એક એવો આયુર્વેદિક છોડ, જે દુર કરશે અનેક પ્રકારની સમસ્યાઓ

તુલસીનું નામ સાંભળીને, લોકોનાં મનમાં વિશ્વાસની લાગણી જાગૃત થાય જાઈ છે. ભારતમાં, તુલસીને પવિત્ર છોડનું શિર્ષક મળેલુ છે. તુલસીનો છોડ એક એવો છોડ છે જે ભારતમાં લગભગ દરેક ઘરમાં જોવા મળે છે. તુલસીને ઘરોમાં રાખવાથી શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ઘરમાં તુલસીના છોડને લીધે રોગ અને બીમારી ઘર સુધી નથી આવતી, કારણ કે તે રોગ નિવારક છોડ છે. આજે અમે તમને તુલસીનો છોડના કેટલાક એવા લાભો વિશે કહીશું જે તમે જાણીને હેરાન થઈ જશો…

image source

ભારતીય સંસ્કુતીમાં તુલ્સીનના છોડ ને ધાર્મિક કારણોસર પણ ઉગાડવવામા આવે છે. મોટે ભાગે લોકોના ઘરમાં તુલસી હોય જ છે. આ છોડ માં તમામ પ્રકારના રોગોમાં આયુર્વેદિક દવા તરીકે કામ કરે છે. તેથી તમારે ઘરે તુલસીનો છોડ જરૂર હોવો જોઈએ. . તુલસીના છોડ માટે તમારે ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે તેને બેડરૂમમાં ન લગાડશો, પરંતુ આંગણામાં, બાલ્કની કે રસોડાની બહાર લગાવો, જ્યાં તેને હળવો સૂર્યપ્રકાશ પણ મળી શકે. તુલસીનો છોડ તમારા ઘરમાં શુદ્ધ ઓક્સિજન પણ લાવશે. તુલસી લગાવવાનો સૌથી મોટો ફાયદો એ છે કે આ છોડ તમારા ઘરનું વાતાવરણ સકારાત્મક બનાવશે અને નકારાત્મક ઉર્જાને દૂર કરશે.

image source

તુલસીના પાનનો ઉપયોગ તમે શરદી, શરદી, તાવ, ખાંસી, ગાળામાં ચાંદી, પેટમાં ચેપ, કબજિયાત, ગેસ, અપચો વગેરેમાં કરી શકો છો. આ સમસ્યાઓ માટે તમારે તુલસીના પાનને ધોઈને ચાવવાથી રાહત મળે છે.

આ સિવાય તુલસીના છોડ નો ઉપયોગ એન્ટીબેક્ટેરિયલ તરીકે પણ થાય છે, એટલે આપ તેનો ઉપયોગ મચ્છરના કરડવાથી અથવા જંતુના વગેરે કરડવા ઉપર પીસીને લગાવીને કરી શકો છો.

image source

તુલસીના પાનની મદદથી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થઇ શકે છે. આપ કાળી ચાય માં રોજ ૪-૫ તુલસીના પત્તા નાખીને ચા બનવી શકો છો,એન જેનાથી તમારી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો પણ થાય છે.

ત્વચા માટે પણ તુલસીના પાનનો ઉપયોગ થાય છે,પિમ્પલ્સ અને બીજી ત્વચાની સમસ્યાઓમાં માટે તુલસીના પાનને પીસીને લગાવવાથી ઝડપથી રાહત મળે છે. તુલસીના દાણા પણ ખૂબ ફાયદાકારક છે અને તેના સેવનથી વજન ઓછું થાય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment