પ્રસૂતિ અને ગર્ભવસ્થા દરમિયાન મહિલા ઓ ના શરીર માં બદલાવ તો આવે જ છે સાથે જ તેમને દુખાવો પણ થતો હોય છે.
ડિલિવરી પછી મહિલા ઓ નું શરીર ખૂબ કમજોર થાય છે. તેમને ખાસ દેખ રેખ ની જરૂર હોય છે. તેમને જાપા માં સારું ખાનપાન અને પૌષ્ટિક આહાર ની જરૂર પડે છે. ગોળ ના લાડુ જાપા માં ખૂબ સારા હોય છે. તે ખાવા માં સ્વાદિષ્ટ હોય છે.
ગોળ ના લાડુ બનાવાની વિધિ
- સૌથી પહેલા 2 કિલો જૂનો ગોળ લો. તેને સારી રીતે ખાંડી લો. ધ્યાન રહે કે તેમા જરા પણ મોટા ટુકડા ન રહે. જો મોટા ટુકડા રહી જાય તો તેને સારી રીતે ખાંડી લો નહીં તો લાડુ બનવા માં તકલીફ થશે. હવે ગોળ ને એક વાસણ માં કાઢી લો. 50 gm ખસખસ ને એક કઢાઈ માં શેકી લો.
ગોળ ના લાડુ બનાવાની રીત
- હવે તલ ને પણ કઢાઈ માં શેકી લો. હવે કઢાઈ માં ઘી લો. તેમા અલગ અલગ ડ્રાય ફ્રૂટ જેમ કે,બદામ, ખજૂર, મખાના,કાજુ વગેરે નો ઉપયોગ કરો. તેમની માત્રા 250 gm સુધી રાખો. નારિયેળ ના નાના નાના ટુકડા કરી ને તેને પણ શેકી લો.
કેવી રીતે બનાવશો લાડુ
- એક મોટું વાસણ અને 1 kg ઘી લો. તેમા કાપેલો ગોળ લો. તેમા સૂંઠ પાવડર 3 ચમચી લો. સારી રીતે મિક્સ કરી લો.
- હવે એક એક કરી ને બધા જ ડ્રાય ફ્રૂટ નાખો. હવે તેમા દેશી ઘી નાખો. જો મિક્સર માં તમને ગોળ ના મોટા ટુકડા દેખાય તો તેને જીણા કરી ને મિક્સ કરી દો. ઘી ની સાથે બધા જ મિશ્રણ ને સરખી રીતે મિક્સ કરી લો. હવે હથેળી ની મદદ થી મિશ્રણ ને મિક્સ કરો. લાડુ ની જેમ વાળી લો અને તેને એક ડબ્બા માં ભરી લો.
ડિલિવરી પછી ગોળ ખાવાના ફાયદા
- પાચન ક્રિયા માં મદદ કરે છે. મહિલા ઓ ને કબજિયાત ની ફરિયાદ નથી હોતી. એટલે જ ઘણા લોકો જમ્યા પછી ગોળ ખાય છે.
- ડિટોક્સ ની જેમ કામ કરે છે. તે લીવર ને સાફ કરી ને જેરિલા પદાર્થ ને દૂર કરે છે. ડિલિવરી પછી મહિલા ઓ માંટે તે ખૂબ જ ઉપયોગી છે.
- ગોળ માં એંટિ ઓક્સિડેંટ અને ખનીજ જેમ કે જિંક, સેલેનિયમ,હોય છે જે વધતી ઉમર ને રોકવા માં મદદ કરે છે. તે પ્રતિ રોધક ક્ષમતા ને પણ સારું કરે છે.
ક્યારે ખાવા જોઈએ ગોળ ના લાડુ
- ડિલિવરી પછી તમે રોજ ગરમ દૂધ સાથે આ લાડુ ખાઈ શકો છો. આ લાડુ થી તમને તાકાત આવશે અને બ્રેસ્ટ મિલ્ક માં પણ વૃદ્ધિ થશે.
ગોળ ખાવા થી શું થાય છે?
- ડિલિવરી પછી મહિલા ઓ માંટે તે ખૂબ જરુરી છે. તેમનું ઇંમ્યુંન મજબૂત થશે. અને કોઈ પણ પ્રકાર ના સંક્રમણ થી તે બચી શકે છે.
- ગોળ નો એક ટુકડો રોજ ખાવા થી પિરિયડ્સ ના લક્ષણ જેમ કે મૂડ સ્વિંગ,પેટ માં દુખાવો,વગેરે ઓછું થાય છે. આ બધી સમસ્યા ડિલિવરી પછી પણ થાય છે.
- ગોળ એક પ્રાકૃતિક મીઠાઇ છે. જે શરીર ને એનર્જી આપે છે. તમને જાણી ને નવાઈ લાગશે કે ફેક્ટરિ માં બનતા મધ કરતાં ગોળ વધુ ફાયદા કારક છે. મોટા ભાગ ના લોકો મધ ની જગ્યા એ ગોળ ખાવાનું પસંદ કરે છે.
ખાસ નોંધ : ઉપરોક્ત માહિતી પ્રદાન કરવા માટે અમે સંપૂર્ણ કાળજી લીધી છે. તેમ છતાં, વાચકોને ચેતવણી આપવામાં આવી છે કે કંઇપણ સેવન અથવા ઉપયોગ કરતા પહેલા, તમારા ચિકિત્સક અથવા ડોક્ટર ની સલાહ આવશ્યક છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team