જે થાય છે સારા માટે થાય છે.. ચાલો જાણીએ એક ખૂબ સુંદર વાર્તા દ્વારા..

આપણે આ વાત કેટલી વાર સાંભળી હશે કે “આપણી સાથે જે પણ કઈ થાય છે એ સારા માટે જ થાય છે. પણ આપણાં માંથી ઘણા લોકો આ વાત ને સાંભળી તો લે છે પણ તેની પર વિશ્વાસ નથી કરતાં.

Image Source

અકબર બિરબલ ની વાર્તા

એક વખત અકબર અને બિરબલ શિકાર માટે જાય છે. તે સમયે શિકાર કરતાં અકબર ની આંગળી કપાઈ જાય છે. અકબર ને ખૂબ જ દુખતું હોય છે. નજીક ઉભેલા બિરબલે કહ્યું કે કઈ વાત નહીં શહેનશા,જે થાય છે સારા માટે થાય છે. અકબર ને બિરબલ ની આ વાત પર ગુસ્સો આવી ગયો. અને તેમણે પોતાના સૈનિકો ને આદેશ આપ્યો કે બિરબલ ને મહેલ લઈ જવામાં આવે અને ત્યાં તેને કારાવાસ માં મુકવાં માં આવે. અને ત્યાં થી અકબર એકલા જ શિકાર પર નીકળી ગયા.

Image Source

રસ્તા માં આદિવાસિયો એ જાળું નાખી ને અકબર ને બંધી બનાવી દીધા. અકબર ની બલિ આપવા માટે તેને તેમના મુખ્યા પાસે લઈ ગયા.

જેમ મુખ્યા અકબર ની બલિ ચઢવા ગયા તો જોયું કે અકબર ની એક આંગળી કપાયેલી છે. અર્થાત તે ખંડિત છે. એટલે જ તેમની બલિ ન ચઢવા માં આવે. તેમણે અકબર ને મુક્ત કર્યા. અકબર ને  તેમની ભૂલ સમજાઈ ગઈ. અને તેઓ તરત બિરબલ પાસે પહોંચ્યા. અકબરે બિરબલ ને  કારાવાસ માંથી મુક્ત કર્યા. અને તેમણે માફી માંગી. તેમના થી મોટી ભૂલ થઈ ગઈ કે તેમણે બિરબલ જેવા જ્ઞાનિ અને દૂરદ્રષ્ટિ મિત્ર ને  બંધી બનાવ્યા. બિરબલે ફરી થી કીધું કે જે પણ થાય છે સારા માટે થાય છે. ત્યારે અકબરે પૂછ્યું કે મારા દ્વારા તમને બંધી બનાવામાં માં શું સારું થયું?

Image Source

બિરબલે કહ્યું કે તમે મને બંધી ના બનાવત તો હું તમારી સાથે શિકાર પણ આવત. અને આદિવાસી મારી બલિ આપી દેતા. આ રીતે બિરબલ ની વાત સાંભળી ને અકબર ખુશ થયા.

મિત્રો આ વાર્તા પરથી એ સાબિત થાય છે કે જે થાય છે એ સારા માટે જ થાય છે. સારા નો અર્થ ઉચિત અને ન્યાયપૂર્ણ હોય છે. મિત્રો તમને આવા વ્યક્તિ ની સાથે ન્યાય કરવાનો કહે તો તમે શું કરશો??તમે જરૂર થી એવા વ્યક્તિ ને સજા આપશો. અને એવું કાર્ય કરવા કહેશો કે જેનાથી એને પોતાની ભૂલ ની ખબર પડે.

દોસ્તો આપણી સાથે પણ હમેશા સારું થાય છે. અને કેટલાક લોકો આજ વાત પર વિશ્વાસ કરે છે અને હિંમત થી આગળ વધે છે. અને તેમને સફળતા અવશ્ય મળે છે. તેઓ જલ્દી થી નિરાશ નથી થતાં.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *