અનુષ્કા શર્માએ બેબી પ્લાન કરવા માટે રાખી આવી શર્ત, શું વિરાટ કોહલી પૂરી કરશે આ શર્ત😲

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલીએ ગયા વર્ષે ઇટલીમાં લગ્ન કર્યા હતા. ટીમ ઈન્ડિયાના સુકાની (કેપ્ટન ) વિરાટ કોહલી હાલમાં ઈંગ્લેન્ડની પાંચ ટેસ્ટની શ્રેણીની છેલ્લી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. તે જ સમયે અભિનેત્રી અનુષ્કા શર્મા પોતાની આગામી ફિલ્મ “સુઈ ધાગા “ને પ્રોત્સાહન (પ્રમોશન) આપી રહી છે.

૪ વર્ષના લાંબા રીલેશનશીપ માં રહ્યા બાદ ગયા વર્ષે આ બન્ને પ્રેમીઓ લગ્ન ના બંધન માં બંધાયા હતા. હવે કોહલી અને અનુષ્કા ના ફેંસ તેમના પહેલા બાળક ની રાહ જોઈ રહ્યા છે.

પણ તે દરમ્યાન અભિનેત્રી અનુષ્કાએ પોતાના પતી વિરાટ સામે બાળક માટે એક અજીબ શર્ત રાખી છે. બોલીવૂડ ખબરો અનુસાર, અનુષ્કાએ કહ્યું છે કે તે બાળકનું ભરણ પોષણ એક સામાન્ય બાળકની જેમ કરવા માંગે છે. તે તેના બાળકોને એક સામાન્ય ઉછેર આપવા માંગે છે, અનુષ્કા નથી ચાહતી કે તેમના બાળક નો જન્મ એવી રીતે થાય જેમકે આજક્લના સેલીબ્રીટી ના થાય છે.

આ સિવાય અભિનેત્રી અનુષ્કા કહે છે કે હું નથી ઇચ્છતી કે અમારા બન્ને ના કામ નો પ્રભાવ બાળક પર કોઈ પણ રીતે અસર કરે. આની સાથે-સાથે ભારતીય કપ્તાન વિરાટે પત્ની અનુષ્કા સાથે મળીને નિર્ણય લીધો છે કે અમારું બાળક એક સેલીબ્રીટી ના સ્પોટ લાઈટ થી દુર રહે.

અનુષ્કા શર્મા ની પહેલા ટીમ ઇન્ડિયા ના કેપ્ટન વિરાટ કોહલી પણ બાળકના મુદ્દા વિષે આ વાત પહેલા કરી ચુક્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે વિરાટ અને અનુષ્કા મોટા સેલીબ્રીટી છે.

હવે જોવાનું રહશે કે બન્ને પોતાના બાળકનું પાલન-પોષણ કઈ રીતે કરશે. હાલ વિરાટ કોહલી ઇંગ્લેન્ડ માં ટેસ્ટ સીરીઝ રમી રહ્યા છે અને રિકોર્ડ પર રિકોર્ડ બનાવી રહ્યા છે જ્યાં બીજી બાજુ અનુષ્કા શર્મા પોતાની આગામી ફિલ્મ સુઈ ધાગા ના પ્રમોશન માં બીઝી થઇ ગઈ છે.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *