એપલ ફેસ પેકને ઘરેજ બનાવીને લગાવો, દરેક પ્રકારની સ્કીન માટે રહેશે ફાયદાકારક

શીયાળામાં મોટા ભાગે આપણી સ્કીન પર ભારે અસર પડતી હોય છે. જેના કારણે આપણે મોટા ભાગે પાર્લર કે સલૂનમાં જઈને ફેસપેક અથવા તો અન્ય સ્કીન સંબંધી ટ્રીટમેન્ટ કરવતા હોઈએ છે. પરંતુ આ વખતે કોરોનાને કારણે કોઈ પણ પાર્લરમાં જતા ડરે છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે તમે ઘરેજ એપલ ફેસપેક દ્વારા તમારી સ્કીનને કેવી રીતે ઉજળી કરી શકશો. સફરજન આપણા શરીરની ત્વચા માટે ખુબજ ફાયદાકારક હોય છે. કારણકે તેમા એંટીઓક્સિડેંટ વિટામીન અને ભરપૂર પ્રોટીન રહેલા હોય છે. જેના કારણે સફરજનું સેવન કરવાથી પણ આપણાને અણધાર્યા લાભ મળી રહેતા હોય છે.

Image by Michal Jarmoluk from Pixabay

એપલ ફેલ પેક વાપરવાથી કયા કયા ફાયદા મળી રહેશે

  1. સફરજનમાં ફ્લેનેવોનોઈડ્સ નામનું તત્વ રહેલું હોય છે. જેના કારણે સ્કીન પર રહેલા રેડિકલ્સ નાશ પામે છે. સાથેજ તમારી સ્કીનની ઉંમર પણ વધતી રોકાઈ જાય છે.
  2. સાથેજ તેમા મોઈસ્ચરાઈજિંગ ગુણ રહેલા હોય છે. જેથી જો તમારી શીયાળામાં ડ્રાય થાય છે. તો તેમાં તે ખુબજ ફાયદાકારક સાબિત થાય છે.
  3. આ ઉપરાંત સફરજનમાં યુબીબી ગાર્ડિંગ કણો પણ રહેલા હોય છે. જેના કારણે તમારી સ્કીનને સૂર્યના કિરણો સામે પણ રક્ષણ મળી રહે છે.
  4. સ્કીન પર સફરજનનો ઉપયોગ કરવાથી તમારી સ્કીન વધારે ઉજળી થાય છે. અને તેને પ્રાકૃતિક ઉજાસ પણ મળી રહે છે.
  5. એપલ ફેસ પેક વાપરવાથી તમને ખીલ અને કાળા ડાઘા જેવી સમસ્યાથી પણ રાહત મળી રહેતી હોય છે.

આ તો એપલ ફેસપેકના ફાયદાઓ વીશે અમે વાત કરી પરંતુ દરેક વ્યક્તિની સ્કીન એક જેવી નથી હોતી. જેથી હવે અમે તમને જણાવીશું કે કેવા પ્રકારની સ્કીન માટે કેવા પ્રકારનું એપલ ફેસ પેક બનાવામાં આવશે. જેના કારણે તમારી સ્કીનને ફાયદો મળશે.

image source

અસમાન ત્વાચા(ગ્લોઇંગ ત્વચા) માટેનું એપલ ફેસપેક

જો તમારી ત્વચા અસમાન છે. તો તમારે એક ચમચી એપલનો રસ, એક ચમચી દહી, અને એક ચમચી લીંબૂનો રસ લઈને તેની પેસ્ટ બનાવી પડશે. ત્યારાબાદ તે પેસ્ટને તમારું મોઢા પર ફેસવોશ કરીને લગાવાની રહેશે સાથેજ ગળાના ભાગે પણ તમારે લગાવી પડશ. અને 20 મીનીટ બાદ સુકાયા પછી. ફરીથી તમારે ફેસવોશ કરવાનું રહેશે

મહત્વનું છે કે દહીમાં લેક્ટિક એસીજ હોય છે. જે આપણી સ્કીનને એકફોલિએટ કરે છે. સાથેજ આપણી સ્કીનની મૃત ભાગને તે હટાવી દે છે. સાથેજ લીંબુ સ્કીન પર બ્લીચનું કામ કરે છે. જેના કારમે આપણી સ્કીન પર ઉજાશ જોવા મળે છે.

image source

સુસ્ત ત્વચા માટેનું એપલ ફેસપેક

જો તમારી ત્વચા એખદમ સુસ્ત છે. તો તમારે એક ચમચી દૂધ, એક ચમચી સફરજનનું જ્યુંસ, અને એક ચમચી ઓટમીલ પાઉડર લઈને તેની પેસ્ટ બનાવી પડશે. અને ત્યારબાદ તેના તમારા ફેસ પર લગાવો સાથેજ તમારા ગળાના ભાગે પણ રહેલા દો. અને પછી 30 મીનીટ રહીને ફેસોશ વડે તમારું મોઢું ધોઈ કાઢજો.

મહત્વનું છે કે દૂધ અને સફરજન આપણી સ્કીન પર રહેલા મૃત ભાગને દૂર કરી કાઢે છે. સાથેજ તેના કારણે આપણી સ્કીન પણ આપણાને ઉજળી જોવા મળતી હોય છે. આ ઉપરાંત આ ફેસપેકને કારણે ફેસ પર રહેલા ડાઘા પણ દૂર થાય છે. સાથેજ સ્કીન ઉપર પણ ઉજાસ જોવા મળતી હોય છે.

ઉજળી સ્કીન માટે કેવી રીતે બનાવશો ફેસપેક

જો તમારી સ્કીન પહેલાથી ઉજળી છે. પરંતુ તમે તેના પર ગ્લો લાવા માગો છો. તો તમારે એક ચમચી દહી, એક ચમચી સફરજનનું જ્યુંસ અને લીંબુના અમુક ટીપા તેમા નાખવા પડશે. અને ત્યારબાદ જે પેસ્ટ બનશે તે પેસ્ટ તમારે ફેસ પર તેમજ ગર્દન પર લગાવી પડશે. અને 20 મીનીટ બાદ તમારે ફેસવોશ કરી કાઢવું પડશે.

મહત્વનું છે કે લીંબુને કારણે આપણી સ્કીન ઉજળી થતી હોય છે. અને તેમા વીટામીન સી રહેલું હોય છે. જેના કારણે આપણી સ્કીનને પોષણ પણ મળી રહે છે. જેના કારણે લાંબા સમય સુધી આપણી સ્કીન ઉજળી દેખાતી હોય છે.

ખાસ નોંધ : જો આપ ને સ્કીન ને લાગતો કોઈ પ્રોબ્લેમ છે તો આપના ડોક્ટર ની સલાહ આવશ્યક છે

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author :FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *