આ ગંભીર બીમારીથી લડી રહ્યા છે એવરગ્રીન અભિનેતા અનિલ કપૂર, જર્મની માં કરાવશે સારવાર..

બોલીવુડના ફેવરિટ અભિનેતા અનિલ કપૂર વર્તમાનમાં પોતાની ફિલ્મ ‘એક લડકી કો દેખા તો એસ લગા’ ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ૬૨ વર્ષીય અનિલ કપૂર આજે પણ જવાન દેખાય છે. હાલના સમાચાર અનુસાર અનિલ કપૂર એક એક અજીબ બીમારીથી પસાર થઇ રહ્યા છે. કેલ્સીફીકેશન ઓફ શોલ્ડર નામની આ બીમારી નો અનિલ કપૂર શિકાર બની ગયા છે.

અનિલ કપૂર જે બીમારી થી પીડાઈ રહ્યા છે એ બીમારી માં તેમનો ખભો પથ્થર ની જેમ થઇ જાય છે. છેલ્લા બે વર્ષથી તેમના જમણા ખભા પર કેલ્શિયમ જમા થઇ રહ્યું છે જેના કારણે તેમનો ખભો સોલિડ બની રહ્યો છે. એપ્રિલ મહિનામાં તેઓ સારવાર માટે જર્મની જવાના છે.

ફિલ્મોમાં સતત કામ કરવા અને સ્ટન્ટ કરવાના કારણે તેમના ખભાની હાલત બગડી ગઈ છે. જ્યારથી આ બીમારી વિષે ખબર પડી છે ત્યારથી તેમના માટે સ્ટન્ટ કરવું મુશ્કિલ થઇ ગયું છે. એટલા માટે અત્યારે તેઓ ખુબજ કાળજી લઇ રહ્યા છે.

હાલ અનિલ કપૂર તેમની આગામી ફિલ્મ ‘એક લડકી કો દેખા તો એસ લગા’ નામની ફિલ્મ માં જોવા મળશે. આ ફિલ્મમાં તમને અનિલ સાથે તેમની પુત્રી સોનમ, રાજકુમાર રાવ અને જુહી ચાવલા અહમ ભૂમિકા માં નજર આવશે.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર……

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI VINAY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!