ઓછી ઉંમરમાં ખરતા વાળને રોકવા માટેના આસાન અને ઘરેલુ ઉપાય 

Image Source

સવાલ : મારો પ્રશ્ન એ છે કે હું 13 વર્ષની છું મારા વાળ ખૂબ જ ખરે છે મેં ઘણા ઉપાય અજમાવ્યા પરંતુ કોઈ જ ફાયદો થયો નહીં કૃપા કરીને મને કોઈ ઘરેલુ ઉપાય જણાવો.

વાળ ખરવાનાં ઘણા કારણો હોઈ શકે છે જેમ કે તમે તમારી ઉંમર જણાવી છે, ટીનેજરની શરૂઆત હોમીયોસ્ટેસીસ પર ખૂબ જ દબાવ નાખે છે. પરંતુ વાળના ખરવાનો ઉપચાર કરતાં પહેલાં તેના ખરવાના કારણની જાણ કરો.

તણાવ વધવાથી, ઊંઘની ઊણપ, પ્રદૂષણ, આયર્ન અને કેલ્શિયમ ની ઉણપ, આનુવંશિકતા, માસિક ધર્મની અનિયમિતતા વગેરેની વાળ પર ખૂબ જ ખરાબ અસર પડે છે.

સૌપ્રથમ ચિકિત્સકની સાથે તમે તપાસ કરાવીને કારણો જાણો અને ઉપચાર કરાવો. તમે અમુક ઉપચાર ઘરે પણ કરી શકો છો.આંબળાનું નિયમિત રૂપથી સેવન કરો. એટલું જ નહીં તે આયર્નને શરીરમાં અવશોષિત કરવામાં મદદ કરે છે. અને આપણા વાળના જડને મજબૂત બનાવે છે.સવારના સમયે લગભગ ત્રણ આમળાનો તાજો રસ તમે પી શકો છો. શરૂઆત એક આમળાથી કરો. આમળાને પાણીમાં પલાળીને તેનો રસ પણ કાઢી શકો છો. માથું ધોતા પહેલા વાળમાં તેલ જરૂર નાખો નારિયેળના તેલમાં પીપરમિન્ટ ઓઇલના અમુક ટીપાં નાખો અને માથાની ત્વચા ઉપર લગાવો.

આયુર્વેદ સ્નાન પહેલા અભ્યંગની સલાહ આપે છે એટલે કે નહાતા પહેલા તેલ લગાવો પછી નહીં. માઈલ્ડ સલ્ફેટ શેમ્પૂથી વાળ ધુઓ બની શકે તો વાળ ધોવા માટે આમળા અરીઠા અને શિકાકાઈ નો ઉપયોગ કરો. નાની ઉંમરમાં અઠવાડિયામાં એક કે બે વખત વાળ ધોવાની જરૂર પડે છે. પરંતુ જેમ જેમ આપણા હોર્મોન્સ બદલાયા કરે છે તેમ-તેમ સકાલ્પ ની પ્રકૃતિ માં બદલાવ અને વાળને ફરવા માટે ખૂબ જ સંવેદનશીલ બનાવી શકે છે. આવી સ્થિતિમાં અઠવાડિયામાં ત્રણ વખત અથવા દર બીજા દિવસે વાળને ધોવા જોઈએ.

હેર માસ્ક

જાસુદ, મેથી, ડુંગળી, મીઠા લીમડાના પાન, મહેંદી, ભ્રુંગરાજ ને પીસો અને તેમાં દહીં ઉમેરીને એક પેસ્ટ બનાવો. અઠવાડિયામાં બેથી ત્રણ વાર તેને વાળની જડમાં લગાવો.

યોગ અને વ્યાયામ

શીર્ષાસન વાળને ખરવાનું ઓછું કરી શકે છે. દોડો, કુદો અને ભરપૂર વ્યાયામ કરો તથા સફેદ સાકરના વધુ પડતા સેવનથી દૂર રહો.

આહાર

દરરોજ ઓછામાં ઓછું એક ફળ અને ત્રણ શાકભાજીને આહારમાં સામેલ કરો. વરિયાળી ખૂબ જ ઠંડક આપે છે.અને પિત્તને સંતુલિત કરે છે. બપોરે અને રાતના ભોજન બાદ એક ચમચી વરિયાળી નું સેવન કરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment