અમેરિકન છોકરી ભારતના એક ખેડૂત પર થઇ ફિદા – ફેસબુક થી લગ્ન સુધીની સફર..

બે વ્યક્તિઓની મુલાકાત ફેસબુકમાં થઇ. એ પછી રીલેશન વધુ આગળ વધ્યો અને બંનેએ એકબીજા સાથે મોબાઈલ નંબરની આપ-લે કરી. અહીંથી બંનેના કિસ્મતમાં એકબીજાની એન્ટ્રી થઇ. કહેવાય છે કે પ્રેમ સંબંધના લેખ સાત સમુંદર પાર લખેલા હોય તો ત્યાં જવું જ પડે. એવી જ એક રીયલ ઘટના બની છે જેમાં એક અમેરિકન ગર્લ સાત સમુંદર પાર કરીને ભારત આવીને તેના પ્રેમી સાથે લગ્ન કર્યા. આ વાત છે મધ્યપ્રદેશના હોશંગાબાદની. અહીં દીપક રાજપૂત નામના એક યુવકની મુલાકાત અમેરિકાની જેલીકા જીલેથ ટેરાજેસ ઉર્ફ જૂલી સાથે ફેસબુક પર મુલાકાત થઇ હતી. અમે ટૂંક સમયમાં આ સંબંધ લગ્નના તાંતણે કાયમી સચવાય ગયા.

જૂલી અમેરિકામાં HRD(માનવ સંસાધન વિભાગ)માં અધિકારી હતી. દીપકની આ યુવતી સાથે શરૂ થયેલ દોસ્તી પ્રેમમાં બદલી ગઈ અને બંનેએ લગ્ન કરી લીધા. થોડા સમય પહેલા જૂલી ભારતની ટૂર પર આવી હતી. એ દરમિયાન બંનેની ઘણીવાર મુલાકાત થઇ હતી. અને હોળીના દિવસે બંનેએ નર્મદા કિનારે આવેલ ચિત્રગુપ્ત મંદિરે રીત-રીવાજો મુજબ લગ્ન કરી લીધા. એ પછી જૂલી અને દીપકે એકબીજા સાથે હોળી પણ રમી હતી.

બીકોમ પાસ દીપક કી ઈંગ્લીશમાં વાત કરવાની સ્ટાઈલથી જૂલી બહુ પ્રભાવિત થઇ હતી. દીપક ખેતી કરવાનું કામ કરે છે છતાં પણ દીપકનો સાથે જૂલીને રીલેશન સેટ થઇ ગયો. આ રીલેશનને કાયમી સાચવી રાખવા માટે બંનેએ અગ્નિને સાક્ષી ગણીને રીત-રીવાજ મુજબ લગ્ન કરી લીધા. દીપક અને અમેરિકન જૂલીના રીલેશનમાં અગત્યની વાત એ છે કે બંનેના ઘરના સભ્યોને પણ આ રીલેશનથી કોઈ જ વાંધો ન હતો. જેને કારણે બંનેએ પરિવારની હાજરીમાં જ લગ્નના બંધનમાં બંધાયા.

જયારે જૂલી ભારત આવી ત્યારે તે ભારતના માણસો અને અહીંની લાઈફ સ્ટાઈલથી બહુ પ્રભાવિત થઇ હતી. ભારતીય સંસ્કૃતિમાં અજાણ્યા માણસોને પણ બહુ માન આપવામાં આવે છે એ તેને બહુ પસંદ આવ્યું અને આ જ કારણ બન્યું કે દીપકની તે પત્ની બનવા તૈયાર થઇ ગઈ. એડવોકેટ પણ જણાવે છે કે, જયારે દીપક મારી પાસે આવ્યો ત્યારે મેં લીગલ પેપર રેડી કરીને તેના લગ્ન રજીસ્ટર કરાવી દીધા. પછી બંનેએ હિંદુ રીત-રીવાજ મુજબ લગ્ન વિધિથી પણ લગ્ન કર્યા.”

છે ને પણ કિસ્મતના લેખ. જે લખેલું હોય છે એ થયા વિના બાકી રહેતું જ નથી. આમ પણ ઈશ્વરની રચનામાં બધું ફિક્સ જ હોય છે, કોણ-ક્યારે અને કેવી રીતે જિંદગીની રંગતમાં રંગ ભરી દે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment