તંદુર વગર રેસ્ટોરન્ટ જેવા જ નરમ નાન ઘરે બનાવવની સરળ રેસિપી

Image Source

જ્યારે પણ ઘરે પનીર કે કોઈ ખાસ શાક બને છે ત્યારે તેની સાથે રોટલી, પરોઠા અને પુરીનું યોગ્ય મિશ્રણ બની શકતું નથી. તમે અહીં બટર નાન બનાવવાની રેસીપી વિશે જાણો જે તમારા ભોજનનો સ્વાદ બમણો કરશે.

ઘરે જ્યારે પણ પનીર બને છે, તો તેની સાથે રોટલી, પરોઠા કે પુરી ખાઈને મજા આવતી નથી. એવી ઇચ્છા થાય છે કે બટર નાન મળી જાય, કારણ કે પનીરની કોઈપણ વેરાઈટીનું યોગ્ય સંયોજન નાન સાથે જ થાય છે. પરંતુ ઘરે બજાર જેવું નાન બનાવતા દરેકને આવડતું નથી. જો તમારે ઘરે રેસ્ટોરન્ટ જેવા જ નાન બનાવવા હોય તો અહીં આપેલા સ્ટેપ્સ અનુસરો. બટર નાન કેવી રીતે બનાવવું તે જાણો.

સામગ્રી

લોટ બાંધવા માટે બે કપ મેંદો અને લગભગ 100 ગ્રામ મેંદો પરોથન માટે, અડધો કપ તાજુ દહી, ચોથા ભાગની ચમચી જેટલો સોડા, અડધી ચમચી ખાંડ, અડધી ચમચી મીઠું, બે ચમચી તેલ અને નાન બનાવવા માટે બટર.

Flatbread Recipe - dough cooked on skillet

Image Source

બનાવવાની રીત

– મેંદાને ચાળીને કોઈ વાસણમાં કાઢી લો. આ ચાલેલા મેંદામાં વચ્ચે હાથથી થોડી જગ્યા કરી તેમાં દહીં, ખાવાના સોડા, મીઠું, ખાંડ અને તેલ નાખી હાથ વડે બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરો.

– નવશેકા પાણીની મદદથી મેંદાને બાંધી લો. લોટ નરમ બાંધવો અને જ્યારે લોટ થોડો ચીકણો થઈ જાય ત્યારે તેને બેથી ચાર કલાક માટે ઢાંકીને કોઇ એવી જગ્યાએ રાખી દો જ્યાં થોડી ગરમી મળે અને લોટ ફૂલી જાય.

– હવે, તમારી પાસે જો તંદૂર હોય તો તંદૂર ને ચાલુ કરો. આ મેંદાના આઠથી દસ એકસરખા બોલ બનાવો. એક લોટનો બોલ લઈને મેંદાનો કોરો લોટ લગાવી 8-10 ઇંચના વ્યાસમાં ગોળ વણો. તેની ઉપર બટર લગાવો. વણેલા નાનને ડબલ અર્ધગોળાકાર આકારમાં વાળી લો. આ વાળેલા નાન ઉપર ફરીથી બટર લગાવો અને ફરીથી વાળી લો. આ ત્રિકોણ આકારને મેંદાના કોરા લોટમાં ફેરવીને પરોઠાની જેમ પાતળું વણીને તૈયાર કરી લો.

– શેકવા માટે ગરમ તંદૂરમાં વણેલા નાનને રાખો. જ્યારે તે બ્રાઉન થઈ જાય ત્યારે તેને ફેરવો અને બંને બાજુ બ્રાઉન થાય ત્યાં સુધી તેને પકાવો. બટર નાન તૈયાર છે. હવે નાન કટરથી બે ભાગ કાપીને તમારા મનપસંદ શાકભાજી સાથે સર્વ કરો.

જો તંદુર ન હોય તો

જો તમારી પાસે તંદૂર ન હોય તો તવા ઉપર નાન વણો. વણેલા નાન ઉપર બે ચમચી પાણી નાખીને ચારેય બાજુ ફેરવો. નાનને હાથમાં ઉઠાવી પાણી વાળી સપાટીને તવા તરફ કરતા નાન ને ગરમ તવા ઉપર નાખો. નાનને તવા ઉપર શકવાથી નાન ઉપર પરપોટા દેખાશે. નાનને તવા પરથી લઈને ચીપિયા વડે પકડીને ગેસ પર સીધું ફેરવતા બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. હેન્ડલ પકડીને ઊલટું કરો. તવા ઉપર ચોંટેલા નાનને બ્રાઉન ફોલ્લીઓ થાય ત્યાં સુધી શેકો ત્યારબાદ નાનને તવામાંથી કાઢી લો

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “તંદુર વગર રેસ્ટોરન્ટ જેવા જ નરમ નાન ઘરે બનાવવની સરળ રેસિપી”

Leave a Comment