આલિયા ભટ્ટ ની આ એથનીક આઉટફિટ્સ દરેક દુલ્હન ને પસંદ આવશે.

Image source

લગ્ન ની સીઝન શરૂ થવાની છે. જો તમે પણ લગ્ન મા કંઇક અલગ વસ્ત્રો પહેરવા માંગો છો તો તમે આલિયા ભટ્ટ ના આઉટફિટ્સ થી વિચાર લઈને કંઇક નવું અજમાવી શકો છો.

લગ્ન મા ઘણી રીતની વિધિ હોય છે અને દરેક વિધિ માટે વિવિધ પ્રકાર ની પરંપરાગત પહેરવેશ ની જરૂર હોય છે. જો તમે પણ દુલ્હન બનવા જઈ રહ્યા છો કે તમારે કોઈ લગ્ન મા જવાનું છે તો તમારે વિવિધ પ્રકારના લહેંગા, સુટ અને ડિઝાઈનર સાડીઓ ની જરૂર પડશે. આલિયા ભટ્ટ ના કેટલાક પહેરવેશ થી તમે ઘણા આયડિયા લઈ શકો છો. આવો એક નજર કરીએ આલિયા ભટ્ટ ના ૬ શ્રેષ્ઠ એથનિક પહેરવેશ પર.

ફેશન ડિઝાઈનર અબુ જાની સંદીપ ખોસલા ના ગોલ્ડ સિલ્વર લહેંગા મા આલિયા ભટ્ટ ખુબ જ સુંદર લાગી રહી છે. તેની સાથે આલિયા એ લાઈટ જવેલરી અને લાઈટ મેકઅપ કર્યો છે. જો તમે પણ પરંપરાગત લુક થી અલગ દેખાવા માંગો છો તો આલિયા ના આ લુક ને અજમાવી શકો છો.

જો તમે રંગ ની સાથે પ્રયોગ કરવા માંગતા હોય તો વાદળી રંગનો ભરત વાળો ચણીયો પણ પેહરી શકો છો. બેકલસ બ્લાઉઝ સાથે આ ચણીયો ખુબ જ સ્ટાઇલિશ લાગી રહ્યો છે.

જો તમે તમારા લગ્ન માટે ખરીદી કરી રહ્યા હોય તો આ પ્રકાર નો લાલ શરારા પણ ખરીદી શકો છો. આલિયા એ આ વેલ્વેટ શરારા ને ટૂંકી કુર્તી સાથે પહેર્યો છે. ઓર્ગેજા દુપટ્ટો આ શરારા માં ચાર ચાંદ લગાવી રહ્યો છે. લગ્ન પેહલા ના પ્રસંગ માટે આ પહેરવેશ શ્રેષ્ઠ છે.

લગ્ન ના પ્રસંગ મા પીળો રંગ ખુબ જ શુભ માનવામાં આવે છે. પીઠી જેવી વિધિ માટે આલિયા નો આ પીળા રંગનો ભરત વાળો સુટ સારો વિકલ્પ છે.

View this post on Instagram

💛

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) on

View this post on Instagram

Eternal Sunshine 🌼

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) on

મોટા ભાગે દુલ્હન લગ્ન મા લાલ રંગનો લહેંગો માં રંગ નો પહેરે છે. જો તમે પરંપરાગત લહેંગા થી કંઇક અલગ પહેરવા માંગો છો તો આ રાખોડી કલર ની લહેંગો અજમાવી શકો છો. આ ખુબજ અલગ અને ટ્રેન્ડી લુક આપશે.

View this post on Instagram

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) on

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *