ત્વચા સંબંધિત સમસ્યાઓનો એક ઉત્તમ ઉપાય એટલે કે, દહીં

Image : Shutterstock

જો તમે ચોમાસામાં તમારી ત્વચા માટે કોઈ એક ઉપાય શોધી રહ્યા છો, તો દહીં તે માટે સૌથી ઉત્તમ છે.

ચોમાસામાં ત્વચાને વધારે સંભાળની જરૂર હોય છે અને આપણે બધા કંઈક એવી વસ્તુની શોધમાં છીએ જે આપણી બધી જરૂરીયાતોને પૂરી કરી શકે. જો તમે પણ તમારી ત્વચા માટે કોઈ એક ઉપાય શોધી રહ્યા છો, તો તમારી શોધખોળ પૂરી થઈ! જી હા, અમારી પાસે તમારી ત્વચા સંબંધિત બધી જરૂરિયાતોનો ઉપાય છે દહીં.

દહીં ખાસ કેમ છે જાણો

દહીં કેલ્શિયમ, પ્રોટીન અને અલગ અલગ જરૂરી વિટામિન્સનો એક ઉતમ સ્ત્રોત છે. તે વીટામીન-ડીની ગુણવત્તાથી ભરેલો હોય છે, જે તમારી ત્વચાને ઘણા બધા ફાયદા આપી શકે છે. દહીમાં રહેલ લેક્ટિક એસિડ ત્વચા પરથી મૃત કોષોને દુર કરવામાં મદદ કરે છે અને કરચલીઓ અને વધતી ઉંમરના શરૂઆતના લક્ષણો સામે પણ લડે છે.

આ ઉપરાંત, લેક્ટિક એસિડ ત્વચાને મુલાયમ બનાવવામાં પણ મદદ કરે છે. તે ચહેરાની ચમક પણ વધારે છે, ખીલને અટકાવે છે, ત્વચા પરથી લાલાશ ઓછી કરે છે અને ટેનિંગને દૂર કરવામાં પણ મદદ કરે છે.

અહીં અમે તમારા માટે 4 રીત લઈને આવ્યા છીએ, જેનાથી તમે દહીંને તમારી બ્યુટી રૂટિન નો ભાગ બનાવી શકો છો

1. દહીં અને લીંબુ ફેશિયલ:

તમે દહીંનો ઉપયોગ ઘરે ફેશિયલ કરવા માટે પણ કરી શકો છો. દહીં અને લીંબુ બંને વિટામીન સી થી ભરપૂર હોય છે અને તેમાં લેક્ટિક એસિડની ભરપૂર માત્રા હોય છે, જે તમારી ત્વચાને ઊંડેથી સાફ કરશે અને સુંદરતા વધારશે.

આ રીતે ઉપયોગ કરવો-

સૌથી પહેલા એક વાટકી દહીંમાં એક નાનું લીંબુ નીચવી લો. હવે તેને તમારા ચેહરા પર લગાવીને ઓછામાં ઓછી 20 મિનિટ સુધી મસાજ કરો. પછી તેને સાદા પાણીથી ધોઈ લો.

2. દહીં અને ચણાના લોટના સ્ક્રબનો ઉપયોગ કરો:

ચણાનો લોટ તમારી ત્વચાને એક્સ ફોલીએટ કરી શકે છે અને બધી ગંદકીને દૂર કરી શકે છે. સાથેજ, તે તમારી ત્વચાને ચમકદાર બનાવી શકે છે. સાધારણ અથવા તૈલીય ત્વચા વાળા લોકો આ ફેસ સ્ક્રબનો ઉપયોગ કરી શકે છે.

સ્ક્રબ તૈયાર કરવા માટે –

  • એક વાટકી લો. તેમાં 2 મોટી ચમચી દહીંમાં એક ચમચી ચણાનો લોટ ઉમેરો અને ઘાટું પેસ્ટ તૈયાર કરી લો.
  • આ મિશ્રણને તમારા ચેહરા પર લગાવો અને 10 મિનિટ સુધી રાહ જુઓ.
  • પછી, ઠંડા પાણીથી તેને ધોઈ લો.

Image : Shutterstock

3. દહીં અને હળદરનું ફેસપેક:

જીવાણુ રોધક અને એન્ટી-ઇનફ્લામેટરી ગુણોથી ભરપૂર હોવાને કારણે, હળદર તમારી ત્વચાને સાફ કરી શકે છે અને ચમક લાવી શકે છે. આ ફેસ પેક કોઈપણ પ્રકારની ત્વચા વાળી મહિલાઓ પણ લગાવી શકે છે.

આ પેકને તૈયાર કરવા માટે –

2 મોટી ચમચી દહીં લો અને તેમાં અડધી ચમચી હળદર ઉમેરો. આ મિશ્રણને તમારા ચેહરા પર લગાવી અને લગભગ 15 મિનિટ માટે તેમજ રેહવા દો. પછી, પાણીનો ઉપયોગ કરી ધોઈ લો.

4. દહીં અને મધથી તમારી ત્વચાને મોઈશ્ચરાઈઝર કરો:

જો તમને લાગે કે તમે તમારી ત્વચા પરથી ભેજ ગુમાવી દીધો છે, તો તમે દહીંનો ઉપયોગ કરી શકો છો કેમકે તે એક શ્રેષ્ઠ મોઈશ્ચરાઈઝર તરીકે કામ કરે છે. તમારા ચહેરા પર દરરોજ દહીં લગાવવાથી તમને મુલાયમ, પોષિત અને કોમળ ત્વચા મેળવવામાં મદદ મળી શકે છે.

આ રીતે તૈયાર કરો –

માત્ર થોડું દહીં લો અને તેમાં મધ ઉમેરો. તેને યોગ્ય રીતે મિક્સ કરી અને તમારા ચહેરા પર લગાવો. આ પેસ્ટને લગભગ 15 મિનિટ સુધી લગાવેલું રેહવા દો અને ત્યારબાદ ઠંડા પાણીથી તમારો ચેહરો ધોઈ લો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment