શેમ્પૂ કરતા પહેલા અપનાવો આ સરળ અને ઘરેલુ  ઉપાય, વાળ બનશે નેચરલી હેલ્ધી 

Image Source

જો તમે તમારા વાળને મજબૂત અને સિલ્કી બનાવવા માંગો છો તો આ ઉપાયને માત્ર એક વખત અપનાવીને જુઓ

પ્રદૂષણ, ધૂળ,માટી અને કેમિકલ યુક્ત શેમ્પુ વગેરેના કારણે આપણા વાળ ડ્રાય અને રુક્ષ થઈ જાય છે.જેના કારણે આપણા વાળ તૂટવાના શરૂ થઈ જાય છે. તેની સાથે જ આપના વાળ પાતળા હોવાની સમસ્યા પણ થઈ શકે છે. પરંતુ તમે વાળમાં શેમ્પૂ કરતા પહેલા આ ઉપાય અપનાવીને તમારા વાળને નેચરલ હેલ્ધી બનાવી શકો છો. અને તમારા વાળ ફરીથી મુલાયમ અને સ્વસ્થ બની જશે જેનાથી તમારી પર્સનાલિટીમાં નિખાર આવી જશે. આવો જાણીએ કે વાળને રેશમી અને મુલાયમ બનાવવા નો ઉપાય કયો છે?

 

વાળને રેશમી બનાવવાનો નેચરલ ઉપાય

આ ઘરેલુ ઉપાય ને અપનાવ્યા બાદ પહેલી જ વખતમાં તમારા વાળમાં તમે ફરકનો અનુભવ કરી શકશો.પરંતુ સંપૂર્ણ રિઝલ્ટ મેળવવા માટે તમારે આ ઘરેલુ ઉપાય અને નિયમિત રૂપથી અપનાવવો પડશે. વાળને મજબૂત બનાવવા માટે તમે આ ઉપાયને અઠવાડિયામાં બે વખત ઉપયોગમાં લઇ શકો છો, જેનાથી વાળની ડ્રાયનેસ દૂર થાય છે. અને તમારા વાળ હેલ્ધી બને છે અને વાળ ઉતરવાના પણ ઓછા થાય છે. બેમુખી વાળ અને વાળમાં ડેન્ડ્રફ પણ દૂર થઈ જાય છે આવો આ ઉપાયને અપનાવવાની રીત જાણી લઈએ.

  1. સૌપ્રથમ એક વાટકીમાં બેથી ત્રણ ચમચી મધ લો. મધ ની માત્રા વાળની લંબાઇ અનુસાર બદલી શકાય છે.
  2. ત્યારબાદ મધમાં એક લીંબુ નીચવો,લીંબુ મધની ચીકણાહટ ને ઓછી કરવામાં મદદ કરશે જેનાથી તે આસાનીથી વાળમાં લગાવી શકાય.
  3. લીંબુ નીચોવતી વખતે ધ્યાન રાખો કે મિક્સરમાં લીંબુના બીજ અથવા તો રેસા જાય નહીં, તેથી લીંબુ નીચોવવા માટે ગરણી નો ઉપયોગ જરૂર કરો.
  4. આ બંને વસ્તુને સારી રીતે મિક્સ કરીને તમારા સ્કાલ્પથી લઈને વાળના છેડા સુધી લગાવો.
  5. 30 મિનિટમાં આ મિક્ચર લગાવીને રહેવા દો ત્યારબાદ માઈલ્ડ અથવા તો હર્બલ શેમ્પૂથી વાળ ધૂઓ.
  6. તમને પહેલી વખત જ વાળમાં બદલાવનો અનુભવ થશે પરંતુ ધ્યાન રાખો કે તમારો શેમ્પુ માઈલ્ડ હોવું જોઈએ.

અહીં આપેલી જાણકારી કોઈપણ ચિકિત્સકીય સલાહનો વિકલ્પ નથી આ માત્ર શિક્ષિત કરવાના ઉદ્દેશ્યથી જ આપવામાં આવી છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment