આખરે આપણી ત્વચા પર સ્કીન કેર પ્રોડક્ટ્સ કેમ અસર નથી કરતા? જાણો તેના કારણ 

Image Source

મોંઘા સ્કીન કેર પ્રોડક્ટ ખરીદ્યા પછી પણ તે આપણી આપણી સ્કિન પર અસર કરતા નથી, તેની પાછળ કયા કારણ જવાબદાર હોઈ શકે છે જાણો 

આપણે આપણી સેન્સિટિવ સ્કિનનું ધ્યાન રાખવું ખૂબ જ મુશ્કેલ કામ હોય છે, અને તેવામાં ઘણી બધી સમસ્યા થવા લાગે છે.ઘણીવાર આપણને લાગે છે કે મોંઘા સ્કીન કેર પ્રોડક્ટ ખૂબ જ મદદગાર સાબિત થઇ શકે છે પરંતુ એવું નથી. ઘણી વખત આપણે આપણી સ્કીનને અનુરૂપ નહીં પરંતુ કોઈ ટ્રેન્ડના હિસાબથી પોતાની સ્કિન કેર પ્રોડક્ટ પસંદ કરીએ છીએ અને ત્યારબાદ આપણને મુશ્કેલી થાય છે કે તે પ્રોડક્ટ આપણી સ્કિન ઉપર સૂટ કરતા નથી.

મોંઘા સ્કીન કેર પ્રોડક્ટ જો તમે ખરીદ્યા છે અને તે પોતાનું કામ નથી કરતા તેની પાછળ ઘણાં કારણ હોઇ શકે છે. એસ્થેટિક ફિઝિશિયન, ડર્મેટોલૉજિસ્ટ ડૉ સરુ સિંહે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર એક રિલ શેર કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આખરે કેમ મોંઘા સ્કીન પ્રોડક્ટ આપણી સ્કિન પર અસર દેખાડતા નથી.

સ્કીન કેર પ્રોડક્ટ્સ જો તમને શૂટ કરતા નથી તો બની શકે છે આમાંથી કોઈ કારણ હોય

Image Source

એક્ટિવ ઇંગ્રેડિએંટ્સ નું ધ્યાન ન રાખવું

તમે ઘણા સ્કીન કેર પ્રોડક્ટ્સ માં એક્ટિવ નું નામ સાંભળ્યું હશે. એક્ટિવ ઇંગ્રેડિએંટ્સ નો અર્થ પ્રોડક્ટમાં એવું કોઈ ઇંગ્રેડિએંટ્સ છે જે કામ કરે છે.જેનો દાવો પ્રોડક્ટ કરે છે અને તેમાં એવું કેમિકલ આવે છે જે ડાયરેક્ટ એ સમસ્યા ઉપર કામ કરે છે. ઉદાહરણ તરીકે એક્ને માટે સૈલિસિલિક થી ભરપૂર પ્રોડક્ટ આવશે જે એક્ટિવ ઇંગ્રેડિએંટ્સ છે.

પરંતુ એ જરૂરી નથી કે આટલું કેમિકલ દરેક વ્યક્તિના સ્કિનને શૂટ કરશે.

Image Source

યોગ્ય રીતે લેયર ન કરવું

પ્રોડક્ટ અને યોગ્ય રીતે ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે જો તમે ફેસપેક પછી બ્લીચ લગાવો છો તો તમારા ચહેરા ઉપર ફોલ્લી આવવા લાગશે.અને જો કોઇ કેમિકલ એક્સફોલીએસન પછી ચહેરા પર યોગ્ય રીતે મોઈશ્ચરાઈઝર નથી લગાવતા તો તમારા સ્કિનનું ટેક્સ્ચર ખરાબ થઈ જશે. એવામાં સ્કિનની લેયર નું ધ્યાન રાખો અને કોઈપણ પ્રોડક્ટનો ઉપયોગ કરો છો તો તેના ઇન્સ્ટ્રકશન પણ જરૂરથી ધ્યાનમાં રાખો.

Image Source

ઘણા બધા પ્રોડક્ટ એક સાથે ઉપયોગમાં લેવા

કોઈપણ નવા પ્રોડક્ટ ઉપયોગમાં લેતા પહેલા આપણી સ્કિન ઉપર તેની અસર થતા સમય લાગે છે એક પ્રોડક્ટ છોડીને બીજી પ્રોડક્ટ અને ત્રીજી પ્રોડક્ટ ઉપયોગ માં લેશો તો તમારી સ્કિન ખરાબ થઈ જશે. 

Image Source

તમારી સ્કિન પહેલેથી જ ખરાબ થઈ ગઈ હોય

જો તમારી સ્કિનમાં પહેલાથી જ કોઇ સમસ્યા છે તો તેના કારણે કોઈ સ્કિન કેર પ્રોડક્ટ કામ કરતું નથી તો એક વખત ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઇએ

Image Source

તમે ધૈર્યથી કામ લેતા નથી અને ખૂબ જ ઉતાવળમાં ફેંસલો કરો છો

સ્કીન કેર પ્રોડક્ટ અને પોતાનું કામ કરવા માટે થોડો સમય તો લાગશે જ એવામાં જો તમે જરૂરથી વધારે ઉતાવળ દેખાડશો તો તે યોગ્ય રહેશે નહીં. કોઈપણ સ્કિન કેર પ્રોડક્ટ અને અસર દેખાડતાં દસથી પંદર દિવસનો સમય તો આપવો જ પડશે.

Image Source

સ્કીન કેર પ્રોડક્ટની પસંદગી કરતી વખતે આ વાતોનું રાખો ધ્યાન

ડોક્ટર સરુ સિંહના અનુસાર સ્કીન કેર પ્રોડક્ટ અને સ્કિન કેર રૂટીન એટલું આસાન નથી હોતું જેટલું તમે જાહેરાતમાં બતાવવામાં આવે છે. જો તમને તમારી સ્કિનના હિસાબથી કોઈ યોગ્ય પ્રોડક્ટ પસંદ કરવી છે તો તમે હંમેશા સ્કીન સ્પેશ્યાલીસ્ટ સાથે વાતચીત કરો. સેન્સિટિવ સ્કિન વાળા લોકોને આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

તેની સાથે જ તમારે સ્કિન કેર પ્રોડક્ટ માં દરેક એક્ટિવ ઇંગ્રેડિએંટ્સ વિશે ધ્યાનથી વાંચવું જોઈએ અને એ પણ સમજવું જોઈએ કે તેની સાથે શું કરવાનું નથી. ધ્યાનમાં રાખવું કે એ બાબત જરૂરી નથી કે તમારી સ્કિનને દરેક વસ્તુ શુટ કરે.

સ્કિન કેર રૂટીન માટે એ જરૂરી છે કે તમે અમુક ઇંગ્રેડિએંટ્સ થી હંમેશા દુર રહો.

સુરજની કિરણો હંમેશા આપણને નુકસાન પહોંચાડે છે તેથી તમારે ધ્યાન રાખવું પડશે કે હંમેશાં સનસ્ક્રીનનો ઉપયોગ કરો. કોઈપણ સ્કીન કેર પ્રોડક્ટ જાદુ કરી શકતી નથી તેથી ધ્યાન રાખો કે ધૈર્યથી કામ લો અને એક-બે દિવસમાં કોઇપણ નિર્ણય ન કરો.

દર વખતે નવા સ્કિન કેર રૂટીન ને ફોલો ન કરો. અને વધુ એક્સપરિમેન્ટ હંમેશા તમારી સ્કિનને નુકસાન પહોંચાડી શકે છે.

જો તમને લાગે છે કે તમારી સ્કિન ઉપર કોઈપણ પ્રકારની વસ્તુ ની અસર થતી નથી તો એક વખત સ્કીન કેર સ્પેશિયાલિસ્ટ સાથે વાત જરૂર કરો. તમારી સ્કિન ઉપર શું શૂટ કરે છે અને શું નથી શૂટ કરતું તે તમારા સિવાય કોઈને ખબર પડે નહીં. કોઈ પણ નવી પ્રોડક્ટ ટ્રાય કરતા પહેલા એક વખત પેચ ટેસ્ટ જરૂરથી કરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *