ગર્ભવતી અનિતા હસનંદાની ફરવા નીકળી, તેના સમુદ્ર કિનારાના શેર કરેલા સુંદર ફોટા વિશે જુઓ

અનિતા હસનંદાની આ દિવસોમાં ગર્ભાવસ્થાના તબક્કાનો આનંદ માણી રહી છે. બેબી બમ્પ ફ્લોન્ટ કરતી ઘણી વાર ફોટા શેર કર્યા છે. હવે અલીબાગની યાત્રાથી તેણે તેની તાજેતરની ફોટા શેર કરી છે. તેમાં અનીતાના ચહેરા પર ગર્ભાવસ્થાની ચમક જોવા જેવી છે.

અનિતાએ સોશિયલ મીડિયા પર આ ફોટો શેર કરતા લખ્યું – ‘ મુસાફરી તો બને છે!! ડોકટરે કહ્યું કે મને વિટામિન ડી અને વિટામિન સી ની જરૂર છે.’ તેમા અનિતા ખુબજ સુંદર લાગી રહી છે.


ફોટામાં અનિતાએ સફેદ ડ્રેસ પહેર્યો છે. તે બેબી બમ્પ ફલોન્ટ કરતી જોવા મળી છે. પ્રકૃતિનો આનંદ માણતા તે ઘણી ખુશ મિજાજમાં જોવા મળે છે.


તેણે ઈન્સ્ટા સ્ટોરી પર તેના મિત્રો સાથે કેટલાક વીડિયો પણ શેર કર્યા છે. તેમાં અનિતાએ હાર્ટ આકારના ચશ્મામાં પણ તેની ફોટો નાખી છે. તે મિત્ર સાથે મસ્તી કરતી જોવા મળી છે.

અનિતાના બેબી પ્લાનિંગ ની વાત પછી થી ખબર આવવાની શરૂ થઈ ગઈ હતી કે તે ગર્ભવતી છે. માન્યું કે અનિતાએ આ અહેવાલો પર કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. ત્યારબાદ તેણે તેના પતિ રોહિત રેડ્ડી સાથે માતા પિતા બનવાની જાહેરાત કરી હતી.

અનિતા અને રોહિતે ઇસ્ટાગ્રામ પર જાહેરાત કરી હતી કે તેઓ માતા પિતા બનવાના છે. અનિતાએ વિડિયો શેર કરતા જણાવ્યું કે હવે તેઓ બે માંથી ત્રણ થવાના છે. તેણે હાર્ટ ઈમોજી + હાર્ટ ઈમોજી = ત્રણ હાર્ટ ઈમોજી શેર કર્યા અને નવા મહેમાનોને ઘરમાં આવવાની માહિતી આપી.

અનિતા બેબી બમ્પ ફલોન્ટ કરતી વખતે ફોટો અને વિડિયો શેર કરતી રહે છે. પસંદીદા ટીવી અભિનેત્રીઓ માંથી એક અનિતાની પ્રસુતીનો પણ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

થોડા સમય પહેલા અનિતાએ એક વીડિયો શેર કરીને માતા બનવાના અનુભવો શેર કર્યા હતા તેણે કહ્યું હતું – “એવું લાગે છે કે આ એક ઉત્તમ સમય છે. અમે છેલ્લા દસ વર્ષોથી સાથે છીએ અને લગ્નનના સબંધમાં બંધાયા તેના સાત વર્ષે થઈ ગયા છે, અમે સંપૂર્ણ રીતે તૈયાર હતા. આ વર્ષે અમે એક બાળક સાથે સેટલ થઈ જવા માંગતા હતા અને તે ઉતમ રીતે થઈ શક્યું છે.”

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *