મુંબઈમાં એક બગીચા ને જોઈને નક્કી કર્યું કે હવે ગામડે જઈને ખેતી કરીશ, આજે કરે છે લાખો ની કમાણી

image source

મિત્રો, ઔરંગાબાદ ના બરૌલી ગ્રામ્ય વિસ્તારના નિવાસી અભિષેક કુમાર મુંબઈની એક મલ્ટીનેશનલ કંપનીમા પ્રોજેક્ટ મેનેજર તરીકે ફરજ બજાવી રહ્યા હતા અને અહી તેમનો સારો એવો પગાર પણ હતો. બધુ જ બરાબર ચાલી રહ્યુ હતુ પરંતુ,  એકાએક તેમણે શહેર થી ગામમા પાછા આવીને ખેતી કરવાનો પ્લાન બનાવ્યો.  વર્ષ ૨૦૧૧ મા ગામમા તે પરત આવ્યા અને આજે તે ૨૦ એકર જમીન પર ધાન, ઘઉં, લેમન ગ્રાસ અને શાકભાજીની ખેતી કરી રહ્યા છે. બે લાખથી વધુ ખેડૂતો દેશભરમાં તેમની સાથે જોડાયેલા છે અને તે વર્ષે ૨૫ લાખ રૂપિયાનું ટર્નઓવર કરે છે.

૩૩ વર્ષની વી ધરાવતા આ વ્યક્તિએ તેનો  અભ્યાસ નેતરહાટ સ્કૂલમા કર્યો, ત્યારબાદ તેમણે પુણેથી એમ.બી.એ. કર્ય. વર્ષ ૨૦૦૭માં તેમને ચડીએફસી બેંકમાં નોકરી મળી ગઈ. ત્યાં તેમણે  બે વર્ષ કામ કર્યું. એ પછી તે મુંબઈ ચાલ્યા ગયા. ત્યાં તેમણે એક ટૂરિઝમ કંપનીમાં ૧૧ લાખના પેકેજ પર પ્રોજેક્ટ મેનેજર તરીકે જોઈન કર્યું. લગભગ એક વર્ષ સુધી અહીં પણ કામ કર્યું.

image source

તે જણાવે છે કે, ‘મુંબઈમા કામ કરતી વખતે હું ત્યાંની કંપનીઓમા ફરજ બજાવતા સિક્યોરિટી ગાર્ડને મળતો હતો. તે સારા ઘરના લોકો હતા, તેમની પાસે જમીન પણ હતી પરંતુ, રોજગારી માટે ગામથી સેંકડો કિ.મી. દૂર તે અહીં જેમ-તેમ ગુજરાન ચલાવી રહ્યા હતા. તેમની હાલત જોઈને ઘણીવાર હુ વિચારતો હતો કે, કઈક એવુ કરુ કે જેથી એવા લોકોએ રોજગારી માટે પોતાના ગામ છોડવા ના પડે.

તે જણાવે છે કે, વર્ષ ૨૦૧૧ મા હુ ગામમા આવ્યો. ત્યારે પરિવારના લોકો સહિત ગામના લોકોએ મજાક ઉડાવી કે ભણી-ગણીને અહી ખેતી કરવા આવ્યો છે. તેનુ ફેમિલી બેકગ્રાઉન્ડ ખેતીનું રહ્યું છે. તેમના દાદા અને પિતા ખેતી કરતા હતા. ખેતી નું સામાન્ય જ્ઞાન તો તેની પાસે હતુ અને થોડી માહિતી તેણે ફાર્મિંગ સાથે જોડાયેલા લોકો પાસેથી અને થોડી ગૂગલની મદદથી મેળવી હતી.

image source

આજે તે વીસ એકર જમીન પર ખેતી કરે છે અને ૫૦૦ થી વધુ લોકોએ તેમને રોજગારી આપી છે. વર્ષ ૨૦૧૬ મા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને સન્માનિત કરી ચૂક્યા છે. બિહાર સરકાર તરફથી પણ તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે તેતર નામ થી એક ગ્રીન ટી ની જાત તૈયાર કરી છે, જેની પેટન્ટ તેમના નામે છે. આ ચાની ભારે માંગ છે. સમગ્ર દેશમા તેના અઢળક ગ્રાહકો છે.

આ સફર તેના માટે સરળ રહી નહોતી, તેમને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો છે પરંતુ, એક યોગ્ય પ્લાનિંગ અને થોડા જ્ઞાન ની મદદથી તે પોતાની ખેતી કરવાની ઈચ્છા ને પૂર્ણ કરી શક્યા. તેમણે અહી પોતાના અનુભવના તારણ પરથી ખેતી વિશેના ત્રણ મહત્વના મુદા વિશે વાત કરી છે.

image source

સારી ખેતી માટે જરૂરી સ્ટેપ્સ :

વાતાવરણ :

જે જગ્યાએ તમે ખેતી કરી રહ્યા છો ત્યાંના હવામાન અંગે અભ્યાસ કરવો જોઈએ. એ જમીન પર કેવા કેવા પાક થઈ શકે છે એ વિશે માહિતી મેળવવી જોઈએ.

સ્ટોરેજ :

પ્રોડક્ટ તૈયાર થઈ ગયા પછી તેનો સંગ્રહ કરવા માટેની યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે, જેથી ઓફ્ફ સીઝન માટે આપણે એને સુરક્ષિત રાખી શકીએ.

માર્કેટિંગ અને પેકેજિંગ :

આ સૌથી અગત્યનુ સ્ટેપ છે. પ્રોડક્ટ તૈયાર કર્યા પછી આપણે એને ક્યાં વેચીશુ? એની જગ્યા વિશે પણ આપણી પાસે યોગ્ય માહિતી હોવી જોઈએ. એના માટે સૌથી ઉત્તમ રીત છે ત્યાના લોકલ બજારોમા જવુ. લોકો સાથે વાત કરવી અને માંગ મુજબ સમયસર પ્રોડક્ટ પહોંચાડવી. આ સિવાય સોશિયલ મીડિયા પણ માર્કેટિંગમા અગત્યની ભૂમિકા ભજવે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *