અમૃતસરી દાળ: સાદી દાળને બનાવો મસાલેદાર, એક વાર જરૂર ચાખો આ અમૃતસરી દાળ

સૌથી સ્વાદિષ્ટ અને તંદુરસ્ત રેસિપી ની વાત કરીએ, તો દાળ સૌથી ઉતમ વિકલ્પ છે. આજે અમે તમારી સામે અમૃતસરી દાળની રેસિપી રજૂ કરી રહ્યા છીએ- ચાલો જાણીએ તેની રેસિપી —

સામગ્રી:

  • આખા અડદ ની દાળ – ૧ કપ
  • ચણા દાળ – ૧/૪ કપ
  • મીઠુ – સ્વાદ મુજબ
  • આદુ લસણ ની પેસ્ટ – ૨ ચમચી
  • હળદર પાવડર – ૧/૨ ચમચી

વઘાર માટે:

  • ધી – ૪ ચમચી
  • તજ – ૧ ટુકડો
  • જીરું – ૧ ચમચી
  • આદુ લસણ ની પેસ્ટ – ૨ ચમચી
  • બારીક કાપે‌લો કાંદો – ૧/૨ કપ
  • કાપેલી લીલું મરચુ – ૨
  • કાપેલ ટમેટા – ૧ કપ
  • લાલ મરચાનો પાઉડર – ૧ ચમચી
  • આમચૂર પાઉડર – ૧ ચમચી
  • ધાણા નો પાઉડર – ૧ ચમચી
  • જીરાનો પાઉડર – ૧ ચમચી
  • ગરમ મસાલાનો પાઉડર – ૧ ચમચી
  • ધાણા ના પાન – સજાવટ માટે

રીત:

અડદ ની દાળ અને ચણાની દાળને ધોઈને ચાર કપ પાણી, મીઠુ, આદુ લસણ ની પેસ્ટ અને હળદર ની સાથે કૂકરમાં નાખો.

ચાર – પાંચ સિટી થાય ત્યાં સુધી પકાવો. ગેસ બંધ કરો અને કુકરની વરાળ પોતાની જાતે નીકળવા દો.

દાળને સારી રીતે મેશ કરી લો. વાસણ મા ધી ગરમ કરો અને તેમાં જીરું અને તજ નાખો. થોડી સેકન્ડ પછી વાસણમાં આદુ લસણ ની પેસ્ટ અને કાંદા નાખો.

કાંદાને સોનેરી થાય ત્યાં સુધી સાંતળો. હવે વાસણમાં લીલું મરચું અને ટામેટા નાખીને ભેળવો.

જ્યારે ટામેટા સારી રીતે પાકી જાય તો વાસણમાં લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, ધાણા નો પાઉડર, જીરાનો પાઉડર અને ગરમ મસાલાનો પાઉડર નાખીને ભેળવો. ત્રણ ચાર ચમચી પાણી પણ વાસણમાં નાખો.

ધીમા તાપે મસાલાઓ ને સારી રીતે સાંતળો. દાળને હવે વાસણમાં નાખીને ભેળવો. ચાર થી પાંચ મિનિટ સુધી દાળને મધ્યમ તાપે મસાલાઓ સાથે પકવો. ગેસ બંધ કરો. ધાણાના પાન થી સજાવો. નાન કે પરોઠા ની સાથે પેશ કરો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *