પપૈયા આઇસ ક્યુબ લગાવવાથી ચહેરામાં આવે છે નિખાર,જાણો તેને તૈયાર કરવાની રીત 

Image Source

પપૈયાની મદદથી ચહેરા ઉપર 15 મિનિટની અંદર જ નિખાર લાવી શકાય છે. ચહેરા ઉપર પપૈયું લગાવવાથી ત્વચા એકદમ જવાન થઈ જાય છે અને રંગ નિખરી જાય છે. ગરમીની ઋતુમાં વધુ સમય સુધી તાપમાં રહેવાથી ત્વચા એકદમ કાળી પડી જાય છે અને ઘણી વખત ચિકણી પણ થઈ જાય છે. આ સમસ્યાઓને દૂર કરવા માટે તમે ચહેરા ઉપર પપૈયાનો આઇસ ક્યુબ લગાવો. પપૈયાનો આઇસ ક્યુબ લગાવવાથી ત્વચાની ટેનિંગ દૂર થઈ જશે તથા તેની સાથે જ ચીકણાહટ અને કાળા રંગ માંથી પણ આરામ મળશે. તો આવો જાણીએ પપૈયાનો આઇસ ક્યુબ કેવી રીતે ઘરમાં બનાવી શકાય અને કેવી રીતે લગાવી શકાય.

Image Source

પપૈયાનો આઇસ ક્યુબ કેવી રીતે બનાવવો

પપૈયાની એક સ્લાઇસ લો અને તેને પીસી લો.ત્યારબાદ તેમાં 3 ચમચી ગુલાબજળ બે ચમચી મધ અને બે ચપટી હળદર નાખો. આ તૈયાર પેસ્ટને આઇસ ટ્રેમાં ભરીને ફ્રીઝરમાં મૂકો. પપૈયા આઇસ ક્યુબ જ્યારે જામીને તૈયાર થઈ જાય ત્યારે તેને બહાર કાઢો હવે આઇસ ક્યુબ ને એક કોટનના રૂમાલમાં મૂકો અને તેને ચહેરા ઉપર લગાવો. તથા ચહેરા પર મસાજ કરો. સંપૂર્ણ ચહેરા ઉપર તેનો ઉપયોગ સારી રીતે કરો આંખોની નીચે વાળી ત્વચા પર પણ તેને લગાવો.

તમે નિયમિત રૂપથી પોતાની સ્કિન ઉપર પપૈયાના આઇસ ક્યુબ નો ફેશીયલ કરો તમારા ચહેરા ઉપર ખૂબ જ સુંદર નિખાર આવવા લાગશે ત્યાં જ આઇસ ક્યુબની જગ્યાએ તમે પપૈયાના ફેસપેક પણ લગાવી શકો છો તેનો ફેસપેક પણ આસાનીથી બની જાય છે

Image Source

પપૈયાનો ફેસ પેક

સૌપ્રથમ પપૈયાને કાપીને તેને સ્મેશ કરો. ત્યારબાદ તેમાં એક ચમચી ચણાનો લોટ અને એક ચમચી ચંદન પાઉડર ઉમેરો, હવે તેને મિક્સ કરી લો.ત્યારબાદ તેમાં અડધી ચમચી એલોવેરા જેલ અને અડધી ચમચી ગુલાબજળ ઉમેરો. 25 મિનિટ માટે તેને તમારા ચહેરા ઉપર લગાવીને રાખો ત્યારબાદ તાજા પાણીથી ચહેરો સાફ કરો. અઠવાડિયામાં પાંચ દિવસ આ માસ્ક લગાવવાથી માત્ર બે અઠવાડિયામાં જ તમારી ત્વચા જવાન દેખાશે.

Image Source

ત્વચાની શુષ્કતા કરે દૂર

ત્વચા ઉપર શુષ્કતા આવવાથી પપૈયાનો ગર બહાર કાઢીને તેની અંદર મધ અને હળદર ઉમેરીને એક પેસ્ટ તૈયાર કરો ત્યારબાદ તેમાં થોડું દૂધ ઉમેરો. આ પેસ્ટને ચહેરા પર 15 મિનિટ સુધી લગાવીને રાખો,જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેને હલકા ગરમ પાણીથી સાફ કરો આ ફેસપેક લગાવવાથી ચહેરા ઉપર ભેજ આવશે અને શુષ્કતા દૂર થશે.

Image Source

કાળાપણું થશે દૂર

ચહેરા ઉપરના કાળાપણાને દૂર કરવા માટે પપૈયા ની અંદર એલોવેરા જેલ અને મધ ઉમેરો. ત્યારબાદ તેની પેસ્ટ તૈયાર કરો, આ પેસ્ટને ચહેરા ઉપર લગાવો અને સુકાઈ ગયા બાદ તેને પાણીથી સાફ કરો આ પેક ચહેરા પર લગાવવાથી ચહેરાનો કાળાપણું દૂર થઈ જાય છે.

Image Source

ત્વચા પરની કરચલીઓ થશે દૂર

ચહેરા પરની કરચલીઓ દૂર કરવા તમે પપૈયાને દૂધ ની સાથે ઉમેરીને એક પેસ્ટ તૈયાર કરો આ પેસ્ટને અઠવાડિયામાં ત્રણ વખત ચહેરા ઉપર લગાવો. ચહેરા પર લગાવવાથી ચહેરા પરની કરચલી ધીમે ધીમે ઓછી થવા લાગશે. તથા ચહેરા સિવાય તમે તેને ગરદન ઉપર પણ લગાવો આમ કરવાથી ગરદન ની કરચલીઓ પણ સામાન્ય ઓછી થવા લાગશે.

તો આ હતા પપૈયા થી જોડાયેલા અમુક ફેસપેક જેને તમે એક વખત જરૂર થી લગાવો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment