શું તમે જાણો છો અજમાનો આ 5 રીતે પણ કરી શકાય છે ઉપયોગ

Image Source

ભારતીય ઘરના રસોડામાં ઘણા બાધા પ્રકારના મસાલા નો ઉપયોગ થાય છે. અને એજ મસાલા ના કારણે રસોઈ એકદમ સ્વાદિષ્ટ બને છે. અને આ બધા જ મસાલામાં અજમા નો પણ સમાવેશ થાય છે. અજમાનો ઉપયોગ ભારતીય ભોજનમાં હંમેશાથી કરવામાં આવ્યો છે અને તેના સ્વાસ્થ્યવર્ધક ફાયદા થી જોડાયેલી વાતો આપણે ઘણી બધી સાંભળી હશે. શિયાળા માટે અજમો ખૂબ જ સારો મસાલો માનવામાં આવે છે. જે આપણા પેટ અને પાચન તંત્રને સ્વસ્થ રાખે છે. અજમા નો સ્વાદ અમુક લોકોને બિલકુલ પસંદ આવતું નથી અને અમુક લોકો માટે તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. અને જો તમને પૂછવામાં આવે કે અજમાનો ઉપયોગ તમે કઈ રીતે કરો છો તેમાં તમારો જવાબ શું હશે?

ઘણા લોકોને લાગે છે કે અજમો માત્ર બે જ રીતે આપણે તેનો ભોજનમાં ઉપયોગ કરી શકીએ છીએ, અને ઘણા લોકો તો માત્ર પાણી પીવાની સાથે જ આમ જ પી લે છે, પરંતુ તેના ઘણા બધા ઉપયોગ છે. જાણો કઈ રીતે તમે અજમાને તમારા ભોજનમાં ઉપયોગમાં લઈ શકો છો.

1 વઘાર કરવા માટે અજમાનો ઉપયોગ

લગભગ લોકો ઘરમાં વઘાર કરવા માટે માત્ર જીરુ અને રાઈનો જ ઉપયોગ કરે છે, પરંતુ અજમાનો તો પણ તમે વઘારના રૂપે ઉપયોગ કરી શકો છો. તે તમારા ભોજન ને ખૂબ જ ફ્લેવરફુલ બનાવી શકે છે. શિયાળાના સમયમાં અજમાનો વઘારના રૂપે ઘણી બધી રીતે ઉપયોગ કરી શકાય છે. તમે તેને સુકી, શાકભાજી, દાળ, બિન્સ, વગેરેમાં ઉપયોગમાં લઈ શકીએ છીએ. તમને માત્ર એટલી જાણકારી હોવી જોઈએ કે તેની કેટલી માત્રા લેવી જોઈએ. ધ્યાન રાખો કે જીરું અને રાઈ ના હિસાબે અજમો ખૂબ જ ઓછો ઉપયોગ માં લઇ શકાય છે.

શું કરવું જોઈએ

  •  અજમાને સીધા તેલમાં ફ્રાય કરો.
  •  તેની સાથે વધુ લસણનો ઉપયોગ ન કરો કારણ કે તેનાથી ફ્લેવર કડવું થઈ જાય છે.
  •  અજમો ફ્રાય કરતી વખતે ધ્યાન રાખો કે તેલ ગરમ હોય.

2 ડીપ ફ્રાય વસ્તુમાં કરો ઉપયોગ

જો તમે ઈચ્છો તો ડીપ ફ્રાય વસ્તુઓ જેમ કે સમોસા, કચોરી, ભજીયા વગેરેમાં અજમાનો ઉપયોગ કરી શકો છો. લગભગ મેંદા અને બેસન થી બનાવેલ ડીપ ફ્રાય આઇટમમાં તમે તેનો ઉપયોગ કરી શકો છો. એક તો તે મેંદાની વસ્તુમાં ફ્લેવર લાવે છે અને બીજું તે આપણા પાચન માટે ખુબ જ સારી સાબિત થઇ શકે છે. 

શું કરવું જોઈએ

  •  મેંદાનો લોટ બાંધતી વખતે તેમાં તેને ઉમેરો.
  • ભજીયા વગેરેનું બેટર તૈયાર કરતી વખતે તેમાં ઉમેરો.
  •  ધ્યાન રાખો કે તે એક ટી-સ્પૂન થી વધુ ન હોય.

3 બ્રેડ વગેરેમાં બેકિંગ દરમિયાન

જો તમે મસાલા બ્રેડ દરેક અનાજ ની બ્રેડ વગેરે ઘરે બનાવવા વિશે વિચારી રહ્યા છો તો અજમાનો ઉપયોગ તમે કરી શકો છો. ઘણી બધી એવી વાનગી છે જેમાં દરેક રીતે મસાલાનો ઉપયોગ થાય છે, અને તે સ્વાદિષ્ટ પણ હોય છે. અને તેમાં ફ્લેવર વધુ જોવા મળે છે. પરંતુ આ પ્રકારની બ્રેડને વગેરેને બેક કરતી વખતે તમારે ધ્યાન રાખવું જોઈએ કે તમે હંમેશા તે વાનગી અનુસાર જ તેમાં બધું નાખો. કારણ કે વાનગી બગડવાના ચાન્સ વધુ હોય છે.

શું કરવું જોઈએ

અજમાને ક્રશ કરીને તેનો ઉપયોગ કરો, અને હંમેશા રેસીપી અનુસરીને જ વાનગી બનાવો.

4 સૂપ અને સ્પાઈસી કરી બનાવવામાં કરો ઉપયોગ

જો તમને અજમા નો સ્વાદ ગમે છે તો તમે તેને સુપ માં પણ નાખી શકો છો. અજમાનો ઉપયોગ સ્પાયસી કરી જેમ કે ચીકન કરી, કઢાઈ પનીર વગેરેમાં પણ કરી શકો છો. અને જો તમે સ્પાઈસી કરી બનાવી રહ્યા છો તો ગ્રેવીમાં ફ્લેવર આપવા માટે આ સિક્રેટ સામગ્રી સાબિત થઈ શકે છે.

શું કરવું જોઈએ

અજમાને સૌપ્રથમ થોડું ડ્રાય રોસ્ટ કરો ત્યારબાદ તેનો ઉપયોગ કરો. તેનો એવી વાનગી માં ઉપયોગ કરો જેને તમારે વધુ સમય સુધી ધીમી આંચ પર બનાવવાની હોય.

5 સજાવટના રૂપે કરો ઉપયોગ

જો તમે ઈચ્છો તો તેને ડ્રાય રોસ્ટ કરીને સજાવટના રૂપે પણ તેને ઉપયોગમાં લઇ શકો છો. ઉદાહરણ રીતે તમે તેનો ઉપયોગ સલાડમાં અને ફળ સાથે પણ કરી શકો છો. તમે અલગ પ્રકારના મસાલા ડ્રિંકમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો.

શું કરવું જોઈએ

અજમાને ડ્રાય રોસ્ટ કરો ત્યારબાદ તેને ક્રશ કરીને થોડો થોડો ઉપયોગમાં લો. 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment