અનિદ્રાથી ત્રાસી ગયા છો? ચિંતા ન કરો, હવે એક મિનીટ માં તમને આવી જશે નીંદર… 😴😴બસ આટલું કરો

ઘણાય લોકોને રાતે ઊંઘ આવવા માં તકલીફ પડતી હોય છે. કેટલાક લોકો બપોરે સુઈ જતા હોય છે એના કારણે પણ ક્યારેક રાતે ઊંઘ આવતી નથી પણ દિનચર્યા ના હિસાબ થી બપોરનું ઊંઘવું અને રાતની નીંદર નો કોઈ તાલ-મેલ નથી. ઘણાય લોકો સ્ટ્રેસ માં રહે છે, કે કોઈ પર્સનલ પ્રોબ્લેમ ના કારણે ઊંઘ પર અસર થાય છે. ઘણાય લોકો તો ઊંઘ ની ટેબ્લેટ પણ લેતા હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખુબજ નુકસાનદાયક છે. આજે અમે તમને જણાવશું માત્ર ૧ મિનીટ માં સુવાનો રામબાણ ઉપાય.

સૌથી પહેલા બેડ પર સીધા સુઈ જાઓ, હવે તમારા નાકથી ૪ સેકન્ડ માટે સ્વાસ લો.

સ્વાસને ૭ સેકન્ડ માટે રોકી રાખો

હવે તમારા મોઢાથી સ્વાસને ૮ સેકન્ડ માટે બહાર નીકળો

આ ક્રિયા નો પ્રયાસ રીપીટ કરતા રહો.

આ શ્વાસની કસરત તમારા હાર્ટ ની ક્રિયા ને સ્લો કરે છે.

જો તમને ખભા નો દુખાવો હોય અને જેના કારણે તમને ઊંઘવામાં તકલીફ થાય છે તો પલંગ પર જયારે સીધા સુઓ ત્યારે એક ઓશીકું તમારી ઉપર રાખો અને તેને સીધા પોઝીશન માં હગ કરીને સુવો.

જો તમને બેક પેન રહે છે અને સુવામાં મુશ્કેલી થાય છે તો એક ઓશીકું પગ ના વચ્ચે અને બીજું નાનું ઓશીકું પીઠ ના નીચે રાખીને સુવાથી ઊંઘ સારી મળશે.

ઘણી વાર અતિશય સર્દી ના કારણે પણ ઊંઘ માં પ્રોબ્લેમ થાય છે. છીક ખાવા વારે ઘડીએ ઉઠવું પડે છે. આમ ન કરવું પડે તે માટે જયારે પણ સુવો ત્યારે ત્રણ ઓશિકા માથે રાખીને સુજો. આમ કરવાથી નાક નું વહેવું કન્ટ્રોલ માં આવશે અને છીક થી પણ રાહત મળશે.

ક્યારેક ક્યારેક સુતા સમયે અચાનક પગમાં ખેચાણ નો અનુભવ થતો હોય છે. આવું ન થાય તેના માટે તમારા પગને રેગ્યુલર મસાજ કરો.

મહિલાઓને પીરીય્ડ્સ દરમ્યાન પણ અમ તકલીફ પડતી હોય છે. તો સુતા સમયે સાઈડ પોઝીશન પર સુવો અને બન્ને પગ વચ્ચે એક ઓશીકું રાખો અને સુવો. આમ કરવાથી દુખાવા માં ફર્ક પડશે.

સરખી ઊંઘ માટે સુવાની બેસ્ટ તરકીબ કઈ ?

સીધા સુવાની ટેવ રાખો, પગની નીચે એક ઓશીકું રાખો અને માથા પર ઓશીકું રાખો તો ચેક કરો કે એ બરાબર તમને કમ્ફર્ટ આપી શકે. આવી રીતે સુવાથી તમારી પીઠ અને ગળાનો દુખાવો ઓછો થશે.

સાઈડ પર સુવો તો પેટ પાસે એક ઓશીકું લઈને સુવો. આમ સુવાથી તમને સ્વાસ લેવામાં સરળતા થશે અને લોવર બેક નો દુખાવો ઓછો થશે.

જો તમને ઊંઘવામાં તકલીફ થતી હોય તો આ વસ્તુઓ નોન્ધીલો :

કોફી છોડી દો

સ્માર્ટફોન નો ઉપયોગ સુવાના એક કલાક પહેલાજ બંધ કરો

રોજ સવારે કસરત કરો

દારૂ પીને સુવા ન જાઓ

રૂમ નું તાપમાન ૨૦-૨૨ ડીગ્રી રાખો.

સરખી ઊંઘ ન મળે તો શરીર માં થાય છે કંઇક આવું: 

પુરતી ઊંઘ ન મળે તો કોન્સનટ્રેશન માં પ્રોબ્લેમ આવી શકે છે.

હમેશા ભૂખ લાગતી રહેશે. કંઇક ને કંઇક ખાવાનું મન થતું રહશે

અત્યંત ગુસ્સો આવતો રહશે. નાની નાની વાતો પર ઇરીટેશન આવી શકે છે.

ઈમ્યુનીટી લેવલ ઘટતું જશે. અને તરત બીમારીઓ નો શિકાર થઇ જશો.

આ વસ્તુઓનું ધ્યાન રાખજો અને ઊંઘની પરેશાની થી છુટકારો પામો 🙂

સ્લીપ વેલ !!!

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

 

Leave a Comment