પગમાં મચકોડ આવે તો આ રીતે કાચી રોટલી લગાવવાથી તરત મળશે દુખાવામાં આરામ, તો ચાલો જાણીએ આ ઘરેલુ નુસ્ખા વિશે

Image Source

રમતા રમતા અથવા તો ઘણીવાર ચાલતા ચાલતા એકદમ આપણા પગ વળી જાય છે, જેના કારણે પગમાં મચકોડ આવી જાય છે. મચકોડના કારણે પગમાં દુખાવો અને સોજા પણ થવા લાગે છે. પગમાં મચકોડ આવવાના કારણે સ્નાયુઓમાં મચકોડ અથવા ખેંચાણ થાય છે. જેના કારણે ઘણો વધારે દુખાવો સહન કરવો પડે છે અને ઘણા કામ કરવામાં મુશ્કેલી પડે છે. આજે હું તમને એક એવો અજમાવેલો ઉપાય જણાવવા જઇ રહી છું, જે મચકોડ આવવા પર દુખાવાથી છુટકારો મેળવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. આ નુસખા આપણા ઘરમાં લગભગ બધા લોકો પર અજમાવેલો હશે. તેનાથી હાથ પગ બંનેમાં થતા આંતરિક દુખાવાથી છુટકારો મળી શકે છે. તો ચાલો જાણીએ શું છે તે ઘરેલુ નુસ્ખા?

Image Source

કાચી રોટલી અને હળદર:

જી હા, કાચી રોટલી અને હળદરથી તમે મચકોડ ની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. આ મે પણ અજમાવ્યું છે. તેના માટે તમારે વધારે મહેનત કરવાની જરૂર નથી. જો તમારા પગમાં મચકોડ આવ્યો હોય, તો એક લોટની ગોળી લો. તેને ગોળાકાર વણી લો. હવે તેને ગેસ પર એક બાજુથી હળવું શેકવા દો. ધ્યાન રહે કે તમારે રોટલીને ફકત એક બાજુ જ હળવી શકવાની છે. ત્યારબાદ ગેસ બંધ કરી દો અને રોટલીની કાચી બાજુ પર એક ચપટી મીઠું, બે ચપટી હળદર પાવડર અને એક ચમચી સરસવનું તેલ નાખો. હવે તેને પ્રભાવિત ભાગ પર પટ્ટીની જેમ લગાવો અને એક કપડું અથવા ગરમ પટ્ટી બાંધી દો. તમને તેનાથી દુખાવામાં તરત આરામ મળશે.

આ વાતનું ધ્યાન રાખો-

પટ્ટી લગાવતી વખતે ધ્યાન રાખો કે તમારી રોટલી વધારે ગરમ ન હોય. અસરકારક ભાગ પર લગાવતા પેહલા તેને હાથથી અડકો.જો તમારો હાથ રોટલીની ગરમીને સહન કરી શકે છે, તો જ રોટલીની પટ્ટી લગાવો. જો સહન નથી થઈ શકતું, તો થોડીવાર પછી અસરકારક ભાગ પર રોટલી બાંધો.

કેટલા દિવસ સુધી લગાવવું –

લગભગ ૩ થી ૪ દિવસ સુધી આ પટ્ટીને લગાવવાથી મચકોડ ની સમસ્યાથી છુટકારો મળશે. તેની ગરમીથી તમારી પરેશાની દૂર થઈ જશે.

ઘઉંના લોટની પટ્ટીના ગુણ:

ઘઉંની રોટલીમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ અને ફોસ્ફરસ હોય છે. તેની સાથેજ તે કેલ્શિયમ અને આયર્નથી પણ ભરપૂર હોય છે. તેમાં બી કોમ્પ્લેકસ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ઝિંક, વિટામિન ઈ અને ૧૩ એમિનો એસિડ હોય છે, જે હાડકામાં થતી સમસ્યા દૂર કરે છે. આ ઉપરાંત તેમાં હળદરનો ઉપયોગ કરી શકાય છે. જેમાં એન્ટી ઇફ્લેમેંટરીના ગુણ હોય છે. જે ઇજા પહોંચી ત્યારે સોજાની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે. મીઠું અને સરસવનું તેલ દુખાવાથી છુટકારો મેળવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *