શું તમે કોફી લવર છો? તો તમારે જરૂર જાણવી જોઈએ આ ડેઝર્ટ રેસીપી 

Image Source

જો તમને કોફી પીવું ખૂબ સારું લાગે છે તો પછી તમારે તેમાંથી બનતી અમુક મજેદાર ડેસર્ટ રેસિપી વિશે જરૂર જાણવું જોઈએ.

કોફીનું નામ સામે આવતા જ આપણા મનમાં એક મજેદાર પિક્ચર ફરવા લાગે છે. આપણે લગભગ ગરમાગરમ કોફી પીવાની પસંદ કરીશું અથવા તો આ મોસમના મિજાજ ને ધ્યાનમાં રાખીને કોલ્ડ કોફીનું સેવન કરવાનું પણ લોકોને ખૂબ જ સારું લાગે છે. એટલું જ નહીં અમુક લોકોને તો એકદમ સ્ટ્રોંગ કોફી પીવાની આદત હોય છે અને અમુક લોકોને લાઈટ કોફી પીવાની આદત હોય છે. તમને કોઈપણ પ્રકારની કોફી સારી લાગતી હોય પરંતુ લગભગ લોકો તેને એક ડ્રીંક ના રૂપમાં જ જોવા માંગે છે.

 એ વાત સાચી છે કે કોફી એક બેમિસાલ ડ્રિન્ક છે પરંતુ એવું જરૂરી નથી કે દરેક વખતે તેને લિક્વિડ રૂપમાં જ લેવામાં આવે જો તમને કોફી ખૂબ જ પસંદ છે તો તેની સાથે અમુક એક્સપરિમેન્ટ કરવા જોઈએ. અને જો તમે આ એક્સપરિમેન્ટ કરવા માંગો છો તો તેવામાં તમે કોફી ની મદદથી અલગ-અલગ સ્વીટ રેસીપી ને ટ્રાય કરો. તેનાથી તમને કોફીની લાલસા પણ પૂરી થશે અને તમારો ખાવાનો ટેસ્ટ પણ શાંત થઇ જશે તો ચાલો આજે જાણીએ કોફી ની મદદ થી બનતી અમુક સ્વીટ રેસીપી.

Image Source

કોફી આઇસક્રીમ

કોફી આઇસક્રીમ એકદમ રિફ્રેશિંગ હોય છે, અને તમે પોતાની જાતને એક ખૂબ જ બહેતર ટ્રીટ આપવા માગો છો તો તેવામાં કોફી આઇસક્રીમ બનાવવો ખુબ જ સારો આઇડિયા છે

સામગ્રી

 • 2 કપ ફ્રેશ હેવી ક્રીમ
 • 1 કપ ફૂલ ફેટ દૂધ
 • ½ કપ ખાંડ
 • 1- ½ ચમચી વેનિલા એસેન્સ
 • 2 મોટી ચમચી ઇન્સ્ટન્ટ કોફી પાવડર

બનાવવાની રીત

 • કોફી આઈસ્ક્રીમ બનાવવો ખૂબ જ આસાન છે તેની માટે સૌ પ્રથમ એક બાઉલ લો.
 • તેમાં ક્રીમ અને ખાંડ નાખો હવે એક તવેથાની મદદથી તેને ત્યાં સુધી હલાવો જ્યાં સુધી ખાંડનું પૂરેપૂરી ઓગળી ન જાય.
 • હવે આ મિશ્રણમાં દૂધ ની સાથે વેનિલા એસેન્સ અને કોફી નાખો.
 • આ દરેક સામગ્રીને ત્યાં સુધી હલાવતા રહો જ્યાં સુધી તે જાડું અને ઝાગદાર ન બની જાય.
 • ત્યારબાદ આ મિશ્રણને એક કન્ટેનરમાં કાઢીને તેને ફ્રીઝરમાં મૂકી દો. અને તેને સારી રીતે જામવા દો.
 • જ્યારે તે જામી જાય ત્યારે તેને એક વાડકીમાં કાઢી લો. તૈયાર છે તમારો કોફી આઇસક્રીમ.
 • તમે ડિનર પછી ફેમિલીની સાથે બેસીને કોફી આઇસક્રીમ એન્જોય કરો.

Image Source

કોફી કપ કેક

જો તમને બાળકો સાથે કપકેક ખાવાનો ખૂબ જ પસંદ છે તો એવામાં તમે કોફી ની મદદથી કપ કેક તૈયાર કરી શકો છો અને આ કપ કેક દરેક ને ખુબ જ પસંદ આવશે.

સામગ્રી

 • 1 મોટી ચમચી કોકો પાવડર
 • 50 ગ્રામ મેંદો
 • 1 મોટી ચમચી કોફી પાવડર
 • 75 ગ્રામ બ્રાઉનસુગર
 • 2 ઇંડા
 • ¼  કપ ઉકાળેલું પાણી
 • 2 મોટી ચમચી આઈસીંગ સુગર
 • 100 ગ્રામ છીણેલું ચીઝ
 • 100 ગ્રામ દહીં

બનાવવાની રીત 

 • કોપી કપ કેક બનાવવા માટે સૌપ્રથમ કોફી પાવડરને ¼ ગરમ પાણીમાં નાખો.
 • તેને સારી રીતે મિક્સ કરો અને મિશ્રણને ઠંડુ કરવા માટે એક બાજુ મૂકો.
 • હવે એક બાઉલમાં લો અને તેમાં ઈંડા અને બ્રાઉન સુગર ને એકસાથે ક્રિમી ન થાય ત્યાં સુધી ફેંટો.
 • હવે આ મિશ્રણમાં મેંદો, કોકો પાવડર અને કોફી નું મિશ્રણ નાખો.
 • હવે આ બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો.
 • હવે તમે કપકેક મોલ્ડ માં પેપર કપ ને ઓઇલથી ગ્રીસ કરો.+
 • ત્યારબાદ એક ચમચી નો ઉપયોગ કરીને બેટર ને કપકેક મોલ્ડ ની અંદર નાખો
 • હવે તમે ઓવનને 190 ડિગ્રી સેલ્સિયસ પર ગરમ કરો.
 • ઓવન પ્રિહીટ થઈ જાય ત્યારબાદ તેમાં કપકેક મુકો.
 • તેને 15 મિનિટ સુધી સારી રીતે ફૂલે ત્યાં સુધી બેક કરો.
 • હવે તેને બહાર કાઢીને ઠંડુ કરવા મુકો.
 • કપ કેકની ટોપિંગ માટે એક વાડકીમાં આઈસીંગ સુગર છીણેલું ચીઝ અને દહીં ઉમેરો.

ત્યારબાદ આ ટોપિંગ ને કપ કેકની ઉપર મુકો અને થોડી આઈસીંગ સુગર છાંટો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment