શું તમે પણ છો ચા ના રસિયા? તો સાવધાન !!

ભારતમાં ચાને વિશેષ સ્થાન મળ્યું છે. ચા ભારતીય સમાજનું એક અભિન્ન અંગ બની ચુકી છે કે જેને આપણે ચાહીને પણ અવગણી નથી શકતાં. જે દિવસે ચા ન પીધી હોય, તો એવું લાગે છે કે જાણે દિવસની શરુઆત જ નથી થઈ. કેટલાક લોકો ઓફિસમાં આખો દિવસ ચા પીતાં રહે છે, ઉપવાસમાં પણ લોકો ચા પીધા કરે છે.


image source

ગુજરાતીઓનું મુખ્ય પીણું છે ચા. ગમે એટલી વાર પીવે તો પણ જાણે ફરી મન થયાં જ કરે. દરેક વ્યક્તિ પોતાના મન ગમતા સમય પર ચા પીતા જોવા મળે છે.  ચા એ દરેક ગુજરાતીને પોતાની સોડમ અને સ્વાદથી આકર્ષે છે. ચા પીવાથી ઘણાં ગેરફાયદા છે શું તમે તે જાણો છો. મોટાભાગના ટી લવર્સ દિવસમાં કેટલીય વાર ચા પીતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે દિવસમાં બે-ત્રણવારની ચાથી વધારે વખત ચા પીવી તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઇ શકે છે. જાણો, વધારે પડતી ચા પીવાથી કયા નુકશાન થાય છે?

image source

કેટલાક લોકો ચાના રસિયા હોય છે. જેમને ગમે ત્યારે ચા પીવા માટે આપો ક્યારેય તે પીવાથી નકારશે નહીં. જો તેમને તેમની આદત અનુસાર સમયસર ચા ન મળે તો તેમને થકાવટ અને માથાનો દુખાવો થવા લાગે છે. વધારે પડતી ચાનું સેવન કરવાથી તેમને કેફીનની આદત પડી જાય છે.

image source

કેટલાક લોકોને ગરમ ચા પીવાની આદત હોય છે. જો તમને પણ ગરમ ચા પીવાનો શોખ છે તો જરા સંભાળજો. વધારે ગરમ ચા પીવાથી મોઢાને પેટ સાથે જોડતી નળીઓને નુકશાન થવાની શક્યતાઓ વધી જાય છે.

જો તમે દિવસમાં વધારે ચા પીઓ છો તો તમારે વારંવાર યૂરિન માટે જવું પડે છે. જેના કારણે શરીરમાં સોડિયમ, મિનરલ્સ વગેરે બહાર નીકળી જાય છે. જેના કારણે શરીર નબળું પડી જાય છે આ સાથે જ કિડની પર પણ પ્રભાવ પડે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment