અહી ના લોકો બજરંગબલી થી કેમ નારાજ રહે છે? કારણ જાણી સ્તબ્ધ થઇ જશો

સંકટમોચન બજરંગબલી દરેક લોકો નાં દુ:ખ દુર કરે છે અને દરેક લોકો તેને પોતાના સારા-ખરાબ દિવસો માં યાદ કરે છે, પરંતુ શું થાય જ્યારે સંકટમોચન થી કોઈ ભુલ થઈ જાય તો. ઘણીવાર ફિલ્મો માં દેખાડવામાં આવતું હતુ કે જ્યારે ભગવાન કશુ ખોટુ કરતા તો લોકો તેના થી નારાજ થઈ જતા હતા, પરંતુ આ તો ખરેખર માં થયુ પણ છે.

ઉત્તરાખંડમાં એક એવુ ગામડુ છે જ્યાં એક પણ બજરંગબલી નું મંદીર નથી કેમકે એ ગામડામાં સંકટમોચન હનુમાન ની પુજા નથી કરવામાં આવતી.

માનવામાં આવે છે કે, જ્યારે શ્રી રામ નાં કોઈ ભાઈ લક્ષ્મણ ને યુદ્ધમાં મેઘનાદ ની બાણ લાગી હતી ત્યારે સંકટમોચન સંજીવની નવ શોધતા ઉત્તરાખંડ નાં દ્રોણગિરિ ગામ માં પહોંચ્યા હતા, જે લગભગ ૧૪૦૦૦ ફુટની ઊંચાઈ પર છે.

જોકે જ્યારે ભગવાન હનુમાન ત્યાં પહોંચ્યા તો તેમણે ચારે જગ્યા એ પહાડો જ દેખાણા અને તે સમજી નોતા શક્તા કે તેમને સંજીવની ક્યાંથી મળશે અને ત્યારે એક વૃદ્ધ મહિલા ને એક પર્વત ની તરફ ઈશારો કરી ને તેને કહ્યું કે ત્યાં તેમને સંજીવની બુટી મળી જશે.

એ પર્વત પર ગ્યા પછી પણ સંકટમોચન સંજીવની ના ઓળખી શક્યા અને તેથી તે પુરો પર્વત જ ઉઠાવી ને શ્રી રામ ની પાસે લઈ ગયા. પછી સંજીવની થી લક્ષ્મણ નું જીવન તો બચી ગયુ પરંતુ દ્નોણાગિતી નાં લોકો ભગવાન હનુમાન થી નારાજ થઈ ગયા હતા કેમકે તેવુ માનવામાં આવે છે કે એ ગામ માં તે પર્વતની પુજા કરવામાં આવતી હતી અને સંકટમોચન નું એવુ કરવાથી લોકો તેના થી નારાજ થઈ ને તેમની પુજા કરવાનું છોડી દીધુ.

આની સિવાય એ પણ કેહવામાં આવે છે કે સંકટમોચન ની મદદ કરવા વાળી વૃદ્ધ મહિલાને પણ ગામડાથી નિકાળી દેવા માં આવી. અહીં લોકો બજરંગબલી થી એટલા નારાજ છે કે અહીં બજરંગબલી નું પ્રતીક મનાતો લાલ ધ્વજ પણ નથી લગાડવામાં આવતો.લોકો ભુલ કરે તો તેનાથી નારાજ રેહવુ,તેના પર ગુસ્સો દેખાડવો સામાન્ય વાત છે પરંતુ ભગવાન ની ભુલ કરવા પર તેના પર નારાજ રેહવુ ખરેખર એક નવાઈ ની વાત છે.

ALL IMAGE CREDITS : GOOGLE IMAGES

આ પોસ્ટને શેર કરીને બધા ને જાગૃત કરો અને તમારી સલાહ અને સવાલ અમને કમેન્ટસ માં લખી ને મોકલો.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર…...નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR: ADITI NANDARGI

Leave a Comment