કોરોના સંક્રમણ માંથી સ્વસ્થ થઇ ગયા બાદ , પહેલા જેવી શક્તિ પાછી મેળવવા માટે દરરોજ કરો આ 5 વ્યાયામ. આ વાતોનું રાખો ધ્યાન.

Image Source

કોરોના માંથી સ્વસ્થ થવા વાળા દર્દીઓને ઘણા દિવસ સુધી સુસ્તી અને કમજોરી ની ફરિયાદ રહે છે. હાલતા ચાલતા કે દરરોજ નું કામ કરવા માટે પણ તે જલદીથી હાંફી જાય છે. તેની અસર માનસિક તણાવના રૂપમાં પણ સામે આવી શકે છે. જે રોગ પ્રતિકારક ક્ષમતા માટે ઘાતક બની શકે છે. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના શોધકર્તાઓએ આ વાતને ધ્યાનમાં રાખીને કેટલીક કસરતો જણાવી છે.જેની મદદથી

covid 19 ધરાવતા દર્દીઓ જલ્દીથી પોતાના સામાન્ય જીવનમાં પાછા ફરી શકે છે.

આ પાંચ કસરત કરવાથી શરીર માં આવશે સ્ફૂર્તિ

1. શ્વાસ ક્રિયા

કોરોનાના સંક્રમણ માંથી સ્વસ્થ થઇ ગયા પછી :

તમારી પીઠ થી પેટના બળે સૂઈ જાઓ, ત્યારબાદ એક ઊંડો શ્વાસ લો. પછી ગીત ગાવ અથવા તો મધમાખી ના ગુંજારવ જેવો અવાજ કરો.

અવધિ

 • શ્વાસ અભ્યાસ  = 1મિનિટ
 • ગીત ગાવું = 1 મિનિટ

સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયા બાદ :

રોજિંદા કાર્યો સંભાળતી વખતે  બેસીને, ઊભા રહીને ઊંડો શ્વાસ અંદર અને બહાર છોડવાનો અભ્યાસ કરો.

સમયગાળો :

1 મિનિટ

Image Source

2. સંતુલન મેળવવાની પ્રક્રિયા

સંક્રમણ માંથી સ્વસ્થ થયા બાદ તરત જ 

નીચે બેસો અને તમારી આંખના પાપણ ને ઉપર નીચે, આજુબાજુ ફેરવો. પલંગ પર સીધા સૂઈ ને આંખોથી ડાબી બાજુ તરફ જુઓ તથા ધીમે ધીમે માથું જમણી દિશા તરફ ફેરવો પછી ડાબી બાજુ ફરો. ત્યારબાદ ઊંડો શ્વાસ લઈને છોડો પછી સિધી મુદ્રામાં બેસો. આ જ વસ્તુ ડાબી તરફ પણ કરો.

અવધિ

 •  આંખ ફેરવવી  =1 મિનિટ
 •  બેડ રોલિંગ =  2 મિનિટ

જૂની સ્ફૂર્તિ પાછી મેળવવા માટે

 • બેસીને માથાને ઉપર નીચે ડાબી બાજુ જમણી બાજુ અને ગોળાકાર માં ફેરવો. ત્યારબાદ ખુરશી પર બેસીને આગળ-પાછળ થાવ. પછી જમીન પર સીધા ઊભા રહીને નીચે બેસો પછી સુઈ જાવ. ત્યારબાદ ફરીથી બેસવાની મુદ્રામાં આવી ને ઉભા થઈ જાવ.

 અવધિ

 • 1 મિનિટ

સંપૂર્ણ સ્વસ્થ થઇ ગયા બાદ

 1. બાળક જેમ ઘૂંટણિયે ચાલે છે તેમ ચાલવા ની મુદ્રા કરીને શરીરને આગળ પાછળ કરો. પછી જમીન પર પીઠના બળે પર સૂઇ જાઓ અને બંને હાથને કિનારી પર ફેલાવતાં પગ ઉપર ઉઠાવો ત્યારબાદ ગોળાઇમાં ડાબી અને જમણી બાજુ ફેરવો.

અવધિ

 • 2 મિનિટ

Image Source

3. શારીરિક પ્રવૃત્તિ

સંક્રમણ માંથી સ્વસ્થ થયા પછી તરત જ

 • પલંગ પર પીઠના બળે પર સૂઈને બંને હાથ અને પગની ફેલાવો તેની બાદ ડાબા હાથની કોણીને જમણા પગના ઘૂંટણ પર અને જમણા હાથની કોણીને ડાબા પગના ઘૂંટણ પર સ્પર્શ કરવાનો પ્રયત્ન કરો.

અવધિ 

 • 1 મિનિટ

જૂની સ્ફૂર્તિ પાછી મેળવવા માટે

 • ખુરશી પર બેસીને બંને હાથને ઉપર ફેલાવો ત્યાર બાદ ડાબા હાથની કોણીને જમણા પગના ઘૂંટણ પર અને જમણા હાથની કોણીને ડાબા પગના ઘૂંટણ પર અડકાડવાનો પ્રયત્ન કરો. હાથ આગળ પાછળ લઈ જઈને ફાસ્ટ ચાલો.

અવધિ

 • 1 મિનિટ

સંપૂર્ણ સ્વસ્થ થઇ ગયા બાદ

 • જમીન પર સીધા ઊભા રહીને બંને હાથને ઉપર લઈ જાઓ એક એક કરીને ડાબા હાથની કોણીને જમણા પગના ઘૂંટણ અને જમણા હાથની કોણીને ડાબા પગના ઘૂંટણ ને અડકાડો.નાના બાળકો ઘૂંટણિયે ભરે તે મુદ્રામાં ડાબા હાથ અને જમણા પગને ફેલાવો, હવે જમણા હાથની કોણીને ડાબા પગના ઘૂંટણ અડાડવાનો પ્રયત્ન કરો બીજા હાથ અને પગને પણ આવી જ રીતે ફરીથી કરો.

અવધિ

 • 1 મિનિટ

4. માંસપેશીઓની મજબૂતી

સંક્રમણ માંથી સ્વસ્થ થયા પછી તરત જ

 • જોર જોરથી હસવું

અવધિ

 • 1 મિનિટ

જૂની સ્ફૂર્તિ પાછી મેળવવા માટે

જમીન પર સીધા ઊભા રહીને બન્ને હાથમાં ડંબેલ્સ પકડો અને કોણી ની નજીક વાળો હવે ઊંડા શ્વાસ લો અને બહાર કાઢો. અને હાથને ઉપર-નીચે કરો.

જમીન પર સીધા સૂઈ જાવ ને બંને હાથો માં ડમ્બેલ્સ પકડીને તેને ઘૂંટણની પાસે પકડો હવે ડમ્બેલ્સ વડે હાથને એક પછી એક ઉપર લઇ જઇ ને જમીન પર મૂકો.

અવધિ

 • 1 મિનિટ

સંપૂર્ણ સ્વસ્થ થઇ ગયા બાદ

 • જમીન પર સીધા ઊભા રહીને સામે ખુરશી મૂકો અને તેના સહારે એડી ને ઉપર ઉઠાવીને પંજા પર સંતુલન બનાવવાની કોશિશ કરો.
 • દિવાલ તરફ મોં રાખીને ઊભા રહી જાવ બંને હથેળીઓને દિવાલ પર ટકાવીને પુશ અપ ની જેમ આગળ પાછળ થાઓ.

અવધિ

 • 2 મિનિટ

5. શક્તિ પુનઃપ્રાપ્ત કરવા

સંક્રમણ માંથી સ્વસ્થ થયા પછી તરત 

 • કાર્ડિયો 5 મિનિટ

જૂની સ્ફૂર્તિ પાછી મેળવવા માટે

 • કાર્ડિયો  10 મિનિટ

સંપૂર્ણ સ્વસ્થ થઇ ગયા બાદ

 • કાર્ડિઓ  30 થી 45 મિનિટ

આ સંજોગોમાં કસરત કરવી નહીં

 • તાવ, શ્વાસ ની તકલીફ, છાતીમાં દુખાવો, ઝડપી ધબકારા અથવા તો પગમાં સોજા ની ફરિયાદ હોય તો કસરત કરવી નહીં.

આ લક્ષણો દેખાય તો પણ કસરત બંધ કરો

 • આંખ સામે અંધારું છવાઈ જવું, છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ ત્વચા ઠંડી અથવા તો ચીકણી થઇ જવી, હૃદયની ગતિ અનિયંત્રિત થઈ જવી અથવા તો જરૂરથી વધારે થાક લાગવો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

ખાસ નોંધ : ઉપરોક્ત દરેક માહિતી અમે ઇન્ટરનેટ ઉપર થી એકત્રિત કરેલ છે તો કોઈ પણ વસ્તુ કરતાં પેહલા નિષ્ણાત ની સલાહ આવશ્યક છે

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *