ગર્ભાવસ્થા દરમિયાન અનુષ્કા શર્માએ સૌથી મુશ્કેલ યોગાસન કર્યું જેમાં તેમના પતિ વિરાટ કોહલીએ તેની મદદ કરી, તો જુઓ તેના વાયરલ થયેલા ફોટા

બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતની ટીમના કેપ્ટન વિરાટ કોહલીના ઘરે ટુંક સમયમાં નાના મહેમાનની કિલકારીઓ ગુંજવાની છે. આ દિવસોમાં અનુષ્કા શર્મા તેની ગર્ભાવસ્થાના સમયનો આનંદ માણી રહી છે. ગરભાવસ્થા ની જાહેરાત પછી સતત અનુષ્કાના ઘણા ફોટા બહાર આવ્યા છે જેમાં તે બેબી બંપ ફ્લોન્ટ કરતી નજરે આવી છે. આ દરમિયાન અનુષ્કાના પતિ એટલેકે વિરાટ કોહલી તેનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. આ દરમિયાન વિરાટ અને અનુષ્કાની એક બીજી ફોટો સામે આવી છે જેમાં તે અભિનેત્રીને યોગા કરાવતો દેખાય છે.


અનુષ્કા શર્માએ એક ફોટો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ ફોટામાં તેની સાથે વિરાટ પણ જોવા મળે છે. માન્યું કે આ ફોટો જૂનો છે એ વાત ખુદ અનુષ્કાએ કહી છે. આ ફોટામાં અનુષ્કા યોગા કરતી જોવા મળે છે. તેમજ વિરાટ તેને યોગા કરવામાં મદદ કરી રહ્યો છે. ફોટાની સાથે સાથે અનુષ્કાએ લાંબો સંદેશ પણ લખ્યો છે. તેનો આ ફોટો ઘણો ચર્ચામાં છે. તેમજ ગર્ભાવસ્થામાં આવો મુશ્કેલ યોગા જોઈને બધા ચાહકો આશ્ચર્યમાં છે.

અનુષ્કાએ ફોટો શેર કરતા લખ્યું કે, “આ હેન્ડસ – ડાઉન કસરત સૌથી મુશ્કેલ કસરત માંથી એક છે. મારા જીવનમાં યોગા ખૂબ જ મહત્ત્વના છે. મે ગર્ભાવસ્થા દરમિયાન મારા ડોકટરને યોગા વિશે પૂછ્યું હતું તો તેમણે કહ્યું કે હું આવા બધા જ યોગા કરી શકું જે ગર્ભાવસ્થા પહેલા કરતી હતી. શીર્ષાસન માટે જે હું ઘણા વર્ષો થી કરી રહી છું તેમાં હું ધ્યાન રાખું છું કે આધાર માટે હું દીવાલનો ઉપયોગ કરૂ અને હા મારા પતિ પણ વધારાની સલામતી માટે મને આધાર આપે છે. આ હું મારા યોગા શિક્ષક ની હાજરીમાં કરી રહી હતી. હું ખૂબ જ ખુશ છું કે ગર્ભાવસ્થામાં પણ હું યોગા કરી રહી છું.”

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *