આ દેશમાં કોઈપણ ઇન્સાન તેને ગોદ લીધેલ દીકરી સાથે લગ્ન કરી શકે પછી તમને શું વાત કરવી..આવું કાંઈ હોતું હશે..!!

દુનિયા અજીબ છે? હા, છે.. પણ કેવી રીતે? અમુક હરકતો પરથી નક્કી કરી શકાય કે દુનિયા અજીબ છે. ભારત દેશ પણ અનેક ખૂબીઓથી ભરેલ છે. એમ, અન્ય દેશ પણ કાંઈ ને કાંઈ નવીનતા ઘરાવે છે. આજ આપણે વાત કરીશું એક એવો દેશ જેની આ રીત જાણીને તમે એકદમ હેરાન થઇ જશો. આ દેશમાં દીકરી સાથે…..

“ફક્ત ગુજરાતી”ની લેખક ટીમે આજની માહિતીને સ્પેશ્યલ તમારા માટે જ રજુ કરી છે. તમે આ વાંચીને બોલશો – ઓહ માય ગોડ!!! ખરેખર ઈરાન દેશ બહુ અજીબ છે.

ઈરાન દુનિયાનો ૧૮ મો મોટો દેશ છે. તેના સિવાય ઈરાન વિશ્વમાં બીજા નંબરનાં ક્રમમાં આવે છે. જે કુદરતી ગેસનું ઉત્પાદન કરે છે. તેલ ભંડારની દ્રષ્ટિએ પણ ઈરાનનું આગવું સ્થાન છે. દુનિયામાં જેટલું પણ ક્રુડ હાજર છે તેમાનું દસમાં ભાગનું ઈરાનમાંથી જ નીકળે છે. ઈરાનનું અધિકારીક નામ “ઇસ્લામી રિપબ્લિક ઓફ ધ ઈરાન” છે.

૧૯૩૫ પહેલા ઈરાનને પર્સ્યાના નામથી ઓળખવામાં આવતું. ત્યારનાં સમયમાં પર્સ્યાને દુનિયાની સભ્યતામાં નંબર વન માનવામાં આવતું. પર્સ્યા ભાષામાં ઈરાનનો મતલબ “આર્યોની ભૂમી” એવો થાય છે.

ઈરાન દેશમાં સેટેલાઈટ ટીવી કે ફિલ્મ પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. એટલું જ નહીં ઈરાનમાં અમેરિકન અને યુરોપિયન ટીવી ફિલ્મ કે સિરિયલ શો પર પણ પ્રતિબંધ છે. ત્યાનાં લોકો વેસ્ટર્ન ફિલ્મ એટલી હદ સુધી પસંદ કરે છે કે, વેસ્ટર્ન ફિલ્મની ડીવીડીનું સ્મગ્લીંગ થાય છે.

ઈરાનની સીમા કુલ સાત અન્ય દેશ સાથે મળે છે. તેમજ ઈરાનનું કુલ ક્ષેત્રફળ ૧૬,૪૮,૧૫૫ કિમી છે. અહીંની કુલ વસ્તી સાતથી આઠ કરોડ જેટલી છે. ઈરાનની રાજધાની તહેરાન શહેર છે.

૧૯૭૯ માં મુસ્લિમ ઘર્ષણ થયું તેમાં વધુ પડતી વસ્તી અહીંથી સ્થળાંતર થઇ અને બીજી નવી વસ્તી આવી. પછીથી અહીં સખત મુસ્લિમ કાનૂન લાગુ થયો. ઈરાન દેશમાં ખાસ પ્રકારની પોલીસ છે. જેનું કામ એ છે કે, બધા લોકો મુસ્લિમ ધર્મ મુજબ કપડા પહેરે છે કે નહીં? તેનું ધ્યાન રાખવું.

ઈરાનની સંસ્કૃતિ મુજબ અહીંનાં લોકો ક્યારેય પણ, અમુક સમય માટે તથા થોડાક દિવસ માટે ગમે ત્યારે લગ્ન કરી શકે છે. વધુમાં અમુક કલાક માટે પણ લગ્ન કરી શકે છે. જેને ઈરાનની અંદર “સીધે” નામથી ઓળખવમાં આવે છે.

ઈરાનની અંદર કોઈ સ્ત્રી સાથે છેડછાડ – અપરાધ માટે તેની માં ને દોષિત ગણવામાં આવે છે. તે દેશની પ્રજાનું એવું વિચારવું છે કે. જો છોકરીની માં એ સંભાળીને રાખી હોત તો આવું બને જ નહીં..! ઈરાન દેશના લોકોની આવી વિચારસરણી જ દેશને બીજા કરતાં અલગ તારવે છે.

ઈરાની લોકો જમવામાં દહીં લે છે. તેને તે લોકો જાદુઈ ખોરાક માને છે. જેનાથી ઉમર વધુ ટકાવી શકાય છે. અર્થાત લાંબુ આયુષ્ય મળે છે. ત્યાં ડાઈનીંગ ટેબલ પર બેસીને જમવા કરતાં જમીન પણ બેસવાનું વધુ પસંદ કરે છે.

૨૦૧૨માં ઈરાન દેશે ગુગલ પર આરોપ લગાવ્યો હતો. તેમાં વાંધા પ્રશ્નો ઉઠાવી જાહેર કર્યું હતું કે, ગુગલ ઈરાન સરકારની જાસૂસી કરી રહી છે. પછીથી ઈરાન દેશમાં બધા પ્રકારના ઇન્ટરનેટનાં કામ માટે ખૂદનું એક ઇન્ટરનેટ બનાવ્યું.

વધુ ચોંકાવનાર બાબત એ છે કે, કોઈપણ ઇન્સાન તેને ગોદ લીધેલ દીકરી સાથે લગ્ન કરી શકે છે. તેના માટેનો જરૂરી એક નિયમ છે કે, જેની સાથે લગ્ન કરવા છે તે છોકરીની ઉમર ઓછામાં ઓછી ૧૩ વર્ષ હોવી જોઈએ.

બીજી ચોકાવનાર વાત એ પણ છે કે, ઈરાનમાં શરાબ પીવા પર પ્રતિબંધ છે. છતાં વાર્ષિક સાડા આઠ કરોડ લિટરથી વધારે શરાબ પીવાય છે. ત્યાનાં મુસ્લિમ કવિઓ ઘણાં પ્રખ્યાત છે. જે ખૂબ સારી એવી કવિતાઓનું સર્જન કરે છે. જેનાં માટે તેઓ દેશભારમાં જાણીતા છે.

ઈરાનના લોકો વધુ ખુબસુરત માનવામાં આવે છે અને તેઓ કાળા રંગનાં કપડામાં અતિ સુંદર લાગે છે. ઇસ્લામ ધર્મ ઈરાનનો પ્રમુખ ધર્મ છે. અહીંની કુલ વસ્તીમાંથી ૯૦ ટકા લોકો મુસ્લિમ છે. જેમાં સુન્ની મુસ્લિમ અને સિયા મુસ્લિમ પણ છે. જયારે બાકી બચેલ ધર્મનાં લોકોની વસ્તી અહીં બહું ઓછી છે.

૧૫ વર્ષની ઉંમરથી અહીં મત આપી શકાય છે. જેનું નામ મતદાર યાદીમાં ઉમેરી દેવામાં આવે છે.

છે ને ન જોયું હોય – ન જાણ્યું હોય એવું…!! આવી જ અવનવી માહિતી માટે “ફક્ત ગુજરાતી” નાં પેઇઝને લાઇક કરો. આવા જ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.

લેખક – Ravi Gohel

આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *