ર માટે ઘણુંજ ફાયદાકાર છે. જેથી જમતી વખતે દહી ખાવાનું રાખો
  • અનારનો રસ પીવાથી પણ આપણા પાચનતંત્ર મજબૂત થાય છે.
  • રોજ 3 ગ્રામ જેટલી કાળી રઈ લેશો તો પણ તમને કબજીયાતથી રાહત મળી રહેશે.
  • પાઈનેપ્પલનો રસ પણ આપણા માટે ઘણો ફાયદાકારક હોય છે.
  • જામફળના પાંદડામાં ખાંડ નાખીને તેવું સેવન કરવાથી તમારું પાચનતંત્ર મજબૂત થશે
  • હરડેનો મુરબ્બો પણ આપણા પાચનતંત્ર માટે ઘણા સારો હોય છે.
  • લીંબુ પર કાળું મરચું લગાવીને તેને ખાઈ શકો છો. કારણકે તેનાથી આપણું પાચનતંત્ર મજબૂત થાય છે.
  • હિંગનો ઉપયોગ કરવાથી પણ તમને ગેસ જેવી સમસ્યાથી રાહત મળશે સાથેજ તમારું પાચનતંત્ર મજબૂત થશે,

આ તો વાત થઈ કે ઘરેલું નુસ્ખાઓની પણ આપને ખ્યાલ ન હોય તો જણાવી દઈએ  કે તમે યોગ તેમજ આસન કરીને પણ તમારું પાચનતંત્ર મજબૂત બનાવી શકો છો. દરરોજ યોગ કરવાથી તમારા પાચમતંત્રમાં ઘણો ફેરફાર જોવા મળશે. જેથી અમે તમને દરેક યોગ વીશે વિગતવાર માહિતી આપીશું.

નૌકાસન

નૌકાસન કરવા માટે તમારે પીઠની નીચેની બાજુ ઉંઘવું પડશે. ત્યારબાદ તમારા પગ અને હાથને માથા બાજુ લાવો. થોડોક સમય સુધી આવી અવસ્થામાં રહીને પરત તમે જેવી અવસ્થામાં હતા. તેજ અવસ્થામાં આવી જાવ. આ આસનને નૌકાસન કહેવામાં આવે છે. જેને કરવાથી તમારા પાચનતંત્રમાં ઘણો સુધારો જોવા મળશે.

ત્રિકોણાસન

ત્રિકોણાસન કરતા પહેલા તમે સીધા ઉભા રહી જજો. બંને પગ વચ્ચે અમુક અંતર રાખજો. પછી ધીરે ધીરે શ્વાસ લઈને તમારા બંને હાથને ખભા પર લઈ જજો. ત્યારબાદ કમરને નમાવીને બંને હાથ વડે જમણા પગને અડો પછી ડાબા હાથને ઉપર અવકાશ તરફ લઈઇ જાવ ત્યારબાદ જમણા હાથને લઈ જજો. આ આસનને ત્રીકોણાસન કહેવામાં આવે છે. જે કરવાથી પણ તમારું પાચનતંત્ર ઘણું મજબૂત રહેશે.

પશ્ચિમોત્તાનાસન

આ આસન કરવા માટે તમે સૌથી પહેલા બેસી જજો બંને પગને સીધા કરીને બંન્ને હાથને ઉપરની તરફ લઈ જજો. ત્યારબાદ બંને હાથ નમાવીને તમારા પગના અંગૂઠાને અડજો. આવું કરવાથી તમને ઘણો ફાયદો થશે. જેમા ખાસ કરીને તમારા શરીરનું પાચનતંત્ર પહેલા મજબૂત થશે.

પ્લાવિની યોગ

પ્લાવિની પ્રાણાયામને કરવા માટે તમારા પેટમાં પહેલા શ્વાસ ભરજો ત્યારબાદ તમારા કંઠને છાતી લગાવીને બંધ કરી દેજો. ધીરે ધીરે શ્વાસ છોડીને તમે પહેલા જે મુદ્રામાં હતા. તે મુદ્રામાં આવી જજો. ઉલ્લેખનીય છે કે પ્લાવિની યોગ કરવાથી પણ આપણું પાચનતંત્ર મજબૂત થતું હોય છે.

અગ્રિસાર યોગ

અગ્રિસાર યોગ કરવા માટે પહેલા તમારા શ્વાસને છોડીને રોકી રાખજો. શ્વાસ જ્યારે રોકો ત્યારે પેટને નાભીની તરફ ખેચી રાખજો. આવું કરવાથી તમારુ પાચનતંત્ર મજબૂત થશે. ઉલ્લેખનીય છે કે અગ્રિસાર યોગ કરવાથી તમારા શરીરને અન્ય રોગો સામે પણ રક્ષણ મળી રહે  છે.

bhujangasana-yoga

ભુજંગાસન

ભુજંગાસન કરવા માટે પહેલા તમારા પેટને જમીન પર રાખજો બાદમાં બંને હાથને કમરની ઉપરની તરફ લઈ આવજો. બંન્ને હાથને ખુલ્લા રાખીને ધીરે ધીરે શરીરને આગળની તરફ લઈ જજો. આ આસન કરવાથી પેટને કસરત મળી રહે છે. સાથેજ તમારું પાચનતંત્ર પણ ઘણું મજબૂત રહેતું હોય છે.

વજ્રાસન

વજ્રાસન કરવા માટે તમે નમાજ પડી રહ્યા હોવ એવી મુદ્રામાં બેસી જાવ. બાદમાં તમારા શરીરનો ભાર તમારા પંજા અને પગ પર રાખજો . બને હાથને ઘુટણની તરફ ખેચીને ધીરે ધીરે શ્વાસ ઉંડો લો અને બાદમાં છોડો આવું કરવાથી તમારા શરીરને ઘણો ફાયદો મળી રહેશે. ખાસ કરીને આંવું કરવાથી તમારી પાચનતંત્ર મજબૂત થતું હોય છે.

ઉલ્લેખનીય છે કે જીવનમાં તુંદરસ્ત અને સ્વસ્થ્ય રહેવું હોય તો આપણું પાચનતંત્ર મજબૂત રહે તે ઘણું જરૂરી છે, જેથી તમે જે પણ ભોજન કરો તો પોષ્ટીક હોય તે વધારે સારુ છે. કારણકે તેનાથી તમારું પાચનતંત્ર મજબૂત રહેશે અને લાબાં સમય સુધી તમે સ્વસ્થ રહી શકશો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

 

Leave a Comment