મોઢાનો સ્વાદ બદલી દેશે આમળા કેન્ડી, આ છે તેને બનાવવાની આસાન રીત 

Image Source

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને અલગ અલગ પ્રકારના શાકભાજી અને લીલા શાકભાજી મળતા થઈ ગયા છે. તેમાં આમળાં પણ શિયાળામાં ભરપૂર માત્રામાં મળે છે. આમળા આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. અને તે પાચન અને રોગપ્રતિકારક  શક્તિને મજબૂત કરવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે. જે બાળકોને આમળાનો મુરબ્બો, આમળાનું અથાણું અને આમળા ની બનેલી ચટણી ખાવી પસંદ કરતા નથી તેમને માટે ખૂબ જ સ્વાદિષ્ટ આમળા કેન્ડી ની રેસીપી જણાવવા જઇ રહ્યા છીએ જે બાળકોને ખુબ જ પસંદ આવશે.

બાળકો આ પ્રકારના આમળા ખાઈને ખૂબ જ તંદુરસ્ત રહેશે અને આમળાનો કડવો સ્વાદ દરેક વ્યક્તિને પસંદ આવતું નથી અહીં અમે તેમના માટે સ્વાદિષ્ટ આમળાની કેન્ડી લઈને આવ્યા છીએ જેનાથી તમે આમળાની પુરેપુરી મજા લઇ શકો.

આમળા ઓક્ટોબરથી જાન્યુઆરી સુધી બજારમાં ખૂબ જ મળે છે, અને આ સમયે તમે તાજા તાજા આમળાને તમારા દરરોજનાં ભોજનમાં ચટણી બનાવીને આમળાને ફ્રાય અથવા સૂપમાં કોઇપણ રીતે પ્રયોગમાં લેતા રહો. આમળાને અલગ અલગ રીતે સ્ટોર કરીને મૂકવામાં આવે છે જેમકે આમળા પાવડર આમળાનું અથાણું આમળાનો મુરબ્બો, આમળા ની મીઠી ચટણી અને આમળાની કેન્ડી વગેરે. તો આજે આમળાની કેન્ડી બનાવીને તૈયાર કરીએ આમળાની કેન્ડી મીઠી અને મસાલેદાર તમે તમારા સ્વાદ અનુસાર બનાવીને તૈયાર કરી શકો છો.

FARM 2 YOU Dry AMLA Candy 400GM : Amazon.in: Grocery & Gourmet Foods

Image Source

સામગ્રી

 • આમળા – 10
 • પાણી – 1 કપ
 • ખાંડ – ½ કપ

Nirmal Mukhwas Organic and Natural Honey Amla Candy (Indian Gooseberry) - 400gm : Amazon.in: Grocery & Gourmet Foods

Image Source

બનાવવાની રીત

 • આમળાને સારી રીતે ધોઈને સૂકવી લો, ત્યાર બાદ એક પેનમાં પાણી ગરમ કરો અને તેમાં એક ઊભરો આવવા દો.
 • હવે તેમાં આંબળા નાખો અને તેને ત્યાં સુધી ઉકાળો કે જ્યાં સુધી આમળા નો રંગ થોડો બદલાઈ ના જાય.
 • જ્યારે આપણા નરમ થઈ જાય ત્યારે તેને ગેસ પરથી નીચે ઉતારી લો અને તેને ઠંડા થવા માટે મૂકો.
 • હવે આમળાની નાના ટુકડામાં તોડી લો, ત્યારબાદ તેના બીજ દૂર કરીને આમળાના દરેક ટુકડા ને એક વાડકામાં ભેગા કરો. 
 • ત્યારબાદ આમળાને ઉપરથી ખાંડ નાખીને ઢાંકો અને  ઢાંકણ લગાવી લો.
 • તેને ત્રણ દિવસ સુધી રહેવા દો તમે જોશો કે ખાંડ ઓગળી ને પ્રવાહી સ્વરૂપે થઇ ગઇ છે.
 • ચાસણીમાં રહેલ આંબળા ના ટુકડા ને બહાર કાઢીને બે દિવસ સુધી સૂકવવા મૂકો.
 • હવે જ્યારે લગભગ આમળાની કેન્ડી બનીને તૈયાર થઇ ગઇ છે ત્યારે તેમાં દળેલી ખાંડ નાખો અને એક એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો.
 • જો તમને આમળાની નમકીન ચાસણી જોઈએ છે તો જીરું સંચળ આદુનો પાવડર બનાવો અને આમળાની ઉપર છાંટો અને તેને એક એરટાઈટ ડબ્બામાં ભરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment