બોલીવૂડના અક્ષય કુમાર કમાન્ડર અભિનંદનનો રોલ કરવા તૈયાર છે – અક્ષય બધા સામે બોલ્યા કંઈક આવું..

ભારતીય વાયુસેનાના કમાન્ડર અભિનંદનની ભારત વાપસી પછી તેની ફેમ બહુ વધી ગઈ છે. સાથે ભારતનું રત્ન પણ દેશને પાછું મળી ગયું છે. હમણાં સમાચાર મળ્યા હતા કે, યંગર ટ્રેન્ડમાં અભિનંદન જેવી મૂછ રાખવાનો શોખ લોકોમાં વધુ જોવા મળે છે. એ પછી એક નવા સમાચાર આવ્યા છે જે જાણીને તમને હજુ પણ અભિનંદન પ્રત્યેનું માન છે તેના કરતા વધુ જશે.

તો આ આર્ટીકલને ધ્યાનથી અંત સુહી વાંચવાનું ભૂલશો નહીં. અહીં તમને આપના દેશની લેટેસ્ટ અપડેટ જાણવા મળશે. બોલિવૂડ પણ અભિનંદનની સ્ટાઈલને અપનાવવા માટે તૈયાર છે. અક્ષય કુમારનું નામ આ લીસ્ટમાં સૌ પ્રથમ છે. આવનારા સમયમાં અભિનંદનને લગતી સ્ટોરી આવશે તો તેના પર કામ કરતા તૈયાર છે.

એમ, ખાસ જાણવા જેવી માહિતી એ છે કે, ફિલ્મ અભિનેતા અક્ષય કુમારે મુંબઈમાં ફિલ્મ કેસરીને લઈને પત્રકારો સાથે વાતચીત કરી હતી. એ દરમિયાન તેને કમાન્ડર અભિનંદન પર કોઈ રોલ હોય તો તે નિભાવવા માટેની તૈયારી દર્શાવી છે.

આગળ અક્ષયે એ પણ જણાવ્યું હતું કે જે ઘટના બની એ દુર્ભાગ્ય હતું સાથે તેના પર કહાની અને સ્ક્રીનપ્લે બનતા વાર લાગશે. પરંતુ જયારે પણ આવી કોઈ કહાની આવશે ત્યારે કમાન્ડર અભિનંદનના રોલ માટે એ તૈયાર છે. તેની ફિલ્મ કેસરી ભારતના જવાનોના પરિવારને સમર્પિત છે. સાથે તેના દ્વારા મોબાઈલની એપ્લીકેશન પણ બનાવવામાં આવી છે. જે સીધી શહીદ થયેલા જવાનના પરિવારને પૈસા મોકલે છે, જે કોઈ સંસ્થા કે સરકારી કચેરીઓને પૈસા નથી મોકલતી.

આમ, તો અક્ષય કુમાર સેલિબ્રિટીની સાથે દેશને આગળ લાવવાની પ્રવૃતિ પણ કરી રહ્યા છે. દેશને લગતી ઘણી મહત્વની કાર્યપ્રણાલીમાં તેનો અવશ્ય હિસ્સો હોય છે. જે દેશને સમર્પિત કરે છે. ભલે અક્ષય ફિલ્મો માટે વધુ ચાર્જીસ લેતા હોય તેમાંથી તે દેશના ભલા માટેના કર્યો પણ કરે છે.

આર્મી અને ભારતીય સેનાનો જુસ્સો વધારતા બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારે તેની ઈચ્છા બધા સામે વ્યક્ત કરી છે કે, તેને કમાન્ડર અભિનંદનની ભૂમિકા ભજવવામાં બહુ રસ છે. તો આવનારા સમયમાં કોઈ સ્ટોરી કે સ્ક્રીનપ્લે આવે ત્યારે તેના પર અવશ્ય કામ કરશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *