નહાવાના 1 કલાક પહેલા લગાવો મેથીનું આ હેરપેક, ખરતા વાળ રોકી દેશે

તમારા લાંબા અને ચમકીલા વાળ કોઈ પણને આકર્ષિત કરી શકે છે, પરંતુ એવા સ્વસ્થ અને સુંદર વાળને ટકાવી રાખવા તેની માવજત કરવી ખુબ જ જરૂરી છે. જે રીતે તમે તમારી સ્કીન કેર કરી છો એવી રીતે તમારા વાળ ની કેર કરવી પણ જરૂરી છે કેમકે 30 વર્ષ બાદ વાળ નો વિકાસ ધીરો પડી જાય છે અને તે પતલા થઈ જાય્ય છે.

image source

તમે ગમે તેટલા બ્રાન્ડેડ શેમ્પુ નો યુઝ કરો કે પછી ગમે તેટલા બ્રાન્ડેડ ઓઈલ વાપરો તેના યુઝ થી તમે અમુક હદ સુધી જ રાહત મેળવી શકો છો.  વાળ ની સમસ્યાઓ મા જો સૌથી વધારે કોઈ સમસ્યા થી પીડાતા હોય તો તે છે સતત ખરતા રહેતા વાળ. ખરતા વાળ પાછળ અનેકવિધ કારણો જવાબદાર છે. તો ચાલો આજે આપણે મેથી ના પેક દ્વારા વાળ ને કેવી રીતે ઉતરતા રોકી શકાય તેના વિશે માહિતી મેળવીએ.

image source

મેથી અને ઓલિવ ઓઇલ હેર માસ્ક

2 ચમચી મેથીના દાણાને બરાબર પીસી લો. એક બાઉલમાં 1 ચમચી ઓલિવ તેલ લો અને તેમાં મેથીનો પાઉડર ઉમેરો.  આ પેસ્ટને માથાની સ્કેલ્પ અને વાળ પર લગાવો. તેને 10 મિનિટ સુધી સૂકવવા દો અને ગરમ પાણીથી ધોઈ લો. વાળમાં હળવા શેમ્પૂનો ઉપયોગ કરવો. નિયમિત ઉપયોગથી સારા પરિણામો મળશે.

image source

પેક લગાવવાથી કેવી રીતે મળી શકે સારા વાળ

કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે કેમ કે તે વાળને કોમલ અને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. મેથીના દાણા અને ઓલિવ તેલની મદદથી બનાવવામાં આવેલું આ પેક વાળની ​​ચમકને પણ વધારે છે. મેથીમાં પ્રોટીન, નિકોટિનિક એસિડ અને લેસિથિન હોય છે, જે વાળને મૂળમાંથી મજબૂત બનાવવામાં મદદ કરે છે.

image source

મેથી અને દહીંનું હેર માસ્ક

આ પેક બનાવવા માટે, 1 ચમચી મેથી દાણા પાવડર લો અને તેમાં 5 થી 6 ચમચી દહીં ઉમેરો. ત્યારબાદ, આ પેસ્ટમાં 1 થી 2 ચમચી ઓલિવ અથવા આર્ગન તેલ મિક્સ કરો. પછી તેને 2-3-. કલાક સુધી ઢાંકી છોડી દો. પછી માથા પર માસ્કને લગાવી અને તેને 20 થી 30 મિનિટ માટે છોડી દો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment