શું તમને પણ દૂધથી એલર્જી છે? તો કેલ્શિયમની ઉણપને આ વસ્તુઓથી દૂર કરો

દૂધ અને દૂધમાંથી બનતી વસ્તુઓ કેલ્શિયમનો ઉતમ સ્ત્રોત હોય છે, પરંતુ ઘણા લોકોને દૂધ અને તેમાં રહેલ લેક્તોઝાથી એલર્જી થાય છે. તેવા લોકોને કેલ્શિયમની ઉણપને દૂર કરવા માટે ડોકટર દ્વારા જણાવવામાં આવેલ આ ૧૦ વસ્તુઓનું સેવન કરવું જોઈએ.

કેલ્શિયમ કેમ જરૂરી છે?

કેલ્શિયમ આપણા શરીર માટે જરૂરી ખનીજોમાંથી એક છે જે હાડકા, દાંત અને સ્નાયુઓને મજબૂત બનાવે છે. કેલ્શિયમની ઉણપ માટે કેલ્શિયમથી ભરપુર વસ્તુઓનો ભોજનમાં સમાવેશ કરવો જરૂરી છે. દૂધ સિવાય પણ ઘણીબધી વસ્તુઓમાં કેલ્શિયમ હોય છે, જેના કારણે તમે શરીરમાં કેલ્શિયમની ઉણપને દૂર કરી શકો છો.

૧. સોયાબીન:

પ્રોટીનની સાથે સોયાબીન અને તેમાંથી બનતી વસ્તુઓ કેલ્શિયમનો સારો સ્ત્રોત છે. સોયા દૂધ, સોયાબીન તેલ વગેરે પણ મળે છે. સોયા દૂધનો ઉપયોગ સામાન્ય રીતે ચા, કોફી અને સ્મુદી બનાવવા માટે કરવામાં આવે છે. જો તમને દૂધથી એલર્જી છે અથવા દૂધ પસંદ નથી તો સોયાબીન ખાઈને કેલ્શિયમની ઉણપને દૂર કરી શકાય છે.

૨. દાળ:

નાસ્તાનો સ્વસ્થ વિકલ્પ દાળ પણ કેલ્શિયમની ઊણપને દુર કરવામાં મદદરૂપ છે. ૩૫ ગ્રામ દાળમાં ૧૦૦ એમજી કેલ્શિયમ હોય છે. આ ઉપરાંત તેમાં વિટામિન અને ફાઇબર પણ ભરપૂર માત્રામાં હોય છે.

૩. પનીર:

દૂધમાંથી બનતું પનીર પણ કેલ્શિયમનો સારો સ્ત્રોત છે. પનીરને તમે ઘણી રીતે ખાઈ શકો છો. તેની શાકભાજી, પરોઠા, નાસ્તા વગેરે કોઈ પણ રીતે ખાઓ. પનીર સામાન્ય રીતે બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધાને પસંદ હોય છે, તો તેને ભોજનમાં સમાવેશ કરી કેલ્શિયમની ઉણપને દૂર કરો.

૪. બ્રોકોલી:

સામાન્ય રીતે શિયાળામાં બ્રોકોલી ખૂબ મળે છે. બ્રોકોલીનું સલાડ અથવા શાકભાજી બનાવીને ખાઈ શકાય છે. તે પણ કેલ્શિયમથી ભરપૂર હોય છે. બે કપ બ્રોકોલીમાં એક ગ્લાસ દૂધ જેટલું કેલ્શિયમ હોય છે. એટલું જ નહીં શરીરને તેનાથી મળતા કેલ્શિયમને ઝડપથી શોષી લે છે.

Image Source

૫. રાગી:

ઘણી રીતે ખનીજોથી ભરપૂર રાગીમાં કેલ્શિયમની પણ સારી માત્રા હોય છે. ૧૦૦ ગ્રામ રાગીમાં લગભગ ૩૪૪ મિલિગ્રામ કેલ્શિયમ હોય છે. આ ઉપરાંત રાગીમાં જુદા ફાઇટોન્યુટ્રિએન્ટ્સ અને પૉલીફેનોલ પણ હોય છે, જે બ્લડ શુગર સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

૬. તલ:

તલમાં કેલ્શિયમનો સારો સ્ત્રોત હોય છે અને ૧૦૦ ગ્રામ તલ ખાઈને તમે કેલ્શિયમના દરરોજના ડોઝને લગભગ ૯૭ % મેળવી શકો છો. તલમાં મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ, જસત અને સેલેનિયમની સાથે જ પ્રોટીન પણ ભરપૂર હોય છે. તલને તમે શાકભાજીઓ, સૂપ અથવા સલાડ ઉપર નાખીને ખાઈ શકો છો અથવા તલની ચટણી અને લાડુ બનાવી શકો છો.

૭. ચણા:

ચણામાં પ્રોટીનનો સૌથી સારો સ્ત્રોત તો છે જ સાથેજ તેમાં કેલ્શિયમ પણ ભરપૂર હોય છે. ૧૦૦ ગ્રામ ચણામાં લગભગ ૧૦૫ મિલીગ્રામ કેલ્શિયમ હોય છે. તમે ચણાને બાફીને અથવા ફણગાવીને ખાઈ શકો છો.

૮. પાલક:

જે લોકો દૂધ પસંદ કરતા નથી, તેને કેલ્શિયમની પૂર્તિ માટે ભોજનમાં પાલક સમાવેશ કરવું જોઈએ. પાલકને ઉકાળીને ખાવી વધુ સારી છે.

૯. સંતરા:

જો તમને પણ લાગે છે કે સંતરા ફક્ત વિટામીન સી ની ઉણપને દુર કરે છે તો તે ખોટું છે. ૧ કપ સંતરામાં લગભગ ૮૦ મિલિગ્રામ કેલ્શિયમ હોય છે એટલે તેને ભોજનમાં સમાવેશ કરીને પણ શરીરમાં જરૂરી કેલ્શિયમની પૂર્તિ કરી શકાય છે.

૧૦. બદામ:

જો તમને સુકામેવા પસંદ છે તો તેને ખાઈને પણ કેલ્શિયમની ઉણપને દૂર કરી શકાય છે. બદામમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. બદામને આખી રાત પાણીમાં પલાળી રાખી અને સવારે છાલ કાઢીને ખાવાથી વધારે ફાયદાકારક છે.

તો તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી કેમકે દૂધ પીવા ઇચ્છતા નથી તો આ ખાદ્ય પદાર્થોનો ભોજનમાં સમાવેશ કરીને પણ કેલ્શિયમની ઉણપને દૂર કરી શકાય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *