પતિના મૃત્યુ બાદ બની કુલી, બિલ્લા નંબર-13 બન્યું તેની ઓળખ

હોંસલાઓની ઘણી કહાનીઓ આપણે જોઈ અને સાંભળી હશે પરંતુ ભોપાલ ની રહેતી લક્ષ્મીની કહાની સંઘર્ષની એવી કહાની છે જેને જોઈ દરેક લોકો લક્ષ્મીના હોંસલાની દાદ દઈ રહ્યા છે. અમે વાત કરી રહ્યા છીએ ભોપાલની પહેલી મહિલા કુલી લક્ષ્મીની, જેણે તેના પરિવારનું પેટ ભરવા અને બાળક ના સુનેહરી ભવિષ્ય માટે બીજાનો બોજ ઉઠાવતી કુલી નો વેશ ધારણ કર્યો. સામાન્ય રીતે જોવા જઈએ તો તે પુરુષોનું કામ છે.

ખરેખર, લક્ષ્મીના લગ્ન ભોપાલ રેલવે સ્ટેશન પર કામ કરવાવાળા કુલી રાકેશ સાથે થયા હતા. પતિની મૃત્યુ પછી લક્ષ્મીને રેલવે અધિકારીઓએ નિયમાનુસાર કુલીની નોકરી આપી જ્યાં લક્ષ્મીની ઓળખ બની બિલ્લા નંબર ૧૩. આ બિલ્લા નંબર ૧૩ને પહેરીને લક્ષ્મી ભોપાલ રેલવે સ્ટેશન પર રોજ નાઈટ શિફ્ટ કરે છે.

કુલીનું કામ કરવાથી થતી કમાણી થી લક્ષ્મી પોતાના ઘરનો ખર્ચ પણ ચલાવે છે અને બાળકોની શિક્ષાથી લઈને તેઓની તેઓની પરવરીશ પણ કરે છે. જો કે લક્ષ્મીને આ વાતનો રંજ છે કે તેની કમાણી એટલી નથી કે તે પોતાના બાળકોને સારું શિક્ષણ આપી શકે. જો કે તેમનું કહેવું છે કે સરકારી શાળામાં પણ સારું શિક્ષણ આજકાલ મળવા લાગ્યું છે તો તેમને આ વાતનો પૂરો ભરોસો છે કે તેમના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ છે.

આપને જણાવીએ કે લક્ષ્મી રોજ નાઈટ શિફ્ટમાં જ કામ કરે છે અને દિવસમાં ઘરના જરૂરી કામ પુરા કરે છે. લક્ષ્મી લગભગ ૬ કલાક કામ કરે છે. સામાન્ય રીતે લક્ષ્મી સાંજના ૬ વાગ્યાથી પોતાની ડયુટી શરૂ કરે છે પરંતુ ક્યારેક ક્યારેક મોડી રાત સુધી ડયુટી કરવી પડે છે કેમકે રાતના આવતી રાજધાની અને પ્રીમિયમ ટ્રેનોના યાત્રીઓથી ઠીક ઠાક કમાણી થઈ જાય છે.

લક્ષ્મી આગળ જણાવે છે કે બીમાર થવા પર પણ તે કામ કરવા આવે છે, પરંતુ આ વાતનું ધ્યાન રાખે છે કે તે વધારે કામ ના કરે તે જલ્દી ઘરે ચાલી જાય જેથી તબિયત પર વધારે અસર ના પડે કેમકે રોજ પૈસા કમાવવા માટે જરૂરી છે કે સ્વાસ્થ્ય સાથ આપે.

લક્ષ્મીના કહેવા મુજબ સામાન્ય રીતે તે ૩૦૦-૪૦૦ રપિયા સુધી રોજ કમાઈ લે છે પરંતુ કેટલીક વાર એવું થાય છે કે જ્યારે તે ખૂબ મુશ્કેલથી જ ૧૦૦-૨૦૦ સુધી કમાઈ શકતી. ત્યાં મહિલાને કુલીનું કામ કરતાં જોઈને લોકો પ્રભાવિત થાય જ છે પરંતુ એવું નથી કે દરેક વ્યક્તિ લક્ષ્મી પાસે જ સામાન ઉઠાવતા હોય. લક્ષ્મી જણાવે છે કે કેટલીકવાર લોકો તેમની એમ જ મદદ કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ તે ના પાડી દે છે. જો કે કેટલીકવાર લોકો તેમનો સામાન ઉઠાવવાની સાથે સાથે ઈનામ તરીકે વધારે નાણાં આપી દે છે જેનાથી લક્ષ્મીને મદદ મળી જાય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *