ઓહો..! વિરાટે અને અનુષ્કાએ આ શું કરી નાખ્યું.. – સાવ આમ થોડું હોય…જોવો તો ખરા જરાક..

ફિલ્મ ઇન્ડ.માં આવ્યા પછી બધાને હરીફાઈ માટે સતત પ્રયત્નશીલ રહેવું પડે છે, આર્ટીસ્ટોની દુનિયામાં પહેલું કદમ હોય કે અંતિમ ચરણ, હરવક્ત સ્ટ્રગલ કરવી જરૂરી બને છે. પછી એ આર્ટ ભલે કોઈ પણ પ્રકારની હોય. એક જૂનો ગોલ્ડન ટાઇમ હતો જયારે ફિલ્મી કલાકારોના મનમાં વધુ પૈસા કમાવવાની અને ફેમ મેળવવાની દ્રઢ આશા ન હતી.

જયારે આજના સમયની બોલીવૂડ ઇન્ડ. સાવ અલગ જ છે. નાના પડદાનાં કલાકારોથી લઇ મોટી સેલીબ્રીટી સુધીનાં તમામ પોતાની ફેમ દિનભર વધારવાની દોડમાં લાગેલા હોય છે. હવેનાં સમયમાં તો નાના પડદાના ટીવી એકટરોથી લઈને નામચીન એકટરો પણ જાહેરાત માધ્યમમાં કામ કરવા લાગ્યા છે. મોટી કંપનીઓનાં બેનરોમાં સેલીબ્રીટીઓ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોવા મળે છે.

અત્યારની પ્રખ્યાત જોડી એવી અનુષ્કા અને જાણીતો ક્રિકેટર વિરાટ કોહલની છે. તાજેતરમાં એક એવો કિસ્સો બન્યો હતો જેનાથી બંને સોશિયલ મીડિયામાં વધુ ફરતા થયા હતાં. એ દરમિયાન તેને સ્વચ્છતા અભિયાન ભારે પડી ગયું.

બન્યું એવું કે, વિરાટ અને અનુષ્કા શર્માનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. જેમાં સ્પસ્ટ દેખાતું હતું કે, અનુષ્કા એક વ્યક્તિને જાહેરમાં રોડ પર કચરો ફેંકવાની બાબતે ઠપકો આપી રહી હતી. એ ઠપકો આપવાની કિંમત અઘરી ચૂકવવી પડી હતી.

અરહાનસિંહ નામના આ વ્યક્તિએ ઠપકાને લઈને વિરાટ અને અનુષ્કાને લીગલ નોટિસો આપી હતી. બાદ એક ન્યુઝ એજન્સીનાં ઇન્ટરવ્યુ વખતે ખુદ અરહાને કહ્યું હતું કે, હાલ હું કોઈ પણ પ્રકારની કમેન્ટ કરવા નથી માંગતો. મેં બંનેને કાયદાકીય રીતે નોટિસો મોકલી છે. મને હવે તેમનાં જવાબની રાહ છે.

અનુષ્કાએ અરહાનને રસ્તા પર કચરો ફેંકવાની બાબતે ખખડાવ્યો હતો. જે વિડીયો વિરાટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી વાઈરલ કર્યો હતો. પછી તો આ વિડીયો ફરતો થયો ત્યારે અરહાને પોસ્ટ કરી લખ્યું હતું કે, જયારે એ ડ્રાઈવીંગ કરતો હતો ત્યારે ભૂલથી પ્લાસ્ટિકની વસ્તુ રોડ પર ખુલ્લેઆમ ફેકી હતી. ત્યારે આ હરકત પર કારમાંથી જોરથી ઊંચા અવાજે અનુષ્કાએ મને ધમકાવ્યો હતો.

પાછળથી અરહાને માફી માંગી હતી. સમગ્ર ઘટનામાં જોવા જેવી નોંધનીય બાબત એ છે કે, નાની અમથી ઘટનાને વિરાટે મોટી બતાવી નાખી. દુનિયા સમક્ષ ખુદની અચ્છાઈ બતાવવાનો પ્રયાસ કર્યો હતો. મોટા ગજાનાં હિરોઈન અને ક્રિકેટરો આવું કઈ રીતે કરી શકે? શું માત્ર પોતાની ફેમ માટે..??

આમ, અરહાનની માતાએ જાહેરમાં સ્પષ્ટ કહ્યું કે, તેને મારા દીકરાને ખરાબ ચીતર્યો છે. અનુષ્કા અને વિરાટને ખુલ્લા શબ્દોમાં કહી દીધું કે તમારા ફેન ફોલોઈંગનું લીસ્ટ લાંબુ બને એ માટે મારા દિકરા પર નિશાન તાક્યું હતું.

આ બધું જોતા ક્યારેક એવો પણ વિચાર આવી જાય કે તેના કરતાં આપણી કોમન લાઈફ સારી છે. સેલીબ્રીટી બન્યા પછી ગમે ત્યારે અને ગમે ત્યાં નથી જઈ શકાતું, જે મન ફાવે તેમ નથી કરી શકાતું. ઉદારહણ તમારી સામે જ છે.

રસપ્રદ વાતો સાથે હંમેશા જોડાયેલાં રહેવા માટે અત્યારે જ “ફક્ત ગુજરાતી” નાં પેઇઝને લાઇક કરી દો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.

લેખક – Ravi Gohel

આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Comment