અમિતાભ બચ્ચન ત્રણ કરોડ લેશે 😱- આ બધે ફેલાય ગયું…શું છે એ રાઝ

સોની ટીવીનો સુપ્રસિદ્ધ રીયાલીટી શો “કૌન બનેગા કરોડપતિ” ફરી એકવાર અવનવાં સવાલ જવાબો સાથે શરૂ થવા જઇ રહ્યો છે. કૌન બનેગા કરોડપતિ સીઝન ૧૦ પણ બીગ બી જ હોસ્ટ કરશે તેમાં કોઈ શંકા નથી. અને એક રીતે જોઈએ તો અમિતાભ બચ્ચનનો અવાજ અને તેમનો સુપરહિટ અંદાજ આ ‘શો’ ની જાન છે એમ કહીએ તો કંઈ ખોટું નથી…

તાજેતરમાં જ મળેલી જાણકારી અનુસાર બચ્ચન સાહેબ આ શો માટે એપિસોડ દીઠ રૂ. ૩ કરોડની મોટી રકમ લેવાનાં છે. તથા કેબીસી સીઝન ૯ માટે તેમણે કુલ ૨૦૦ કરોડ રૂપિયા લીધા હતા. જેમાં કુલ ૭૫ એપિસોડ હતાં.

એટલે એપિસોડ દીઠ રૂ. ૨.૬ કરોડ જેટલી રકમ બીગ બીને ચુકવાઈ હતી. જોકે સીઝન ૧૦ માં કુલ કેટલા એપિસોડ હશે એ અંગે કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થતી નથી.

બીજાં બોલિવૂડ સ્ટાર્સની વાત કરીએ તો આમિર ખાને તેમના ભૂતપૂર્વ શો સત્યમેવ જયતે માટે એપિસોડ દીઠ રૂ. ૪ કરોડ લીધા હોવાનું જાણવા મળે છે. જો કે તેઓએ શો માટે કોઈ ફી ન લેવાની જાહેરાત કરી હતી. તથા કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાને કેબીસી સીઝન ૫ માટે એપિસોડ દીઠ રૂ. ૨ કરોડ લીધા હતા.

કૌન બનેગા કરોડપતિ શોની પ્રસિદ્ધિ અને ટીઆરપી દરેક સીઝનમાં હરણફાળે વધતી રહે છે તો બીગ બી પોતાની ફીસમાં વધારો કરે એ સ્વાભાવિક છે.

હવે જોવું રહ્યું કે કેબીસીમાં સીઝન ૧૦ નાનાં પડદા પર ફરી એકવાર પોતાનો જાદુ ચલાવે છે કે કેમ? તથા બચ્ચન સાહેબ આગળનાં શો માટે તેમની ફીસ માટે ૩ કરોડનું ઓપ્શન લોક કરે છે કે કેમ!

આવા જ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.

લેખક – Payal Joshi

આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Comment