બોલીવૂડના આ ફિલ્મોમાં જો જાનવર ન હોત તો આ ફિલ્મો બનવાની શક્યતા ન હતી – તમને આ ફિલ્મો યાદ છે?

બોલીવૂડ બહુ મોટી ઇન્ડ. છે, જેમાં અલગ અલગ કલાકારોની કલાઓને સલામ કરવી પડે. એમ, ફિલ્મ દુનિયામાં ઘણા કલાકારોએ પોતાનું નામ બનાવ્યું છે. અને ઘણાની લાઈફ સ્ટ્રગલમાં પણ ગઈ છે.

વધુ ચર્ચા આગળ લઇ જાય તો બોલીવૂડમાં અમુક એવા કલાકારો છે જેના વિના ફિલ્મો બનવી અશક્ય હતી. અમુક ફિલ્મો એવા છે જેમાં જો જાનવરનો રોલ કાઢી નાખવામાં આવે તો આ ફિલ્મો જરા પણ જોવી ગમે નહીં.

તમને યાદ છે? “હમ આપકે હૈ કોન”, “નો એન્ટ્રી”, “હાથી મેરે સાથી” આવા ફિલ્મોમાં જાનવરોએ રોલ નિભાવ્યો છે. જો આ રોલમાં જાનવર ન હોય તો આ ફિલ્મ જોવી જરા પણ ગમે એમ નથી. જાનવરોએ કોઈ માણસની જેમ જબરદસ્ત કિરદાર નિભાવ્યો છે. જાનવરોએ એટલી હદે સોલીડ રોલ કર્યો છે કે ફિલ્મના મેઈન સ્ટારકાસ્ટને પણ પાછળ છોડી દીધા હતા.

હમણાં એક ફિલ્મ જંગલી આવી રહી છે તેમાં પણ જાનવરની ભૂમિકા જોવા મળશે. એવી જ અમુક ફિલ્મ તમને જણાવું જે જાનવરના રોલ વગર અધુરી છે.

(૧) હાથી મેરે સાથી

સદાબહાર અભિનેતા રાજેશ ખન્નાની આ ફિલ્મ સુપર હિત ગઈ હતી અને તેમાં હાથીનો રોલ ઓર્ડીનરી હતો.

આ ફિલ્મમાં હાથી રામૂ માલિકને બચાવવા માટે તેની જાન ઓન આપી દે છે. આ ફિલ્મ એ સમયમાં બહુ ચાલી હતી. “નફરત કી દુનિયા” – આ ફિલ્મનું ગીત બહુ હીટ રહ્યું હતું.

(૨) તેરી મહેરબાનીયા

૧૯૮૫માં આવેલી તેરી મહેરબાનીયા ફિલ્મ જેકી શ્રોફ સાથે એક કુતરાની ની:સ્વાર્થ દોસ્તીનું વર્ણન કરતુ હોય એવું આ ફિલ્મ છે.

આ ફિલ્મમાં મોતી નામનો કુતરો તેના માલિક પ્રત્યે અતિલાગણીશીલ હોય છે. એમ, આ ફિલ્મમાં પણ જાનવરનો અહમ રોલ છે.

(૩) દૂધ કા કર્જ

આ ફિલ્મમાં જેકી શ્રોફ અને નીલમ કોઠારી મેઈન રોલમાં છે. આ ફિલ્મમાં એક સાપને રોલ આપવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં સાપના રોલને કારણે જ જોવી વધુ ગમે છે.

આ સિવાય અન્ય પણ એવા ફિલ્મો છે જેના જાનવરોનો રોલ અહમ છે. વધુમાં તમને યાદ આવતા હોય તેવા નામ જણાવીએ તો “માં”, “શોલે”, “એન્ટરટેઈનમેન્ટ”, “આંખે” ઘણી એવી ફિલ્મો છે જાનવરોને કારણે હીટ ગઈ હતી.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *